Diya Patel

Children Stories Classics

4.7  

Diya Patel

Children Stories Classics

જેવો સંગ તેવો રંગ

જેવો સંગ તેવો રંગ

2 mins
1.4K


એક સુંદર નગરના  બજારમાં એક પોપટ વેચનાર આવ્યો. તેની પાસે બે પાંજરા હતા બંનેમાં એક એક પોપટ હતો તેણે એ પોપટની કિંમત રાખી હતી ૫૦૦૦ રૂપિયા અને બીજાની રાખી હતી પાંચ આના. એ સાદ પાડતો હતો કે કોઈ પહેલા પાંચ આનાવાળો પોપટ લેવા આવે છે તો લઈ જાય પરંતુ કોઈ પહેલા ૫૦૦૦ રૂપિયા વાળાને લેવા આવે છે તો તેને બીજો પોપટ પણ લેવો પડશે.

ત્યાંના રાજા બજારમાં આવ્યા પોપટ વેચનારનો સાદ સાંભળીને તેમણે હાથીને રોકાવીને પૂછ્યું આ બંનેની કિંમતમાં આટલો બધો તફાવત કેમ પોપટ વાળા કહ્યું એ તો તમે અમને લઈ જાવ તો આપોઆપ જ ખબર પડી જશે. રાજાએ પોપટ ખરીદી લીધા રાત્રે જ્યારે તેઓ સુવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે ૫૦૦૦ રૂપિયા વાળા પોપટનું પીંજરું મારા પલંગ ની પાસે લટકાવવામાં આવે જ્યારે સવારના ચાર વાગે ત્યારે પોપટ બોલવાનું શરૂ કર્યું "રામ, રામ, સીતારામ " પોપટ ખૂબ જ સુંદર ભજન ગાયા. સુંદર શ્લોકો બોલ્યા. રાજા ઘણા ખુશ થઈ ગયા. 

બીજા દિવસે તેમને બીજા પોપટના પિંજરા ને પોતાની પાસે મુકાવ્યો, જ્યારે સવાર થયું ત્યારે તે પોપટ ગંદી ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું. રાજાને ઘણો ગુસ્સો આવ્યો તેમને નોકરને કહ્યું આ ગંદી ગાળો આપનારા પોપટને મારી નાખો.

પહેલો પોપટ પાસે જ હતો. તેણે નમ્રતા પૂર્વક વિનંતી કરી રાજાજી એને મારશો નહીં. આ મારો સગો ભાઇ છે, અમે બંને એક સાથે જાળમાં ફસાયા હતા. મને એક સંતે લઇ લીધો તેમના પાસે આવું સુંદર ભજન શીખી ગયો આને મારો ભાઇ એક ખરાબ વ્યક્તિએ ખરીદી લીધો ત્યાં તેને આવી ગાળો શીખી લીધી. આનો કોઈ વાંક નથી આતો ખરાબ સંગતનું પરિણામ છે. રાજા પોપટને મારી નાખે નહીં તેવી તેણે નમ્રતા પૂર્વક વિનંતી કરી . રાજા ખુશ થઈ ગયા. તેમણે પોપટ ને માફ કરી ઊડાવી મૂક્યો. 

આ વાર્તાથી આપણને બોધપાઠ મળે છે કે "જેવો સંગ તેવો રંગ" . આપણે હંમેશાં સારા વ્યક્તિઓની સંગ રહેવું જોઈએ જેથી સારી આદત અને આપણને સારા સંસ્કારો મળે. 


Rate this content
Log in