STORYMIRROR

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

હશે

હશે

1 min
14.6K


રામ પણ એ દિવસે જરૂર રડ્યો હશે
ગોડસે એ રાઉન્ડ ગોળીનો છોડયો હશે
 
અસત્ય તેજ દિવસે અહીં સળવળ્યો હશે
દેહ ગાંધીજીનો ધરતી ઉપર ઢડ્યો હશે
 
તે જ દીવસે મોઢું ફેરવી લીધું હશે ખાદીએ
કફન ખાદીતણો ગાંધીજીને ઓઢાડયો હશે
 
એ જ દિવસે જ વિદાય લીધી હશે ચરખાએ
દેહ ગાંધીનો સૂતરના તાંતણે વીંટાળ્યો હશે
 
લીધી હશે રૂસ્વત કોઈએ જ્યારે કામ માટે
ફોટો બની નોટ પર કોઈકને તો નડ્યો હશે?
 
બન્યો દારૂ ગુજરાતમાં જ્યારે પહેલી વખત
આત્મા બાપુનો ચોધાર અશ્રુએ રડ્યો હશે
 
સાચું મરણ થયું હશે તે દિવસે ગાંધીજીનું
કતલખાનાનો ગુજરાતમાં પગ પડ્યો હશે
 
આપી હશે શ્રધાંજલી આપણે તો એટલી જ
એકઠા થયા સૌ બે મિનીટ 'મૌન' પાડ્યો હશે


Rate this content
Log in

More gujarati story from Vinod Gusai