rishikesh bhayani

Others

3.5  

rishikesh bhayani

Others

મોર્ડન મહાભારત

મોર્ડન મહાભારત

1 min
120


ગુરુ દ્રોણાચાર્ય પરીક્ષાની તૈયારીમાં લાગેલા છે. કૌરવો અને પાંડવો તૈયારી ને આખરી ઓપ આપી રહ્યા છે. દુર્યોધનની આખોમાં ઉજાગરો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.

પરીક્ષા ખંડ ના દરવાજા ખુલી ગયા. પરીક્ષાર્થીઓ ને પ્રવેશ આપવા મા આવ્યો. ગુરુ દ્રોણ હાથ મા પ્રશ્ર્નપત્ર સાથે સજ્જ છે.

પરીક્ષા ઘંટ વાગે છે.

ગુરુજી પરીક્ષા શરુ થયા નો ઇશારો આપે છે.

સૌ પ્રથમ દુઃશાસનનાં હાથમાં તીર - કમાન આપી, ઝાડ પર પક્ષી બતાવી, ગુરુજી કહે છે : પુત્ર દુઃશાસન, સામે ઝાડ પર રહેલા પક્ષીની આંખો ને વિંધવાની છે. એ પહેલા બોલ જોઉ, સામે વૃક્ષ પર તને શું દેખાય છે?

દુઃશાસન : મને પક્ષી ની આંખ દેખાઇ છે, ગુરુજી.

ગુરુજી ચોંકી ઉઠ્યા. અરે.! શિષ્ય, તને તો સમગ્ર સૃષ્ટિ, પૃથ્વિ, સૌર મંડળ એવુ બધુ દેખાતુ હતું ને.!

દુઃશાસન : ના ના ગુરુજી, મને તો માત્ર પક્ષીની આંખ જ દેખાઇ છે.

ગુરુજી વિચારમાં પડી જાય છે અને સહદેવ ને બોલાવે છે.

સહદેવ ને પણ એ જ પ્રક્રિયામાંથી પસાર થવાનુ કહ્યુ અને તેને શું દેખાઇ છે તે પૂછ્યુ.

સહદેવ : મને પક્ષીની આંખ દેખાઇ છે, ગુરુજી

ગુરુજી ચલીત થઇ ગયા. અરે પુત્ર, તને તો સમગ્ર વિશ્ર્વ અને ઈશ્વરની શ્રેષ્ઠ રચનાઓ ને એવુ બધુ દેખાતુ હતું ને.!

સહદેવ : ના ના ગુરુજી, મને તો માત્ર પક્ષીની આંખ જ દેખાઇ છે.

ગુરુ દ્રોણ મૂંજાયા. બરોબર એ જ વખતે બ્લેક ફોર્ચુનર આવી ને ઊભી રહી. પિતામહ ભિષ્મ બહાર નીકળ્યા. અને બૂમ પાડી : આજની પરીક્ષા કેન્સલ.. આજનુ પેપર ફૂટી ગયુ છે...


Rate this content
Log in