STORYMIRROR

KUNJAL MALI

Others

3  

KUNJAL MALI

Others

લોભનું ફળ

લોભનું ફળ

1 min
249

એક ગામ હતું. તે ગામમાં એક કુતરો રહેતો હતો. તેનું નામ ડાઘીયો કુતરો હતો. આ કુતરો સ્વભાવે લોભી અને ક્રૂર હતો. તે હમેશા બીજા કુતરાઓને મારતો રહેતો હતો. તેને ગમે તેટલું ખાવાનું મળે તો પણ સંતોષ થતો નહિ. તે બીજા કુતરાઓને પણ કશું ખાવા દેતો નહિ.

એકવાર એ ડાઘીયા કુતરાને ગામના ઉકરડામાંથી એક હાડકું મળ્યું. હાડકું જોઈને તે રાજી રાજી થઈ ગયો. કેમકે તેને હાડકું ખુબ ભાવતું હતું. તે હાડકું લઈને ગામની ભાગોળ તરફ ગયો. ત્યાં એક તળાવ હતું. તે તળાવ ખૂબ જ ઊંડું હતું. તેમાં પાણી પણ ખૂબ હતું. ડાઘીયો કુતરો મોમાં હાડકું લઈને તળાવના પાણીમાં ગયો. ત્યાં પાણીમાં તેને પોતાનો પડછાયો દેખાયો. તેનાં મોમાં હાડકું હતું, એટલે તેને પડછાયાવાળા કુતરાના મોમાં પણ હાડકું દેખાયું.

પેલા પાણીમાં રહેલા કુતરાના મોમાં હાડકું જોઈને તેણે એ હાડકું પડાઈ લેવાની લાલચ જાગી. અને તે પેલા પાણીવાળા કુતરાની સામે ભસવા લાગ્યો. આમ જોર જોરથી ભસવા જતાં તેનાં મોમાંથી હાડકું તળાવના પાણીમાં પડી ગયું. આમ બીજાનું હાડકું લેવાની લાલચમાં તેણે પોતાનું હાડકું પણ ગુમાવ્યું. એટલે જ તો કહેવાયું છે, કે લોભને કોઈ થોભ નથી.


Rate this content
Log in

More gujarati story from KUNJAL MALI