જન્મદિવસ - એક નવો દિવસ
જન્મદિવસ - એક નવો દિવસ


બર્થડે, જન્મદિવસ, વર્ષગાંઠ શબ્દ સાંભળતાં જ કેટલી બધી યાદો આંખો સામે આઈ જાય છે,
નાનપણથી લઈને અત્યાર સુધીની લગભગ બધી જ યાદો ની ઝલકની જાંખી માનસપટ પર છવાઈ જાય છે. નાના હતા ત્યારનું તો સેલિબ્રેશન આપડને એટલું યાદ ના હોય, પણ એ આપણી પહેલી બર્થડે મમ્મી પપ્પા માટે કાયમ સ્પેશ્યલ હોય છે.
મોટા થતા ગયા એમ બર્થડે સેલિબ્રેશન પણ બદલાતું ગયું, એ સ્કૂલમાં સ્કૂલડ્રેસની જગ્યા એ ક્લરીંગ કપડાં પહેરીને ને જવાનું, બધાના ક્લાસ માં જઇને ચૉકલેટ આપવાની, અહાહા શું વટ પડતો.. એમાં પણ ટીચર્સ અને ખાસ મિત્રો ને મોટી ચૉકલેટ ક્યાં 2 ચૉકલેટ આપવાની , એ આનંદ જ કંઈક અનેરો હતો નઈ!!
એનાથી મોટા થયા પછી મોટે ભાગે ફ્રેન્ડઝ સાથે કેક, પાર્ટી, મસ્તી , બર્થડે બમ્સ, ઓફીસમાં કેક અને એ કેકથી ગંદા કરવાનું અરે રે ..પણ મજા પડતી.
પછીથી કોઇ ખાસ વ્યક્તિ નું જીવન માં પ્રવેશ થાય અને આપડી બર્થડે આપણાં કરતા એના માટે સ્પેશ્યલ બની જાય છે,એ આખો દિવસ સ્પેશ્યલ બનાવા ના ટ્રાય , સરપ્રાઇઝ, ગિફ્ટસ એ બધુ જોઈને એવું જ લાગે કે બસ આ દિવસ ખાલી આપડો જ છે, હાય હાઉ સ્પેશ્યલ!! એ ખાસ વ્યક્તિ કોણ બીજું કોઇ નઈ પણ આપણુ લાઈફ પાર્ટનર હોય છે.
સમય પસાર થતો જાય એમ બર્થડે નું સેલેબ્રશન કેવુ બદલાતું જાય છે, પેહલા જે દિવસ ની આમ આતુરતાથી રાહ જોવાતી તી હવે એ દિવસ આઈ જાય અને પોતાનો ઉત્સાહ કરતા બાળકોએ કરેલી તૈયારી , એમના હોમ મેડ કાર્ડ, નાની નાની સ્પેશ્યલ ગિફ્ટસ ખાસ બનતી ગઈ. નાનપણમાં જે મમ્મી પપ્પા ના મોઢા પર ખુશી જોઈ તી એને અનુભવ કરવાની ખુશીનો પાર નથી, બાળકોની બર્થડે પર અચુક કંઈક નવું આયોજન થી એમની બર્થડે મનાવતા અને પોતાની બર્થડે પર કાંઈક અલગ નિર્દોશ ભાવે થતી કોઇને મદદ ક્યાં તો દાન દક્ષિણા કરતા.
ઉંમર વધતી જાય એમ જન્મદિવસ મહત્તા ઘટતી જાય છે, એવું ઘણી વાર સાંભળ્યું છે કે બર્થડે તો ના ઉજવાય કેમ કે આપણાં જીવન નું એક વર્ષ ઘટી ગયું પણ એવું ના કહી શકાય કે જન્મ થી લઈને આપડે જીવીએ ત્યાં સુધી એક એક વર્ષ ઉમેરાતું જાય છે!! એ એક એક વર્ષ જેમાં ખુશી છે, દુઃખ છે, અનુભવ છે, મહેનત છે, લાગણી છે, અને અનેક વસ્તુઓનું માર્ગદર્શન છે જે આપડને જીવંત રહેવા માં સહકારભર્યું છે, જે આપડને જીવતા હોવાની અનુભુતી કરાવે છે, અને કહેવાય છે ને કે જન્મ એટલે સર્જન અને જન્મદિવસ એટલે નવસર્જન, તો જ્યારે જ્યારે જીવનમાં નવસર્જન થાય છે ત્યારે ત્યારે બર્થડે આવે છે, તો રહ્યો સવાલ આપણાં આસ્તિત્વ નો કે આભાર કોનો માનીએ એના પર એક નાનકડી કાવ્ય રજૂ કરું છું.
આભાર કોનો માનું ?
ઇશ્વર નો કે માતાપિતાનો.. ?
એક એ જીવન આપ્યું.. ને એક એ જીવતા શીખવાડ્યું.
એક એ ચરણ આપ્યા.. ને એક એ ચાલતા શીખવાડ્યું.
એક એ ઉંઘ આપી.......ને એક એ હાલરડા ગાઈ ઉંઘાડ્યુ.
એક એ ભુખ આપી......ને એક એ પ્રેમ થી જમાડયું.
એક એ વાચા આપી. ....ને એક એ સુંદર વાણી આપી.
એક એ જન્મજાત સંસ્કાર આપ્યા. ને એક એ સુસંસ્કાર નું સિંચન કર્યું.
આભાર નિત્ય બંને નો માનું...
એક છે શ્વાસ તો તો એક છે શ્વાસ ના પ્રણેતા
એક થકી અસ્તિત્વ છે તો એક થકી અસિતત્વ ની ઓળખાણ.