STORYMIRROR

krinal rabari

Others

3  

krinal rabari

Others

મારું સપનું

મારું સપનું

1 min
273

જયારે હું ધોરણ ૧૦ માં ભણતી હતી. ત્યારે વર્ષના અંતમાં બોર્ડની પરીક્ષાઓ લેવાની હતી. અને મારા માતા પિતા ભગવાનને એક જ પ્રાર્થના કરતાં કે હું સારા માર્ક્સ દ્ધારા આ ધોરણમાં ઉત્તીર્ણ થઉ.મારા માતા પિતાનું એક જ સ્વપ્ન કે હું ધોરણ ૧૦_૧૨ અને કોલેજમાં અભ્યાસ કરી સારી એવી જોબ મેળવું.

 સાંજનું શાંત વાતાવરણ હતું, પક્ષીઓનો ધીમો ધીમો અવાજ સંભળાતો હતો. સૂર્યાસ્ત થવાની તૈયારી જ હતી અને હું ઘરકામ કરતી હતી. તે સમયે મારા માતા પિતા એ મને ધીમે રહીને કહ્યું 'બેટા ભણવામાં વધારે ધ્યાન આપજે અને ખૂબ મહેનત કરજે તારે અમારી જેમ કામ ન કરવું પડે માટે ખૂબ જ પરિશ્રમ કરજે. ' અને તેના બે દિવસ માં જણાવવામાં આવ્યું કે તમને ધોરણ ૧૦ માં સીધા જ પાસ કરવામાં આવ્યા છે. ત્યારે મારા પરિવારના લોકો એ કહ્યું કે તું ૧૧_૧૨ માં ભણવાની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરિક્ષાની પણ તૈયારી કર. અને મે ૫ થી ૧૦ ના પાઠયપુસ્તકથી વાંચવાની શરૂઆત કરી. આની સાથે સાથે મારું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે તે માટે યોગ તથા કસરત પણ દરરોજ કરું છું.

 મારા જીવનનું એક જ લક્ષ્ય છે કે હું ગમે તે પરિસ્થિતિમાં મારા સ્વપ્ન પુરા કરી અને મારા માતા પિતાનો ઋણ અદા કરી શકું.


Rate this content
Log in

More gujarati story from krinal rabari