सतपालसिंहजी राठौर

Others

3  

सतपालसिंहजी राठौर

Others

કર્મયોગી

કર્મયોગી

2 mins
11.6K


   નગરનાં બધા માણસો પોત પોતાના ઘર અને રોજગાર છોડી ગામડા તરફ પ્રસ્થાન કરવાં લાગ્યાં. કોરોનાનો કહેર જ એવો ભયંકર હતો. બાપુએ પણ સહપરિવાર વ્હાલા વતનની વાટ પકડી. આમ તો મજબૂત પરિસ્થિતિ એટલે હાલ કોઈ વાંધો ના આવ્યો, રહેવાની કાયમી તથા જમવાની થોડા દિવસ સુધીની સમસ્યાને વિરામ મળ્યો. એમનો નાનો દિકરો બહુ ચાલાક હતો એટલે એ એનુ કરી ખાતો, પણ મોટો બહુ સીધો માણસ, ખભા મજબૂત પણ કામની ફાવટ નહીં, શહેરમાં પણ કામધંધો જાણે એના હાથની રેખાઓમાં કર્મની રેખા જ નહોતી. આખા પરિવારના ગામડે ગયા પછી ચૂપચાપ રહેતો, ઘરના કહે એમ કહ્યા કરતો ઘરમાં નાના ભાઈનું માન મોટા કરતાં વધતું ગયું. મોટો ભાઈ મનમાં વલોપાત કરતા પણ કઈ થતું નહીં, ગામમાં પણ કોરોનાનું પ્રમાણ વધવા લાગ્યું આથી હવે ગામમાં રહેવાની ફરજ પાડવામાં આવી. સરકારી તબીબે તપાસ કરી બધાને કોરોના નથી એવી જાહેરાત કરી ત્યારે બધાને ટાઢક થઈ.

આ બાજુ શહેરમાં કોરોનાના દર્દીનુ પ્રમાણ વધવા લાગ્યું મોબાઈલમાં ઈન્ટરનેટથી મળતા સમાચાર પર બાપુની બાજનજર રહેતી. ધીરે ધીરે દિવસો લંબાયા, બન્ને દિકરા પોતપોતાની રીતે પ્રયાસ કરવા લાગ્યા. નાનો તો રખડી મોજ કરતો પણ મોટાભાઈને સતત ચિંતા થયા કરતી. કામની, પોતાના સ્વાભિમાનની.

ઘરના બધા જ કામ મોટા ભાગે મોટા ભાઈ જ કરતાં તેમાં એમને રબારીના નેહડેથી દૂધ લાવવાનું થયું, સવાર અને સાંજ રોજ દૂધ લેવા જાય સાથે કોઈને લેતાં જાય અથવા એકલા એમાં વળી એમના કુટુંબના કાકાનો દિકરો પણ દૂધ લેવા સાથે થયો, આમ બન્ને ચાલતાં ચાલતાં દૂધ લેવા જાય, ધીરે ધીરે એમને રબારી કાકા જોડે સંબંધ સારા થયાં અને ઢોર લાવવાનું વિચાર્યું. પિતાની મદદથી અને સરકારી સહાયથી શરુઆતમાં બે ભેંસ રાખી અને પોતાની ત્રણ વિઘા જમીન બે ખેતરમાંથી એક ખેતરમાં ખાલી ઘાસ જ વાવ્યું. ધીમે ધીમે દૂધનો ધંધો અનુકુળ આવી ગયો, બસ ઢોરના ઘાસચારો વાઢવાનું અને સવાર સાંજ દૂધ ભરાવા જવાનું અને ચાર પાંચ દૂધના ગરાગ(ગ્રાહક)બાંધી દીધા થોડાં જ સમયમાં દૂધનો ધંધો જામી ગયો. જે માણસ શહેરમાં આખો દિવસ નવરો પડયો રહેતો એને આજે પળની પણ નવરાશ નહી.

આમ, બાપુનો પુરો પરિવાર શહેર કરતાં ગામડે વધુ સુખી થયો બાપુ અને બા નિવૃત જીવન ગાળે છે નાનો ભાઈ પોતાની આવડતથી દલાલી કરી કમાય છે અને મોટા ભાઈ તબેલો સાચવે છે.

આમ, પોતાના અંદર રહેલા સામર્થ્યને પોતાની આવડતને ઓળખી તે દિશામાં મોટા ભાઈ ઘડાતા થયાં. માતા પિતા ખુશ છે વહુઓ દિકરાઓ રાજીના રેડ થઇ ગયા છે અને આખો પરિવાર ગામડાના શુદ્ધ હવા પાણીમાં પોતાનુ તંદુરસ્ત જીવન ગુજારે છે.


Rate this content
Log in

More gujarati story from सतपालसिंहजी राठौर