Nishtha Vachhrajani

Others

4.7  

Nishtha Vachhrajani

Others

મારો યાદગાર કવોરન્ટાઇન અનુભવ

મારો યાદગાર કવોરન્ટાઇન અનુભવ

8 mins
541


મારા સ્નેહીજનો, મિત્રો ને વેલ વિશર માટે આ પોસ્ટ મૂકી રહી છું. અમે ૨૧ માર્ચના રાતે ભારત પાછાં આવી ગયા છીએ. ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં ઘણો જ રોમાંચક રહ્યો પણ એની વાત પછી ક્યારેક.) અમે ઓસ્ટ્રેલીયાથી અહીં આવવા નીકળ્યા તેના ૧-૨ દિવસ પહેલાંથી આપણી સરકાર સ્ટેપ બાય સ્ટેપ એકશનમાં આવી ગ‌ઈ હતી. શાળા-કોલેજ બંધ કરવાનો, વિદેશથી આવતા લોકોએ હોમ કવોરન્ટાઇન રહેવાનો ને ૨૨ માર્ચથી બધી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ને વિદેશથી આવતા પ્રવાસીઓના હાથ પર 'હોમ કવોરન્ટાઇન'નો સિક્કો મારવાનું શ‌રૂ થયું હતું.( મને સૌથી વધારે ડર આ સિક્કાનો લાગતો હતો.)

આખરે, ૨૧ માર્આચવી ગઈ ને અમે એર ઇન્ડિયા ફ્લાઈટમાં દિલ્હી આવવા નીકળ્યા. અમે ખુશ હતાં કે અમારી ટિકીટ્સ 21st ની હતી એટલે ભારત પહોંચી જઈશું. અમે માસ્ક, સેનિટાઈઝર ને ગ્લોસથી સજ્જ થઈને ફ્લાઈટમાં ચઢ્યાં. બધાજ પ્રવાસીઓની હાલત અમારા જેવી જ હતી. અમારી આગળની સીટમાં બેઠેલી યુવતીએ તો સીટનાં હેન્ડલ્સ્ અને ટીવી સ્ક્રીનને ફેસિયલ વાઈપ્સથી સાફ કર્યા. કોઈને અમસ્તી છીંક કે ઉધરસ આવે તો લોકો એની સામે જોવા લાગતાં.

અમારી પાસે ફલાઈટમાં જ સેલ્નાફ ડીકલેરેશન ફોમ્સૅ ભરાવ્યાં ને એમાં નામ, પાસપોર્ટ નંબર, ફલાઈટ નંબર, ક્યાંથી આવ્યાં, ક્યાં જવાનાં ? તમને શરદી,ખાંસી કે તાવ છે કે નહિ ? અન્ય કોઈ ડિસિઝ હોય તો એ પણ જણાવવાનું હતું. જેવાં અમે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા એવાં બધા જ પેસેન્જસૅના ફોમ્સૅ ચેક કરવામાં આવ્યાં કે બધાએ ફોમ્સૅ ભયૉ છે કે નહિ ? જેમણે હજી સુધી ભર્યા ન હતાં તેમની પાસે ભરાવાયાં. ત્યારબાદ, થોડું આગળ ચાલ્યા ત્યાં 2-3 ઓફિસર ઉભા હતાં એમણે અમારા બધાં પાસેથી ફોર્મની એક- એક કોપી લઇ લીધી. ત્યાંથી થોડાં આગળ વધ્યાં ત્યાં વન બાય વન બધાનું ટેમ્પરેચર લેવાયું. કોઈને શરદી કે ખાંસી નથી ને એ પૂછવામાં આવ્યું. અમારા માટે આ અનુભવ નવો હતો સાથે સાથે એક આશ્ચર્યને રોમાંચ થતો હતો કે શું સાચે જ આપણે ભારતમાં છીએ ? અત્યાર સુધીની કોઈપણ સરકારને આપણે આવા એક્ટીવ સ્ટેપ લેતાં જોઈ નથી. આવા સ્ટેપ્સ તો વિદેશોમાં હોય આપણાં દેશમાં ક્યાંથી ? એટલે જ થયું કે સરકાર ધન્યવાદને પાત્ર છે.

