જીવવું છે
જીવવું છે
મારે હજી જીવવું છે. કોઈ દિવસ જિંદગીને આંખ સામે જતા જોઈ છે ? મેં જોઈ છે. યાર દિવસ તો રોજ જેવોજ હતો, એજ સુંવાળી સવાર અને તડકાંથી ભડભડતી સુરતની બપોર. આજ મન તો ના હતું રોજની જેમજ પણ શું કરે ટ્યૂશન છે જવું તો પડે. બોરિંગ લેકચર્સના ઘાતક સિલસિલા અને થોડી એવી મજાક મસ્તી પછી ખબર જ ના પડી કે અમારી મસ્તી ક્યારે મોતના તાંડવમાં ફેરવાઈ ગઈ. હસીની ખીલકારીઓ મોતની ચિચિયારીઓ બની ગઈ.
મારે હજી જીવવું છે. બચાવી લો ને પ્લીઝ ! અરે હજી તો મારે આખા ઘરનો ભાર મારા ખભા પર લેવાનો છે. મારો પહેલો પગાર પાપાના હાથમાં આપી એમના ચહેરા પરનું સ્મિત જોવું છે. મારી બહેનના લગનની જવાબદારી પાપા એકલા કેમ ઉપાડશે ! નાના ભાઈની પહેલી સાયકલ મારે જ આપાવવી છે. અરે હજી તો મારી મમ્મીને સાડી લઇ દેવી છે કેટલી ખુશ થશે નઈ ! નાના હું જીવીશ હજી ભલે કૂદવું પડે પણ ભગવાન થોડો ટાઈમે આપી દે ને ! પેલું કે છે ને, ચાર પલની જિંદગી છે સાચેમાં મારા મિત્રોને મારી સામે બળતા જોયા છે.
એક તરફથી આગની લપેટો માનો મારા તરફ આવી રહી હોઈ. આકાશ પણ પીગળીને કહી રહ્યું હોઈ કે આજ તો તને લઇ નેજ જઈશ. ચારે દિશામાંથી આવતા અવાજો માનો એમજ કહી રહ્યા હતા કે ચાલ તારો સમય થઇ ગયો છે. મેં ટ્રાય પુરી કરી પણ ના થયું યાર એ દસ કદમના નીકળ્યા મારાથી. યાર મારે જીવવું છે. બચાવી લો ને ! હવે તો કોઈ રસ્તો નથી પણ સાંભળો, મારા આ છેલ્લા વાક્યો કહેશોને બધા ને.
પાછા મને ભૂલીને કામમાં વ્યસ્ત ના થઇ જતા. કંઈક તો એવુ કરજો કે મારા જેવા કોઈ ના હાલ ના થઇ. રિશ્વત ગુનાખોરી અને દાણચોરી અને કમનસીબી હું આમાંથી કોના જપ્તે ચડ્યો ખબર નહિ. પણ સાંભળોને મને નહિ તો મારા દેશના મિત્રોને બચાવી લેજો.
કેમકે, જીવવું તો એમને પણ છે...!