લોકડાઉન
લોકડાઉન
બાવીસ એપ્રિલ એટલે કે લોકડાઉન નો આજે પૂરો એક મહિનો થયો..બાવીસ માર્ચે જ્યારે કરફયુ જાહેર કર્યો હતો એક દિવસ માટે... પછી પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને દિવસો વધારવા લાગ્યાં અને વધારવા પડ્યા..
તો ત્યારે થોડું અજીબ લાગતું હતું સવારે ઉઠ્યા, બાલ્કની માં જોયું તો રસ્તા બિલકુલ ખાલી... નાં કોઈ મનુષ્યની અવરજવર... નાં વાહનોનો ઘોંઘાટ કે પ્રદૂષણ... નાં કોઈ માણસોનો કોલાહલ... નાં કોઈ સ્ત્રીઓનાં ટોળાં વચ્ચે થતો અવાજ... નાં કોઈ સ્કૂલે કે ટ્યુશન એ જતાં બાળકોનાં અવાજો... નાં કોઈ સ્કુલ નાં શિક્ષકોના બાળકોને ચૂપ કરવાના અવાજ... નાં કોઈ નાના બાળકો કે જેને સ્કૂલે પરાણે જવું પડતું હોય તેના રડવાના અવાજ...નાં કોઈ સાયકલની ઘંટડી નો અવાજ... નાં કોઈ મિલ્કમેન નાં ગાડી નાં હોર્ન નો ઘોંઘાટ... નાં કોઈ ધરડા લોકો નાં મંદિર તરફ જવાની ચહલપહલ... નાં કોઈ મંદિરનાં ઘંટનો રણકાર... નાં કોઈ દુકાનો નાં શટર ખૂલવાનો અવાજ... નાં કોઈ ઓફિસઓ નાં લોક ખૂલવાનો અવાજ... નાં કોઈ રિક્ષા કે બસ નાં હોર્ન નો અવાજ...નાં કોઈ ચા ની લારી પર ચા ની કીટલી નો અવાજ... જેઠાલાલ નાં ફેવરિટ ફાફડા-ખમણ નાં નાસ્તા ની દુકાનો પર ભાઈ પાંચસો ગ્રામ કે ભાઈ એક કિલો કરી દો,નો પણ નાં કોઈ અવાજ...
કેટલાંય આવા જાતજાત નાં ગમતાં કે અણગમતા અવાજો આપને હમણાં યાદ કરીએ છીએ.. આ અવાજો ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુ ઓ આપણે સંભારીએ છીએ...
એવું લાગ્યું કે વિશ્વ આખું સૂમસામ બની ને બેઠું છે...આખરે આ કુદરત નો પ્રકોપ છે!...બધાંને શ્વાસ લેતાં બંધ કરીને પોતે શુદ્ધ હવા મેળવી રહ્યું છે... મનુષ્યનાં મોં પર માસ્ક પેહરાવીને પોતે ખુલ્લેઆમ ફરી રહ્યું છે... દરરોજ ને દરરોજ બહાર ડોકિયાં કાઢતાં મનુષ્યોને ઘરમાં પૂરીને પોતે આજ વિહરી રહ્યું છે... "હું જ માત્ર" "મને કશું ના થાય" રૂપી વલણ ધરાવનાર મનુષ્ય ની બોલતી બંધ કરાવીને તેને આજે ઘર ની ચાર દીવાલો વચ્ચે બેસતો કરી દીધો છે... આખરે નમવું જ પડ્યું બધાં મનુષ્યને કુદરત સામે... એ પણ કોઈ નાત - જાત , ગરીબ - અમીર નાં ભેદભાવ વગર...લાગે છે કે કુદરત એ માનવજાત ને આ લૉકડાઉન રૂપી એક તમાચો માર્યો છે... જેમ નાના બાળકો ને કોઈ થપ્પડ મારે તો તે કેવો શાંત બેસી જાય એક ખૂણામાં જઇને તે જ રીતે કુદરત એ મારેલી આ એક થપ્પડ છે...
આજે એક મહિનો થયો.... કેટલુંય પરિવર્તન આવી ગયું બધાની લાઈફ માં... અને કોરોના વાયરસે પરિવર્તન લાવી પણ દીધું... હવે આદતી થઈ ગયાં..
સગવડો - અગવડો બધાની વચ્ચે આપણે ટાઈમ પસાર કરીએ છીએ... વધારે તો અગવડો માં જ ટાઈમ વિતાવીએ છીએ, પણ આ અગવડો ની પણ હવે આપણને આદત પડવા લાગી.. ચાલે છે ને ચલાવીએ છીએ... એ તમને ને મને બધાને ખ્યાલ છે...
પણ મારાં મારા મત મુજબ કહું તો માણસ ને ગમે તેટલી સગવડો આપીએ ઓછી જ પડે... તો પણ કોરોના એ બધાને આં અગવડો વચ્ચે રહેતા શિખડાવી દીધું (અપવાદ)...
મારો પર્સનલ અનુભવ કહું તો હમણાં 4-5 દિવસ પહેલાં અમારાં ગ્રાન્ડમધર નું દુઃખદ અવસાન થયું.(ભગવાન તેમનાં આત્મા ને શાંતિ અર્પણ કરે).. તો તેમની અંતિમ યાત્રામાં કે વિધિમાં કોણ? ઘર નાં હાજર સભ્યો.. કોઈ આવી નાં શકે કે કોઈને કહેવાય પણ નહિ... શોકસભા કે એવું કંઈ જ નઈ... ટેલિફોનીક રીતે બધું કરવાનું... તો મારાં મનમાં એ જ વિચાર આવ્યો કે સમય તો જુવો... કેટલીય વસ્તુ આપણે ચલાવવી પડે છે... નઈ તો રૂટિન લાઈફ માં આવી કંઇક ઘટના બને તો એમ કહે બધાં કે આમ કરવું પડે તેમ કરવું પડે.... આના વગર નાં ચાલે તેના વગર ના ચાલે... આ વિધિ તો કરવી જ પડે... પેલું કરવું જ પડે... ને હવે? ચલાવીએ છીએ આપણે?! તો કે હાં! ચલાવીએ છીએ... આવી પરિસ્થતિમાં થોડી નવાઈ લાગે કે કેવું કોરોનાનું પ્રચંડ રૂપ !
એક માણસ બીજા માણસ થી ડર લાગવા લાગ્યો એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કોરોના થી..
આપણી જનરેશન ની આ એક એવી મહાવિલય ઘટના કે લોકોને લાઈફટાઈમ યાદ રહેવાની છે.. આવી ઘણી આફતો જોઈ અને અનુભવી,, પરંતુ તે માત્ર એકાદ અઠવડિયા પૂરતી કે માત્ર કોઈ એક રાજ્ય કે દેશ પૂરતી... પરંતુ આખા વિશ્વ આ ઘટના નો સામનો કરી રહ્યો છે અત્યારે.
પ્રાર્થના કરીએ કે જલદીથી આ મહામારી માંથી બહાર આવી જઈએ આપણે.. અને એ પણ આપણાં હાથમાં જ છે.."સ્ટે હોમ સ્ટે સેફ"