STORYMIRROR

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

એક પાસપોર્ટનું મ્રુત્યું

એક પાસપોર્ટનું મ્રુત્યું

1 min
28.8K


પતિપત્નીનાં બે પાસપોર્ટ હંમેશાં એકજ પોકેટમાં સાથે રહેતાં હતાં અને દેશ વિદેશ સાથે જ ફરતાં.

એક દિવસે પતિના પાસપોર્ટે પત્નીનાં પાસપોર્ટને દુઃખી હ્યદયે કહ્યું, "સોરી ડિયર, આજે તને મૂકીને હું એકલો અમેરીકા જાઉં છું. મને માફ કરજે." પત્નિનાં પાસપોર્ટે જવાબ આપ્યો, "તારે અફસોસ કરવાની કે આમ દુઃખી થવાની કોઈ જરૂર નથી, કારણકે હાલ હું જ્યાં ગઈ છું ત્યાં મને એક અનોખો પાસપોર્ટ મળ્યો છે. જેને કારણે હવે મારે કોઈપણ જગ્યાએ જવા માટે
હવે પાસપોર્ટની કોઈ જરૂર નથી. વિના પાસપોર્ટે પણ હું ગમે ત્યાં જઇ શકું છું."


Rate this content
Log in