heena sinroja

Children Stories Inspirational

3  

heena sinroja

Children Stories Inspirational

લીટલ બુધ્ધા

લીટલ બુધ્ધા

2 mins
184


એણે સવારથી જ એક રટ લીધી. દાદા મારે પણ તમારી જેવું જ શિલ્પકામ શીખવું છે ! મારો જીવ અધૂરી મૂર્તિને આખરી અંજામ આપવામાં મશગુલ હતો. છતાં એની નાનકડી આંગળીઓ મને એને શીખવાડવા માટે પ્રેરીત કરી રહી. મારાં ગળે વહાલથી ચોંટીને એણે લાગણીપૂર્વક કહ્યું. મેં મારાં તર્કનો ઉપયોગ કર્યો. મેં શરદને એને એક સરસ મજાનો પથ્થર ગોતી લાવવાનું સૂચન કર્યું. અને આ દરમ્યાનમાં બુધ્ધની એ પ્રતિમાને પૂર્ણ કરી, એમાં પ્રાણ પૂર્યાં. 

શરદે પણ એનું બાળપણ શોધવા આયુષ સાથે પથ્થર લાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું !

એક સરસ મજાનો ખડક જેવો આકૃતિ બની શકે તેવો થોડોક લીસો અને થોડોક ખરબચડો પથ્થર નદી કિનારે જઈ અને શોધ્યો ખરો ! મને હતું કે; કદાચ એ બંને હા-ના હા-ના કરશે. પણ બે દિવસમાં આ શોધ પૂરી થઈ અને પછી એ દિવસે જમીને મેં આયુષને 'શિલ્પ- કામ' શીખવવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં તો એને કોતરણી એટલે શું એ અંગેની પ્રાથમિક સમજ આપી. ત્યારબાદ કોતરણી કરવાં જરૂરી ઓજારો વિશેની માહિતી આપી. અને પછી મેં એને કઈ આકૃતિ ગમે છે એ પૂછ્યું.

એણે મનમાં વિચારીને સરસ જવાબ આપ્યો:

" દાદા મારે લીટ્ટલ બુધ્ધા બનાવવાં છે ! "

હું સમજી ગયો. દાદા એવો દીકરો.

એને કાર્ટૂન પ્રત્યે એક અનોખો લગાવ. એટલે મેં એને 'કાર્ટૂન બુધ્ધા' શીખવવાનું નક્કી કર્યું. એટલે મને પણ હવે નવું કામ કરવાનો મોકો મળ્યો. અમે સૌ પહેલાં એની આંખો કેમ બનાવવી એની વિચારણા કરી. અને એક સફેદ માર્કરથી કાર્ટૂન દોરી લીધું. આબેહૂબ નાનકડાં બુધ્ધ મેં એને દોરી બતાવ્યાં. એને તો જાણે કે બુધ્ધનો સાક્ષાત્કાર થયો ! પછી એને ઓજાર કેમ ચલાવવા એ વિશે સમજણ આપી. એની શીખવાની ધગશ અને તત્પરતા એનાં નાજુક ચહેરા પર સ્મિત સાથે દેખાઈ રહ્યાં હતાં મને. અમે બેય પછી અણીદાર ઓજાર સાથે કાર્ટૂન બુધ્ધને કંડારવા લાગ્યાં. બે દિવસનાં અંતે આખો દિવસ, ફકત આ જ કામ લઈને અમે બેય દાદા અને દીકરો એને મનગમતાં કાર્ટૂન લીટ્ટલ બુધ્ધા બનાવી શક્યાં. 

અને છેલ્લે એનાં હસતાં હોઠને એક ઝીણી હથોડીનાં સ્પર્શથી આકર્ષક બનાવીને એ બુધ્ધાને તાદ્શ્ય કરવામાં સફળ રહ્યાં. મને પણ આ નવાં અખતરાથી આનંદ મળ્યો. અને આયુષનો શિલ્પકામ શીખવાનો ઉમળકો પૂરો થયો. એણે એ લિટ્ટલ બુધ્ધા હાથમાં લઈને એનાં ફ્રેન્ડ્સને બતાવવાનું શરૂ કર્યું.

" જો કરન ! મારાં દાદાએ મને લિટ્ટલ બુધ્ધા બનાવી આપ્યાં ! .........જો બીર્જુ ! ચાલ આપણે રમીએ ! ..........................."

ને મેં આરામ ખુરશી ઉપર શાંતિથી પગ લંબાવ્યો. 

મારૂં મન એક ઊંડા ધીમા શ્વાસ સાથે ફરી પાછાં એ નાનકડાં "બુધ્ધ" સાથે લાગણીસહ એક થયું !


Rate this content
Log in