માતા - પિતા
માતા - પિતા
શરુ ક્યાંથી કરું અને ક્યાં પૂરું કરું
કેમ કહું તમને શું કર્યું એમણે મારા માટે ?
શબ્દો તો ઘણા જ લખવા માટે
પણ શું એ પૂરતા છે એમની લાગણીઓ બતાવવા માટે ?
જન્મ સમયે શું સમય હતો એ ક્યાં ખબર છે મને,
સમય હંમેશા સારો જ રાખ્યો છે એમણે મારા માટે,
કંઈ કેટલીયે વેદના સહન કરી હશે એ ક્યાં ખબર છે મને
ચેહરા પર હંમેશા મુસ્કાન રાખી છે એમણે મારા માટે,
શાળાએ જતી વખતે ચોપડા કેવી રીતે આવતા ક્યાં ખબર છે મને
આંખોમાં કેટલાયે સપના સેવ્યા હતા એમણે મારા માટે,
ગમતી વસ્તુઓ અને રમકડાં ક્યાંથી આવતા એ ક્યાં ખબર છે મને
પોતાની કેટલીયે ઈચ્છાઓ જતી કરી હશે એમણે મારા માટે,
વળાવી હતી જયારે મને સાસરે કેટલી વેદના હશે એ ક્યાં ખબર છે મને
'મારી દીકરી ને સાચવજો' એવી ભલામણ કરી હતી એમણે મારા માટે,
સાચી ખબર પડી મને જયારે એક દીકરીની માં બની
હું નહિ કરી શકું એટલું જેટલું કર્યું એમણે મારા માટે,
નથી સરખાવવા કદી મારે એમને ભગવાન સાથે
એ તો જન્મદાતા જ મારા માટે,
કારણ ભગવાન તો આપે છે સુખ અને દુઃખ બંને
હંમેશા સુખની યાચના કરી છે એમણે મારા માટે,
કરવી છે ભગવાનને એક જ વિનંતી આજે મારે
દરેક જન્મમાં એમની જ દીકરી બનું, કરજો એટલું મારા માટે,
શબ્દો તો ઘણા જ છે લખવા માટે
પણ શું ખરેખર પૂરતા છે માતા-પિતાની લાગણીઓ બતાવવા માટે ?
