ગણિકા
ગણિકા
કોઈ વેશ્યા કહે છે ને કોઈ બજારુ સ્ત્રી કહે, કોઈ કોઠાવાળી, કોઈ નાચવાવાળીને કોઈ ગણિકા કહે છે. આ સમાજ તો નિતનવા એને નામથી દરરોજ બોલાવે છે. ગણિકા એ સમાજનું એ એક અભિન્ન અંગ છે, પણ એને કંઈ પણ જાતનું સન્માન નથી મળતું આ જીવનમાં. મળે છે તો ફકત આ ગણિકાને સમાજ તરફથી, તિરસ્કાર,ખરાબ શબ્દો ને અપમાન. વિચારો આ તિરસ્કૃત વર્ગ નહીં હોતે આ સમાજના બધી સ્ત્રીઓ સુરક્ષિત હતે કે...?
કોઈ પણ સ્ત્રી પોતાના શોખથી વેશ્યા નથી બનતી. એને પોતાનો દેહનો વ્યાપાર મજબુરીમાં કરવો પડે છે. કયારેક આ ગરીબી, લાચારીને, રોજગારી કમાવા માટે આવું કરવું પડે છે. કોઈ પોતાની મરજીથી નહીં આવા ધંધામાં નથી પડતું કયારેક કોઈના પર મૂકેલો આંધળો વિશ્વાસ કે પછી કોઈને કરેલો પાગલપન પ્રેમ, છળકપટ કે વધારે પૈસાની લોભમાં આવીને આવા દલદલમાં ફસાઈ જાય છે. એકવાર આવા દલદલમાં આવ્યા પછી એમાંથી બહાર નીકળવું અશક્ય થઈ જાય છે.
સ્ત્રીઓને આવું કરવા માટે આ સમાજ જ મજબૂર કરે છે. થોડા પૈસાની લાલચમાં લોકો પોતાની બહેન, દીકરી આવા કામ માટે સોદો કરે છે. દરરોજ રાતે દેહનો વ્યાપાર થાય છે, દરરોજ સ્ત્રીની મરજી વિના એમની સાથે અન્યાય થાય છે છતાં પણ એ ચૂપચાપ બધું જ સહન કરી દે છે ને, દરરોજ હસતાં મુખે આ સમાજના દુષ્ટ પુરુષોની સંભોગની ભૂખ સંતોષે છે. એમને તો આપણે હંમેશાં તિરસ્કારીએ, ધુત્કારીએ છીએ તો શા માટે આ સમાજ એમની પાસે જતાં પુરુષો શા માટે સન્માને છે એ જ ખબર નથી પડતી.
આ ગણિકાને લીધે આ સમાજની ઘણી બધી સ્ત્રીઓ સુરક્ષિત છે. એમનું જીવન સુખ, શાંતિથી પસાર કરી શકીએ. આ વેશ્યાને નછુટકે આવું નર્ક અપનાવવું પડે છે તો તેના પ્રત્યે આટલી બધી નફરત કેમ દર્શાવે છે આ સમાજ. એમને પણ ઈજજતથી જીવન જીવવાનો અધિકાર છે. થોડો બદલાવ લાવવાની જરૂર છે આ સમાજની વિચારસરણીમાં. જો આપણાંથી એમને સન્માન નહીં આપી શકાય તો કંઈની પણ એમને બદનામ કરવાનો આપણો કોઈ હક નથી.
ગણિકા પણ એક સ્ત્રી છે જ,એમની પણ કંઈક ઈચ્છાઓ હોય છે. એમના પણ પોતાના જીવન વિશે સપનાંઓ જોયા હોય છે એમને પણ પોતાના સપનાં તુટતા જોઈને દુઃખ થતું હશે, પોતાની જિંદગીને આમ બરબાદ થતો જોવાતું ન હશે.પણ બધું સહન કરવું એમ પણ આસાન નથી. પણ બધું ચૂપચાપ સહન કરે છે. કોઈ ફરિયાદ નથી કરતાં કોઈ પણ દિવસ.
જેને આપણે સૌ અપવિત્ર ગણીએ છીએ, જેને જોઈને આપણે મોં ફેરવીએ છીએ એ તો આ ગંદકીને સાફ કરે છે. બસ આપણા સમાજે થોડી સોચ બદલવાની જરૂર છે. કોલકાતામાં કરવામાં આવતી દુર્ગાપૂજામાં બનાવામાં આવતી મૂર્તિ માટે માટી વેશ્યાને ત્યાંથી લાવવાનો રિવાજ છે. તો જરા વિચારો પૂજા માટે વપરાતી માટી વેશ્યાને ત્યાંથી લેવાય છે તો એમને વેશ્યા, બજારુ કહીને બદનામ નહીં કરી શકાય. થોડી વિચારસરણી ને બદલવી જોઈએ જે વર્ગના લીધે આજે બધી સ્ત્રીઓ જાહેરમાં આઝાદ ફરી શકે છે.