ત્યાંથી આગળ અમારી હેન્ડબેગ, જેકેટ, મોબાઇલ વગેર નું રેગ્યુલર ચેકિંગ થયું. હવે, ઈમિગ્રેશન કોર્નર પર જવાનું હતું. ત્યાં સેલ્નીફ ડીકલેરેશન બીજી કોપીને પાસપોર્ટ આપવાના હતાં. ત્યાં બેઠેલાં ઓફિસરે બધું ચેક કર્યું ને માસ્ક ઉતારાવીને અમારા ફોટો લેવડાવીને ફોર્મની કોપી પોતાની પાસે રાખીને અમને પાસપોર્ટ આપી રવાના કર્યા. મને ડર હતો કે અહીં મારા હાથ પર 'હોમ કવોરન્ટાઇન' નો સિક્કો મારશે એ સિક્કો ન મારવામાં આવ્યો એટલે થોડી હાશ થઇ. 

હવે, દિલ્હીથી અમદાવાદની ફલાઈટમાં બેઠાં. આ ફલાઈટમાં પેસેન્જસૅ બિન્દાસ્ત જોવા મળ્યાં. અમુક લોકોએ માસ્ક જાણે કે દેખાડા પૂરતાંજ પહેર્યા હતાં. વારેવારે માસ્ક ઉતારી ક્યારેક એકબીજાની સાથે તો ક્યારેક ફોન પર વાત કરતાં જોવા મળ્યાં. વળી, કેટલાકે તો ગળામાં માસ્ક પહેર્યા હોય એવું લાગ્યું. અમને આ ફલાઈટમાં પણ સેલ્ફ ડીકલેરેશનના પહેલાં જેવા જ ફોમ્સૅ આપ્યાં. એકાદ પેસેન્જરે તો એરહોસ્ટેસને પૂછ્યું પણ ખર‌ું કે અમે આ ફોર્મ આગળની ફલાઈટમાં ભરીને આવ્યાં તો ફરી ભરવાનું ? એરહોસ્ટેસે ત્યારે કહ્યું કે આ ફોર્મમાં તમારો ફલાઈટ નંબર ને ગંતવ્ય સ્થાન અલગ હશે. એના પરથી તમારો ટ્રેક રાખી શકાશે. ત્યારે વિચાર આવ્યો કે ખરેખર, સરકારે ખૂબ સમજી વિચારીને આ સ્ટેપ્સ લીધાં છે. 

આમ, અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. ત્યાં પણ ફરી અમાર‌ું ટેમ્પરેચર લેવામાં આવ્યું કોઈ તકલીફ તો નથી ને ? એ પૂછવામાં આવ્યું ને ફોર્મની એક કોપી લ‌ઈ લેવામાં આવી. મેં એ નોટીસ કર્યું કે દિલ્હી એરપોર્ટ કે અમદાવાદ એરપોર્પટર આટલા બધા પેસેન્જસૅ ઉતરતાં હોવા છતાં ને આટલું ચેકિંગ હોવા છતાં ક્યાંય ભીડ કે ધક્કામુક્કી ન હતાં. એરપોર્ટનો સ્ટાફ ઘણો જ કોઓપરેટીવ લાગ્યો ને આપણાં લોકોએ પણ અનુશાસનનું પાલન કર્યું. લોકોમાં પણ જાણે કે રાતોરાત એવી સમજણ આવેલી લાગી કે સરકાર જે કરે છે એ આપણા ને આપણાં પરિવારજનોના હિતમાં જ છે.

