મારો પત્ર
મારો પત્ર


દ્વારિકા જગતમંદિર
"સૌ પ્રથમ તો આ સૃષ્ટિના નાથ તથા સૌના દુઃખહરનાર ને મારા શત શત નમન"
હે દ્વારિકનાથ ! તમારા દ્વાર પર આવી ને શીશ ઝૂકાવું ત્યારે એવું લાગે કે, જાણે વૈકુંઠધામનાં દ્વાર મળ્યા. આ મારો એકનો નહિ, પરંતુ તમારા દરેક ભક્તનો અનુભવ હશે. છેલ્લા ઘણા સમયથી તમારા ધામે આવીને શીશ ઝૂકાવવાની મારી ઈચ્છા મનની મનમાં રહી ગઈ છે. તમારા ધજાના દર્શન માત્રથી ,જે શાંતિ મળે છે એ દુનિયાનાં એકેય છેડે નહિ મળી હોય. ગોમતીઘાટ પર આવી ને ગોમતીજીના પાણી ને શરીર પર લગાવાનું ભૂલતી નથી મારા પાપ ધોવાઈ જાય એટલે નહીં પરંતુ તમારા આશીર્વાદ મળી રહે તે માટે ત્યાં જઈ નમન કરું છું.
સુદામા ને મળવા માટે તો તમારું નામ ને ધામ આપી દીધું પણ હું તો તમારા ધામે આવી શીશ ઝૂકાવું ત
ો પણ દર્શન નથી મળતા એનું શું? ભક્તોની ભીડને કારણે એટલું માણસોનું મહેરામણ ઉમટી પડે છે, કે અમુક વખતે તમારા દર્શન તમારા મંદિરમાં તમારી મૂર્તિની સામે મૂકેલ દર્પણમાં કરવા પડે છે.
હે ભગવાન ! આ આવેલી મોટી મહામારી ના કારણે તામારા ધામ માં પગ મૂકવા પર પ્રતિબંધ મૂકાયો છે, હું માનું છું કે આ અમારાજ કુકર્મ નું ફળ છે.પરંતુ,અમે બધા તમારા જ બાળકો છીએ. અમારી જિંદગીનો સહારો તમેજ છો, તમે અમને માફ નહિ કરો તો કોણ કરશે? જેમ એક પિતા પોતાના બાળક ને સજા આપી માફ કરી દે છે, તો આટલી સજા ઘણી છે તેમ સમજી ને તમે પણ તમારા બાળકોને માફ કરી દો મારી આટલીજ ઈચ્છા છે.
જે ભૂલ-ચૂક હોય તે માફ કરજો અને આ કષ્ટમાંથી બધા ને મુક્તિ આપજો.
તમારી ભક્ત,
સુમન.