Mosami trivedi

Others

3  

Mosami trivedi

Others

કૃષ્ણ

કૃષ્ણ

1 min
119


આજે આ આકાશ કૃષ્ણ થઈ વહી રહ્યું છે, આ શ્યામ વાદળો કૃષ્ણના અંગ છે આ પવન મને યમુનાના જળ સમાન લાગી રહ્યો છે, ને હું આ પવનમાં ઓગળી કૃષ્ણ ને રાધાના સંધ્યા મિલનની સાક્ષી બની રહી છું...આ રાધાની આંખોમા કૃષણનું રૂપ જોઈ હું એટલી મંત્રમુગ્ધ છું કે મારી કૃષ્ણની છબી તરફ જોવાની હિંમત થતી નથી.

આજે આ આકાશ કૃષ્ણ બની વહી રહ્યું છે...વૃક્ષ અને વેલ, ફૂલો ને પર્ણ સંગીતના તાલ પર નાચી રહ્યા છે ને જે રીતના આ નાનકડી ચકલી પોતાની મોજમાં આ ઘનઘોર વાતાવરણમાં ફરી રહી છે જરુર કૃષ્ણ આસપાસ છે. ઢોલ, નગારા ને મૃદંગ વગર આ સંગીતનો આનંદોત્સવ ફક્ત કૃષ્ણની મોરલી જ ફેલાવી શકે છે. આ ઝીણાં ઝીણાં પાણીના ફોરા મારા કૃષ્ણની વાંસળી સાંભળી નાચતા, યમુનાના, વહેણમાંથી આવે છે...આજે આ આકાશ કૃષ્ણ થઈ વહી રહ્યું છે.

મારા દરેક દુઃખ ને અલોપ કરી આજે હું આ શ્યામવર્ણ મારામાં ઊતરતી જોઈ રહી છું અને મને લાગે છે જાણે આજે આ આકાશ કૃષ્ણ થઈ વહી રહ્યું છે.

કૃષ્ણ ક્યાં છે ! કૃષ્ણ ક્યાં નથી ?


Rate this content
Log in

More gujarati story from Mosami trivedi