STORYMIRROR

Sapna Savaliya

Others

4  

Sapna Savaliya

Others

મારો પડછાયો

મારો પડછાયો

1 min
0

ક્યારેક આગળ, તો ક્યારેક પાછળ ચાલે છે,

એ મારો પડછાયો, સદાય મારી સાથે મ્હાલે છે.

દુનિયા ભલે છોડી દે સાથ મઝધારમાં મારો,

પણ એ અંધારામાંય મારી અંદર ઓગળી જાય છે.

​નથી એને કોઈ ફરિયાદ, નથી એને કોઈ આશા,

મૌન રહીને સમજે છે એ મારી દરેક ભાષા.

ધૂપમાં બને છે એ મારી શીતળતાની છાયા,

જાણે ઈશ્વરે રચી હોય મારી જ એક માયા.

​ભલે હોય એ કાળો, પણ મારો અરીસો છે,

મારા અસ્તિત્વનો એ એક અનોખો હિસ્સો છે.

લોકો તો બદલાતા રહે છે સમયની સાથે,

પણ મારો પડછાયો જ અંત સુધી રહે છે સાથે.


halfdream..... sapna 


Rate this content
Log in

More gujarati story from Sapna Savaliya