DHARTIBEN RAMI

Others

3  

DHARTIBEN RAMI

Others

કાચબાનું ઘર

કાચબાનું ઘર

2 mins
158


એક જંગલ હતું. તે જંગલમાં એક સસલી રહેતી હતી. તે ખુબ ચંચળ અને આનંદી સ્વભાવની હતી. એક તળાવની બાજુમાં જ તેણે એક બખોલ બનાવી હતી. અને તે બખોલમાં તે રહેતી હતી. એ તળાવમાં એક કાચબો રહેતો હતો. આ કાચબો અને સસલી બે પાક્કા મિત્રો હતા. એકવાર સસલીએ કાચબાભાઈને કહ્યું, ‘કાચબાભાઈ ચાલોને આજે તો આપણે આ જંગલની સેર કરી આવીએ.’ કાચબો પણ તૈયાર થઈ ગયો. આમ બંને જણા નીકળી પડ્યા જંગલની સેર કરવા.

કાચબો અને સસલી જંગલમાં ફરતા ફરતા આગળ ચાલ્યા. એટલામાં એક મોટું ઝાડ આવ્યું. આ ઝાડની એક ડાળી પર સુગરીએ એક સુંદર માળો બનાવ્યો હતો. એ જોઈને કાચબાભાઈને નવાઈ લાગી. તેમણે સસલીબેનને પૂછ્યું, ‘સસલીબેન આ શું છે?’ ત્યારે સસલીબેને કહ્યું, ‘કાચબાભાઈ એ તો સુગરીબેનનો માળો છે, તેમનું ઘર. તે એક એક તનખલું વીણીને ગુણથી ગૂંથીને સુંદર માળો બનાવે છે. તમને આવું ઘર બનાવતા આવડે?’ કાચબાભાઈ કાંઈ ન બોલ્યા. પણ તેમણે સુગરીનું ઘર ખુબ ગમ્યું.

સસલી અને કાચબો વળી પાછા ત્યાંથી આગળ ચાલ્યા. એટલામાં એક ઝાડના થડ નીચે એક ઉંદર કંઇક ખોળતો હતો. આ જોઈને વળી કાચબાને નવઈ લાગી. તેમણે સસલીબેનને પૂછ્યું, ‘સસલીબેન, આ ઉંદરભાઈ શું કરે છે?’ ત્યારે સસલીબેન બોલ્યા, ‘કાચબાભાઈ એ ઉંદરભાઈ દર બનાવે છે. પોતાને રહેવા માટે. તે એમનું ઘર કહેવાય. તમે એવું દર બનવતા આવડે?’ કાચબાભાઈએ નમ્રતાથી કહ્યું, ‘ના હો સસલી બેન મને આવું દર બનવતા ના આવડે.’ ત્યાંથી બન્ને જણા આગળ ચાલ્યા. ત્યાં એક મોટો ડુંગર આવ્યો. તે ડુંગરમાં એક મોટું બાકોરું હતું. એ જોઈને કાચબાએ વળી સસલી ને પૂછ્યું, ‘ સસલીબેન આ શું છે?’ ત્યારે સસલી એ કહ્યું, 'કાચબાભાઈ એ ગુફા છે. વાઘ સિંહ જેવા પ્રાણીનું ઘર. પણ હેં કાચબાભાઈ તમારું ઘર ક્યાં છે? ત્યારે બોલ્યો, ‘આ મારી પીઠ પર જે મજબુત કવર છે તે જ મારું ઘર છે.’ આ સાંભળી સસલી બોલી, ‘છી... છી... છી... આવું ગંદુ અને ભારેખમ ઘર કોને ગમે.’ પણ કાચબાભાઈ કંઈ ના બોલ્યા.

થોડીવાર થઈ. કાચબો અને સસલી જંગલમાં ફરતા હતા. એટલામાં જોરદાર વરસાદ પડવાનું શરુ થયું. પવન પણ જોર જોરથી ફૂંકવા લાગ્યો. બધા પ્રાણીઓ વરસાદથી બચવા દોડાદોડી કરવા લાગ્યા. સસલી બેન પણ વરસાદથી બચવા બખોલમાં દોડી ગયા. પણ વરસાદ ખુબ પડવાથી વાઘની ગુફા, ઉંદરનું દર અને સસ્લીબેનની બખોલમાં પણ પાણી ભરાઈ ગયું. એ બધાને બહાર આવી જવું પડ્યું. અને વરસાદમાં પલળવું પડ્યું. જોરદાર પાવના લીધે સુગરીબેનનો માળો પણ ઝોલા ખાઈને નીચે પડી ગયો.

પણ કાચબાભાઈને તો કોઈ તાકલીફ ના પડી તેતો આરામથી પોતાનું શરીર પોતાના કવરમાં લઈને બેસી ગયા. અને સસલી બેનને કહેવા લાગ્યા, ‘જોયું સસલી બેન મારું ઘર ભલે સુગરીના ઘર જેવું સુંદર નથી, કે વાઘની ગુફા જેવું મોટું નથી. પણ મારે વરસાદની કોઈ ચિંતા નથી.’ આ સાંભળી સસલી બેન ચુપ જ થઈ ગયા. શું બોલે બિચારા!

આપણે કયારેય કોઈના રૂપરંગની મજાક ન ઉડાડવી જોઈએ.


Rate this content
Log in

More gujarati story from DHARTIBEN RAMI