STORYMIRROR

Jalpa Makwana

Others

2  

Jalpa Makwana

Others

હું ક્યાં જાવ?

હું ક્યાં જાવ?

2 mins
13.8K


ક્યાંય મજા જ નો’તી આવતી. આજે તો એક સોસાયટીથી દુર આવેલા મંદિરે મેં જાવાનો નિર્ણય કર્યો. ત્યાં હું આવીને બેઠી. આજુબાજુનું વાતાવરણતો ખુબજ સરસ છે. લીલાઝાડ અને એકદમ ઠંડુ વાતાવરણ. પણ મારા જ જીવને ક્યાંય શાંતી નથી. વાતાવરણની ટાઢક્તા હવે મારા મનને શાંત નથી કરી શકતી. કોઇપણ વસ્તુ હવે મને સંતોષ નથી જ આપી શક્તી. હા, એવુ નથી કે મે કોશિશ નથી કરી પણ લાખ કોશિશ કરવા છતાં પણ નસીબ સાથ નથી દેતુ ત્યારે થાકી જવાય છે. હવે ખરેખર હું થાકી જ ગઇ છું. બધી જ શ્રધ્ધા અને શબુરી કેવાય ને એ બધું મારામાં હવે ખુટી ગયું છે. દરેક વસ્તુંનો ક્યારેક તો અંત આવે જ છે ને ! તો મારા પરિશ્રમનો અંત હવે લાગે છે આવી ગ્યો. હવે વધુ કાંઇ પણ નહી થઇ શકે મારાથી. ખુબ થાક લાગ્યો છે પણ આ થાક તો ત્યારે જ દુર થાશે જ્યારે ભગવાન કાંઇક રસ્તો કાઢશે.

આવા જ નિરાશાભર્યા વિચારો દોડે છે મારા મગજમાં છેલ્લા કેટલાય દિવસોથી. હવે વિચારવાનું થોડી વાર બંધ કરું નહિ તો આ મગજ ફાટી જશે. આજુબાજુનાં વાતાવરણનું અવલોકન કરતી હું પાછા નવા વિચારોએ ચડી. મન છે એ કાંઇ વિચાર કરતુ થોડું બંધ રહેવાનું !        

“આ શહેર. શું આપ્યું છે મને આજ સુધી ! નિરાશા સિવાય કાંઇ જ મળ્યું નથી. મને આ બધાથી દુર નિક્ળી જાવું છે. આ બધુ હવે મારે ના જોઇએ.”

કેટલાં સમય પછી કાંઇક તો નવો વિચાર આવ્યો મને કે કાંઇક પરિવર્તન માટે હવે કાંઇક તો કરવું જ પડશે. બહાર જાવુ પડશે. શું મારે આ વિચાર અમલમાં મુક્વો જોઇએ ? પણ હું હવે કાંઇ પણ કરવા તૈયાર તો નથી જ. હવે મારી ભગવાન સામે જિદ છે કે થકાવટ ! જે પણ હોય. પણ હવે ભગવાનનાં એક સંકેતની રાહ જોઇશ. એ કાંઇક રસ્તો બતાવશે પછી જ હું આગળ વધીશ. આજ સુધી તો બધું જ એમની ઇચ્છાથી જ થયુ છે મારું ક્યાં કાંઇ માન્યા જ છે તો પછી હવે મારે કોઇપણ નિર્ણય લેવાની જરૂર જ નથી. હવે બધું જ એ કરશે.    

છેવટે બધા જ વિચારોને નેવે મુકિ હું ઘર તરફ પાછી વળી. 


Rate this content
Log in