હવે, અમને સામાનલઈ લેવા માટે કહેવામાં આવ્યું. અમે સામાન લઈને ટેક્ષી કરી ઘરે આવવાનું વિચારતાં હતાં ત્યાં એરપોર્ટ સ્ટાફમાંથી કોઈ લેડી આવી ને એણે કહ્યું કે પહેલાં એરપોર્ટ પર હાજર મેડીકલ ટીમને મળવાનું છે એટલે અમે એ લોકો હતાં એ દિશામાં ગયાં. ત્યાં જઈને જોયું તો ૧૨-૧૫ ટેબલ્સ પર ડોક્ટર્સની ટીમ બેઠેલી હતી.( દરેક ટેબલ પર બે ડોક્ટર્સ). બધા જ પેસેન્જસૅે વન બાય વન ત્યાં જવાનું હતું. ત્યાં કોરોનાનો જ્યાં વધુ ફેલાવો થયો છે એવા દેશો જેવા કે ચાઈના, ઈટાલી વગેરે દેશોના નામનું લિસ્ટ મોટા અક્ષરે લખીને મૂકેલું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા ન હતું એટલે અમે પૂછ્યું કે અમારે જવાનું ? તો ત્યાં હાજર હતા એ મેડિકલ ટીમના સિનિયર હેડ જેવા એક વ્યક્તિએ અમને જણાવ્યું કે ત્યાં જે દેશોનું લિસ્ટ લાગ્યું છે એ ૧૦ દિવસ જૂનું છે હવે. વિદેશથી આવતા તમામ પ્રવાસીઓને મેડીકલ ટીમ પાસે જવાનું જ છે. હું તો આ જોઈને અભિભૂત થઈ ગઈ કે, *ઓહોહો!! ક્યાં બાત હૈ* ખરેખર, ખૂબ સારી વ્યવસ્થા કરી છે કહેવું પડે...!!

 મેં ત્યાં એ નોટીસ કર્યું કે મેડિકલ ટીમના સિનિયર સભ્યો ઉભા હતાં ને અમારા જેવાં પેસેન્જસૅને પ્રોપર ગાઈડલાઈન્સ આપતા હતા. ( ને એ પણ જરાયે અકળાયા કે કંટાળ્યા વગર) હવે, એમાંના ૨-૩ મેડિકલ ટીમના સિનિયર સભ્યો અમારી પાસે આવ્યાં ને અમને કહ્યું કે તમને ખ્યાલ હશે કે તમારે હવે ૧૪ દિવસ કવોરન્ટાઇન રહેવું પડશે. તમારા ઘરની બહાર હોમ કવોરન્ટાઇનનું સ્ટીકર લગાવવામાં આવશે. સરકાર તરફથી તમને ૧૫ દિવસ ચાલે એટલું અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તમે ઘરની બહાર નહિ નીકળી શકો કે તમને મળવા પણ કોઈ નહીં આવી શકે. જો તમે ઘરની બહાર નીકળ્યા તો પહેલાં તમને હોસ્પિટલમાં લાવી ચેક અપ થશે ને ત્યારબાદ તમને ૬ મહિનાની જેલ થશે. આ એક વિકલ્પ છે અને બીજો વિકલ્પ એ છે કે તમે સરકારે નક્કી કરેલી હોટલ અથવા સ્પોર્ટ્સ ક્લબમાં રહી શકો છો તમારો રહેવા ખાવાનો ખર્ચ સરકાર કરશે ને ડેઈલી તમાર‌ું મેડીકલ ચેકપ થશે.તમને કોઈ તકલીફ લાગે તો એમને તમે જણાવવી શકશો ને મને તો કહ્યું કે તમે બરોડા રહેતાં હોવ તો તમારે અહીંથી સીધી ટેક્ષી કરી બરોડા જતાં રહેવું પડે આ નિયમ છે. આ મેડિકલ ઓફિસરે અમને સમજાવ્યું કે આ જે પગલાં લેવાઇ રહ્યા છે એ આપની તથા આપના પરિવારની ભલાઈ માટે છે. આપણે દેશને કોરોનાથી બચાવવાે જરૂરી છે ત્યારે એ ઓફિસર મને ઘરના કોઈ સહ્રદયી વડિલ જેવાં લાગ્યાં. જે આપણા હિત માટે થોડી સખતાઈની સાથે પ્રેમથી સમજાવે છે. આ મેડિકલ ટીમના સભ્યો જે નિઃસ્વાર્થ ભાવે આ સેવા કરે છે એ જોઈને

એમનામાં માનવતા સાથે પ્રભુતાનાદર્શન થયાં. 

