vaishali panchal

Children Stories Inspirational

4.9  

vaishali panchal

Children Stories Inspirational

મને તો ગમે સુંદર પર્યાવરણ

મને તો ગમે સુંદર પર્યાવરણ

3 mins
901


અરે આ શું ?કોરોના.. કોરોનાના ભયમાં તો વિદ્યાર્થિનીઓની શારીરિક માનસિક સ્થિતિ બગડી રહી છે. ઘરે રહીને બાળકો માત્ર સતત અને સતત મોબાઇલમાં રચ્યાપચ્યા રહે છે. એ જ વિચાર ધ્યાનમાં આવતા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન શ્રી વૈશાલીબેન પંચાલે કંઈક નવું કરવા વિચાર કર્યો. ત્યારે તેમના ઘરમાં પડેલા જુના છાપાના કાગળનો ઉપયોગ કરવાનો ઉપાય સૂઝ્યો. તેમણે છાપાના કાગળમાંથી નાની એવી ત્રણ બાજુવાળી ને યોગ્ય આકારની પેપર બેગ બનાવી જે માત્ર નજીવા ખર્ચમાં જ બની શકતી હતી.

શિક્ષિકાબેને વિચાર્યું કે બાળકો લોકડાઉનમાં ઘરે જ રહીને આવી પેપર બેગ બનાવે તો ઘણું સારું. તે માટે બેને પોતે જ ઘરે 100 પેપરબેગ તૈયાર કરી. આ બેગ કેવી રીતે બનાવવી ? કેમ બનાવવી ? શું ઉપયોગી છે ? શું વસ્તુની જરૂરિયાત છે ? તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનો વીડિયો બનાવ્યો.

બેનશ્રીએ તે વિડીયો તેમની શાળાના તમામ ધોરણના બાળકોના મોબાઇલના ગ્રુપમાં મોકલ્યો. તમને ખબર છે ! શું થયું ? બે દિવસ બાદ બધા બાળકોના ફોન આવવા લાગ્યાં. બેન આવી મોટી બેગ બનાવીએ તો ચાલે ને ? બેન મે તેના પર ડિઝાઇન કરી છે. આવા અનેક મજાના સંવાદો સાંભળ્યા. ધીમે ધીમે બેનના માર્ગદર્શનના વિડીયોથી તો બાળકોએ ખૂબ બધી પેપર બેગ ઘરે રહીને બનાવી. કોઈ વિદ્યાર્થીએ 15. .20. .30. 40. .50... એમ જોતજોતામાં શાળાના બાળકોએ ૮૦૦ જેટલી પેપર તૈયાર કરી દીધી. શાળા બહારના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પણ તે બેનના આ કાર્યમાં ઘણો એવો સાથ સહકાર આપ્યો હતો. બેન વિદ્યાર્થીઓના ઘરે જઈને તે બનાવેલી તેમની પેપરબેગ લાવતા હતા. વિદ્યાર્થીઓને આ પેપર બેગનો મુખ્ય હેતુ સમજાવ્યો હતો. પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી. વર્ષો સુધી એમને એમ જમીનમાં રહે છે.આજ પ્લાસ્ટિકને ગાયના પેટમાં મોટા જથ્થા સ્વરૂપે ઓપરેશનથી બહાર કાઢવામાં આવે છે ત્યારે પશુઓ મૃત્યુ પણ પામે છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે.

બાળકો એ બનાવેલી પેપર બેગના 50 નંગના બંડલ બનાવી તેને સુંદર રંગીન પટ્ટી વડે પેક કરી. ત્યારબાદ પોતે મહેસાણા શહેરમાં આવેલી વિવિધ મેડિકલ સ્ટોર્સમાં તેનું વિતરણ કરવા લાગ્યા. દરેક સ્ટોર્સ તરફથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. બાળકોના કામને તેમણે બિરદાવ્યું અને ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવી.

આ બનાવેલી બેગમાં મેડિસિન, ટ્યુબ, ઇન્જેક્શન ,સીરપ, ટેબલેટ જેવી નાની મોટી વસ્તુ સારી રીતે તેમાં સમાઇ જતી હતી સેનેટરી પેડ જેવી વસ્તુઓ પણ તેમાં સહેલાઈથી મૂકી શકાતી હતી. શિક્ષણ સાથે બેનશ્રીએ બાળકોને પર્યાવરણને બચાવવા માટે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સુંદર પ્રવૃત્તિ કરી હતી તે સોશિયલ મીડિયા પર પણ આ નવતર કાર્યને પ્રસારિત કરવામાં આવ્યું હતું.

બાળકો થોડાક સમય માટે મોબાઇલનો ઉપયોગ ઓછો કરીને પ્રવૃત્તિમાં જોડાવા લાગ્યા હતા. વાલીઓ પણ ખૂબ ખુશ થયા હતા બેનશ્રી એ પોતે જ પોતાના ઘરેથી છાપા લાવીને બાળકોને આપ્યા હતા.

જ્યારે શાળા ખૂલી ત્યારે પણ શાળાના બાળકો આ પ્રવૃત્તિ કરવા માટે ઉત્સુક હતા. તેમના ઉત્સાહને જોતા બેનશ્રીએ તેમને સમજાવ્યા કે પ્રથમ શિક્ષણ કાર્ય કરી પછીના સમયમાં જ આ પ્રવૃત્તિ કરવી. બેનશ્રીએ પોતાના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓને કાપડની થેલીનું વિતરણ કર્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો સંદેશો વહેતો કર્યો. બેનશ્રીએ નાની એવી શરૂઆત કરી પર્યાવરણને સુંદર અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો. પર્યાવરણ સ્વચ્છ તો સ્વાસ્થ્ય પણ સ્વસ્થ.

                


Rate this content
Log in

More gujarati story from vaishali panchal