હરિશ્ચંદ્ર અને તારામતી
હરિશ્ચંદ્ર અને તારામતી


સદીઓ પહેલાની આ વાત છે. અયોધ્યામાં એક રાજા રાજ કરતો હતો, તેનું નામ હરિશ્ચંદ્ર હતું. આ હરિશ્ચંદ્ર ભારે સત્યવાદી અને ધર્માત્મા હતા. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં ખોટું બોલતા નહિ અને ધર્મ છોડતા નહિ. તેમની પત્ની તારામતી અને પુત્ર રોહિત પણ એટલા જ ધર્મનિષ્ઠ હતા. તે હંમેશા રજા હરિશ્ચંદ્રને સાથ આપતા.
એક વખતની વાત છે. હરિશ્ચન્દ્રની ભક્તિને લીધે સ્વર્ગમાં ઈન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. ત્યારે ઇન્દ્રને એવો ભય લાગ્યો કે ધરતી પર કોઈ માનવી તપ કરીને મારુ ઇન્દ્રાસન છીનવી લેવા માગે છે. તેમણે વિશ્વામિત્ર ઋષિને કહ્યું કે જાઓ તમે જઈને હરિશ્ચન્દ્રની આકરી કસોટી કરો. અને તેને ધર્મના માર્ગ પરથી ચલિત કરી દો.
વિશ્વામિત્ર એ આ પડકાર સ્વીકાર્યો. વિશ્વમિત્ર એક બ્રાહ્મણનું રૂપ લઈને ભિક્ષા લેવા માટે હરિશ્ચન્દ્ર પાસે ગયા. એક સાધુને આવેલા જોઇને હરિશ્ચન્દ્ર એ તેમની ખુબ આગતા સ્વાગતા કરી. અને તેમને જે જોઈએ તે માંગવા કહ્યું. ત્યારે હરિશ્ચન્દ્ર એ આખે આખું રાજ માંગી લીધું. હરિશ્ચન્દ્ર એ તે હસતા હસતાં આપી દીધું.
બીજા દિવસે રાજા, રાણી અને તેમનો કુંવર અયોધ્યા નગરી છોડીને હાથે પગે બહાર નીકળી ગયા. ઉનાળાના દિવસો ચાલતાં હતા. આકાશમાં સૂર્યદેવ સખત તપતા હતા. ત્રણેય જણા પગમાં ચંપલ વગર ચલતા હતા. એટલામાં બધાને તરસ લાગી. ત્યાર થોડેક દૂર એક પરબ હતી. નાનો રોહિત દોડીને પાણી પીવા ગયો. ત્યારે હરિશ્ચન્દ્રએ ના પડી કે આપને ક્ષત્રિય છીએ. આપણાથી મફત પાણી પીવાય નહિ. અને અત્યારે આપની પાસે આપવા માટે કોઈ પૈસા નથી. એટલે કોઈએ પાણી પીધું નહિ.
એમ કરતા આગળ ચાલ્યા. એટલામાં એક ગામ આવ્યું. તે કાશી ગામ હતું. હરિશ્ચંદ્રએ પોતાની જાતને બજારમાં વેચવા માટે મૂકી. રાણી તારામતી અને પુત્ર રોહિત પણ વેચાયા. હરિશ્ચંદ્રને એક ડાઘુ પોતાને ત્યાં સ્મશાનમાં કામ કરવા માટે ખરીદીને લઇ ગયો. જયારે તરમાતીને એક શેઠ ઘરનું કામ કરવા લઇ ગયો. રોહિત પણ માતા સાથે ગયો. આમ બધા છુટા પડી ગયા. પણ કોઈ સત્ય કે ધર્મ છોડ્યો નહિ.
વિશ્વામિત્ર એ વધુ આકરી કસોટી કરવાનું નક્કી કર્યું. તેમણે સાપનું રૂપ લીધું અને રોહિતને પગે ડંસ માર્યો. રોહિત તો મૃત્યુ પામ્યો. તારામતી રોહિતને લઈને સ્મશાનમાં ગઈ. ત્યાં સ્મશાન તેના જ પતિ હરિશ્ચંદ્ર હતા. પણ ત્યાં લાશને બળવા માટે પૈસા આપવા પડે. પણ તારામતી પાસે કશું હતું નહિ. તારામતીના ગળામાં એક હાર હતો જે તેમના પતિ રાજા હરિશ્ચંદ્ર જ જોઈ શકતા હતા. ગહન અવસરો થયા હોવાથી તારામતી હરિશ્ચંદ્રને ઓળખી શક્યા નહિ.
હરિશ્ચંદ્ર એ લાશ બળવા માટે પૈસા માંગ્યા ત્યારે તારામતી એ કહ્યું મારી પાસે તો પૈસા નથી. ત્યારે હરિશ્ચંદ્ર એ કહ્યું આ તારા ગાળામાં હાર છે ને ! ત્યારે તારામતીને નવાઈ લાગી કે આ હાર તો મારા પતિ સિવાય બીજું કોઈ જોઈ શકતું નથી.
આમ હરિશ્ચંદ્ર અને તારામતીને એક બીજાની ઓળખાણ થાય છે. પણ હરિશ્ચંદ્ર નિયમથી બંધાયેલા હોય છે. એટલે તેમણે પૈસા ન આપવા બદલ તરમાતીને તલવાર મારી મારી નાખવાની સજા કરવાની હતી. એતો પોતાનો ધર્મ બજાવવા તલવાર મારવા જાય છે. ત્યાજ ભગવાન પ્રકટ થાય છે. અને હરીશ્ચન્દ્રનો હાથ પકડી તેમને અટકાવ્યા. અને કહ્યું હું તમારી ભક્તિ અને ધર્મપાલનથી પ્રસન્ન થયો છું. માંગો તમે જે માંગશો તે હું આપીશ. ત્યારે હરિશ્ચંદ્ર એ કહ્યું, ભગવાન બીજું કંઈ નથી જોઈતું પણ આપને વિનંતી છે કે આગળ કલિયુગ આવે છે. તમેં જો ભક્તોની આવી કસોટી કરશો તો કોઈ તમારા પર ભરોસો નહિ મુકે.
પછી ભગવને તારામતીના પુત્રસજીવન કર્યો. અને તેમને અયોધ્યાનું રાજ્ય આપ્યું. પછી રાજાએ ધર્મપૂર્વક રાજ્ય ચલાવ્યું. અને પ્રજાની ખુબ સેવા કરી.