હવે, અમારે નક્કી કરવાનું હતું કે શું કરવું ? અમદાવાદમાં મારા પેરન્ટસ રહે પણ એ પણ મારી સાથે હતાં. મારો ભાઈ પણ અમારી સાથે હતો એટલે ત્યાં ઘરે જઈએ તો આઇસોલેશન શકય ન લાગ્યું કેમ કે ઘરે જઈએ તો રોજિંદા કામકાજ ને રસોઈ કરવા પડે તો એ પરિસ્થિતિમાં આઇસોલેશન સચવાય નહિ ને એકબીજાના જર્મ્સ લાગે.વળી, થયું કે સોસાયટીના રહીશોને પણ ડર લાગે કે આ લોકો વિદેશથી આવ્યાં છે ને ક્યાંક આપણને કોરોના ના થઈ જાય. વળી, એ ઓફિસરે મને કહ્યું કે તમે જો અમદાવાદમાં તમારા ફાધરના ઘરે રહેવાના હોવ તો ત્યાંનું એડ્રેસ લખાવજો ને અમે ગમે ત્યારે આ 14 દિવસમાં તમાર‌ું મેડિકલ ચેક અપ કરવા આવીએ તો તમે એ એડ્રેસ પર મળવા જોઈએ. અમે નક્કી કર્યું કે આપણે સરકારે કવોરન્ટાઇન રહેવા જે વ્યવસ્થા કરી છે એમાં જ જઈએ એ જ આપણા હિતમાં છે.

હવે, અમારે ટેબલ પર બેઠેલા ડોક્ટર્સ પાસે જવાનું હતું. સેલ્ફ ડીકલેરેશન ફોર્મની બીજી કોપી ને પાસપોર્ટ એમને બતાવવાના હતાં. એમણે પાસપોર્ટ લખેલ નામ ને એડ્રેસ સાથે ફોર્મમાં ભરેલ નામ ને એડ્રેસ ચેક કર્યા. વળી, અમદાવાદમાં રહેતા કોઈ સગાનો નંબર આપવા કહ્યું તો મે મારા મામાનો નંબર આપ્યો. (જે સમગ્ર ગુજરાતની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ છે.) એમણે એ નંબર ડાયલ કરીને એ નંબર વેરીફાય કર્યો ને મને ઓળખે છે કે કેમ ? એમ પૃચ્છા પણ કરી. તમે માનશો ? અત્યાર સુધી જે સરકારો આવી ત્યારે કોઈને આટલી પ્રમાણિકતા ને ડેડીકેશનથી કામ કરતાં જોયા છે ? અહીં પણ અમારા હાથ પર સિક્કો ન લાગ્યો એટલે ખૂબ મોટી હાશ થઇ.

હવે, અમને નવરંગપુરામાં આવેલી હોટેલ પ્રેસીડેન્ટમાં લ‌ઈ જવાનું નક્કી થયું.એ માટે ત્યાંથી બસમાં બેસાડી અમને હોટેલ સુધી મૂકી ગયાં ને અમારા પાસપોર્ટ હોટલના રિસેપ્શન પર જમા કરાવી દેવા માટે ક્હ્યું ને અમને ચારેયને સેપ્રેટ રૂમ્સ આપવામાં આવી જેથી આઇસોલેશન નો મૂળભૂત હેતુ સચવાય. અમે જ્યારે હોટલના રૂમમાં પહોંચ્યાં ત્યારે રાતના ૧૦:૧૫ - ૧૦:૩૦ થયાં હતાં. થોડીવારમાં તરત જ અમારે માટે ડીનર ની વ્યવસ્થા કરવામાં આવી.

