Jitendra Modh

Others

3.9  

Jitendra Modh

Others

કાંઇ ન થાય

કાંઇ ન થાય

1 min
237


મેઁ જીતુભાઈને માર્ચમાં પાનના ગલ્લા પર બણગાં મારતો સાંભળ્યો "કોરોના જેવો રોગ ચીનમાંજ છે ને, હજુ તો ૩-4 હજાર લોકો જ મર્યા છે, આપણે બંકા ભારતીય આપણો તો વાળ પણ વાંકો ન થાય..!" 15 દિવસ પછી ફરી મળવાનું થયુ એજ ચર્ચા "હજુ તો વિદેશમાં જ છે કુલ 40-50 હજાર લોકોજ મર્યા છે, આપણાં ભારતમાં કાંઇ ન થાય..! અત્યારે અહી લોકડાઉન છે છેલ્લા 26 દિવસથી એટલે મળાયું નહીં પણ ફોન પર વાત થઈ "ઠીક છે આતો લોકો સમજતાં નથી, ઘરમાં રહેતાં નથી, બહાના કાઢી બજાર ફરે, સોસીયલ ડિસ્ટન્સિગ ના હોય, માસ્ક નહીં, પુરતા ટેસ્ટ નહીં એટલે થોડાઘણા મરે બાકી આપણાં ભારતમાં કાઈ ન થાય" 

આવુ કહેતાં જીતુભાઇ બજારમાં માવો શોધે છે અને હજુ ય કહે છે "આતો સામાન્ય છે આપણાં દેશમાં તો કોરોના ગરમીથી જ મરી જશે, હજુ તો વિદેશમાં અમેરિકા, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની, ચીનમાં થઈ કુલ ફક્ત 1.5 લાખ લોકો જ મર્યા છે, આપણાં દેશમાં કાઈ ન થાય".


Rate this content
Log in

More gujarati story from Jitendra Modh