Raxa Mod

Others

3  

Raxa Mod

Others

લાગણી

લાગણી

1 min
656


"સમય કોઇ માટે રોકાતો નથી. સમય સાથે ચાલવુ, સમય પ્રમાણે ચાલવુ માનવી માટે જરુરી બની જાય છે. ઘણી વખત માણસે મજબૂરીથી પણ સમયને તાબે થવુ પડે છે. " વિચારોમાં ઘેરાયેલી મીરાં કયારે મંદિર પાસે પહોંચી ગઈ એને પણ ખ્યાલ ના રહ્યો.


મંદિર જવાથી કદાચ થોડી શાંતિ મળે એ વિચારી તેણે પગથિયા ચડવા માંડયા. પણ આજ મન સમયની પાંખ પહેરી ઉડવા માંગતુ હતુ. એ ભૂતકાળની યાદમાં ખોવાઈ ગઈ. મોહનની યાદમાં , મોહન ...મીરાંનો મોહન !

મીરાંનો મોહન, મોહનની મીરાં, કેવા લાગણીથી છલોછલ, તરબતર દિવસો હતા ! અચાનક પગથીયુ ચૂકી જતા પછડાયેલી મીરાં વર્તમાનમાં પટકાઇ. આજે મોહન નથી એ કડવી હકીકત યાદ આવતા તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.


અચાનક જ કોઈ એ તેનો પાલવ ખેચયો પાછળ ફરીને જોયુ તો એક નાનકડો રુપકડો બાળક લાગણીથી છલોછલ આંખો વાળો. અદ્લ મોહન જેવી આંખો. .."તારુ નામ શું છે બેટા ? ? " "કૃષ્ણ" મીરાં એ કૃષ્ણને ચૂમી લીધો લાગણીથી...


Rate this content
Log in

More gujarati story from Raxa Mod