લાલ શર્ટ
લાલ શર્ટ
1 min
29.4K
એ ક્ષણ જ્યારે હું અને તું કોઈ પણ કારણ વગર લડી બેસતા હતા.બસ ત્યારથી જ હા ત્યાર થી જ આપણા પ્રેમની શરૂઆત થઈ હતી.પણ ખબર આજે પડી ,જ્યારે તું નથી આસપાસ ,છેલ્લી વાર લડીને તું જતી રહી હંમેશ માટે,નહીં બોલું તારી સાથે ફરી વાર,હું હસતો રહ્યો અને વિચારતો રહ્યો.ક્યાં જવાની હતી એ આવશે એકાદ દિવસ માં પાછી અને કહેશે સોરી યાર ભૂલી જા ને...પણ ....આ વખતે લાબું ચાલ્યું....કોઈ ફોન નહીં ...મેસેજ નહીં...થયું નક્કી કૈક ગડબડ .
એના પપ્પા ને ફોન કર્યો તો કહે બેટા બહુ મોડું કર્યું ....આજે બપોરે એનો અકસ્માત થયો હોસ્પિટલ માં લઇ જતી વખતે ....એમ્બ્યુલન્સ ની આગળ એક bike પર લાલ શર્ટ પહેરીને કાનમાં હેડ ફોન નાખીને એની મસ્તીમાં બાઈક ચલાવતો હતો.એમાં એણે જલ્દી સાઈડ ના આપી અને..અનાયસ મારુ ધ્યાન મારા પહેરેલા લાલ શર્ટ પર ગયું.