બીજા દિવસ સવારથી ૮:૦૦- ૮:૧૫ ની વચ્ચે હેવી બ્રેકફાસ્ટ સાથે ચા/ કોફી ત્યારબાદ, ૧:૦૦-૧:૧૫ ની વચ્ચે હેવમોર માંથી જેવું પેક લંચ આવે એવું લંચને રાતે ૮:૦૦ - ૮:૧૫ ની વચ્ચે એવું જ પેક ડીનર આવે છે. ડોક્ટર્સ રોજ આવીને ટેમ્પરેચર લઈ જાય છે ને બીજી કોઈ સ્વાસ્થ્યને લગતી તકલીફ હોય તો જણાવવા કહે છે. આજે અમારે અહીં આવે સાત દિવસ થયાં.

આ દિવસો દરમિયાન અમને હેલ્માંથ ડીપાર્થીટમેન્ટ ફોન આવ્યો કે તમને તાવ શરદી કે એવો કોઈ પ્રોબ્લેમ નથી ને ? ત્યારબાદ, નારણપુરા પોલીસ સ્ટેશનમાંથી પણ ફોન આવ્યો કે તમે ક્યાં છો ? તમારે હમણાં કવોરન્ટાઇન રહેવાનું છે. કયાંય બહાર નીકળવાનું નથી. એ તમારા ને તમારા પરિવારના હિતમાં છે. તમારા કોઓપરેશન બદલ આભાર. વળી, ગઈકાલે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાંથી ફોન આવ્યો કે તમને તાવ , શરદી કે ખાંસી નથી ને ? તબિયત કેવી છે ? તમે કવોરન્ટાઇન થયેલા છો તો તમને અમારી વ્યવસ્થા કેવી લાગે છે ? આપણે થોડાં દિવસ માટે સાચવવાનું છે. 

 મને તો એવું થાય કે આપણી આટલી બધી આત્મીયતા સાથે કેર આપણા ફેમિલી મેમ્બર્સ સિવાય કોણ કરે ? આ બધી વ્યવસ્થા કરવા માટે સરકારે કેટ-કેટલું વિચાર્યું હશે !આવા સંકટના સમયે બોલાયેલાં સહાનુભૂતિના બે શબ્દો પણ ઘણાં જ અમૂલ્ય છે.મને તો આપણી સરકારની આ કેરને આત્મીયતા સ્પર્શી ગયા. આજે એમ થ‌ઈ આવ્યું કે આપણે આપેલ વૉટ ફોગટ ગયો નથી.

આપણે ટીવીમાં જોતાં કે પેપસૅમાં વાંચતા હોઈએ કે સરકારે ટ્રીપલ તલ્લાક દૂર કર્યા કે કશ્મીરમાં ૩૭૦ની કલમ રદ કરી કે સ્વચ્છતા અભિયાન કર્યું કે વાંચે ગુજરાત અભિયાન કર્યું. આ બધા સાથે આપણે સીધા કોઈ રીતે સંકળાયેલા ના હોઈએ એટલે આપણે એમાં એટલું સમજીએ કે સરકાર જે કરે છે એ સારું ને સાચું છે. પણ, આજે મને જાત અનુભવ થયો કે સાચે જ આપણી સરકાર આપણા માટે જ ખડે પગે કામ કરે છે. સાચા અર્થમાં લોકો ની, લોકો દ્રારા બનાવાયેલી ને લોકો માટે જ કામ કરતી સરકાર છે.

અંતમાં એટલું જ કહીશ કે જો આપણી સરકાર આપણા માટે આટલી બધી સજાગ હોય તો એને સહકાર કરવો એ આપણી ફરજ છે. વળી, એ તો કહેવાયું છે ને કે, વિના સહકાર નહિ ઉધ્ધાર.

જય જય ગરવી ગુજરાત,

જય ભારત.


Rate this content
Log in

More gujarati story from Nishtha Vachhrajani