Rupesh Gokani

Others

1  

Rupesh Gokani

Others

એક નવી શરૂઆત..

એક નવી શરૂઆત..

12 mins
1.7K


નિરંજન શાહ - “હેલ્લો જાનુ, હાઉ આર યુ?”

ડેઝી શન્યાલ – “નોટ ફાઇન.”

નિરંજન શાહ – “વ્હાઇ જાનુ, વ્હોટ્સ હેપ્પન્ડ?”

ડેઝી શન્યાલ – “મીસીંગ યુ સો નોટ ફાઇન.”

નિરંજન શાહ – “હમ્મ્મ્મ ટુનાઇટ આઇ વીલ મેઇક યુ સો હેપ્પી. ડોન્ટ વરી ડાર્લીંગ.”

ડેઝી શન્યાલ – “હાઉ?”

નિરંજન શાહ – “વીથ માય ટચ. એન્ડ આઇ વીલ ગીવ યુ ૧૦૦% સેટીસ્ફેક્શન.”

આગળની ચેટ મીરા વાંચી ન શકી. આજનો કહેવાતો સુસંસ્કૃત માણસ વાંચી પણ ન શકે તેવી વાતો ચેટમાં હતી. મીરા આ બધુ વાંચીને સ્તબ્ધ બની ગઈ. તેને એ સમજાતું ન હતું કે તેના પતિના ફોનમાંથી આ કોનું ફેસબુક એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું છે અને આવી ચેટ કેમ?

વહેલી સવારે જ્યારે મીરાનો હસબન્ડ જાગ્યો ત્યારે તેને રાતની ચેટ યાદ આવતા તે ચિંતામાં આવી ગયો અને આમતેમ પોતાનો સેલફોન શોધવા લાગ્યો. તેણે જોયું કે મીરા જાગી ગઈ હતી અને નીચે કિચનમાં રૂટિન કામે લાગી ગઈ હતી. પોતે દોડતો નીચે આવ્યો.

“હાઇ જાનુ, કેમ આજે આટલી વહેલી જાગી ગઈ? ઊંઘ આવતી ન હતી કે શું?" જીગરે પૂછ્યું.

“ઊંઘ ઊડી ગઈ હતી તો બસ કામે લાગી ગઈ. તમારે પણ વહેલું ઓફિસે જવાનું છે તો વિચાર્યું કે આજે ગરમાગરમ નાસ્તો બનાવી તમને સરપ્રાઇઝ આપું.” મીરાએ રાતની ચેટ બાબતે કાંઈ કહ્યું નહીં અને તે કડવા ઘુંટને ગળામાં જ સમાવી મીઠી વાણીમાં તેના પતિ સાથે વાત કરવા લાગી.

“હાશ... શાયદ મીરાને કાંઈ ખબર પડી નથી, નહીં તો મને તો એમ જ હતું કે આજે તો ગયો. ફેક આઇ.ડી ની વાત મીરાને ખબર પડી જાત તો શું જવાબ આપત મીરાને?” જીગર મનોમન વિચારે ચડી ગયો.

“જાનુ તમે સુઇ જાઓ, હજુ તો પાંચ જ વાગ્યા છે. હજુ તમારે ઊઠવાને ઘણી વાર છે, ઉષ્મા જાગે તો તેને જરા પાણી પીવડાવી દેજો.”

“ઓ.કે. જાનુ. લવ યુ સો મચ. તું મારો કેટલો ખ્યાલ રાખે છે. આઇ એમ સો લક્કી કે તું મને મળી.” જીગરે મીરાને હગ કરતાં કહ્યું.

“હવે જાઓ જલ્દી સૂઈ જાઓ... નહીં તો થાક લાગશે તો તમે મારા પર જ ગુસ્સો ઠાલવશો.” મીરાએ જીગરને પ્રેમથી હળવો ધક્કો મારતા કહ્યું.

“એક કીસ આપ પ્લીઝ.” જીગરે આંખ મીચકારતા કહ્યું.

“હવે જાઓ જાઓ.” કહેતા મીરા હસવા લાગી અને જીગર પણ નિરાંતનો શ્વાસ ભરતો ઉપર રૂમમાં ગયો. ત્યાં જઈ જોયું તો તેનો ફોન ચાર્જિંગમાં હતો. તેણે જલ્દીથી પોતાના ફેક એકાઉન્ટમાં લોગ આઉટ કરી દીધું અને હિસ્ટરી ડીલીટ કરી નાખી અને પોતાની બે વર્ષની માસુમ બેબીને હગ કરી સૂઇ ગયો.

“ડિયર ઊઠો, આઠ વાગવા આવ્યા.” મીરાએ નહાઈને નીકળતા જીગરને ઉઠાડ્યો.

“હજુ તો ઘણીવાર છે જાનુ.” કહેતા જીગરે મીરાને બેડમાં ખેંચી લીધી અને તેના પર ચુંબનોની વર્ષા કરવા લાગ્યો.

“આઇ એમ સો હેપ્પી ટુ ગેટ યુ ઇન માય લાઇફ જાનુ.” જીગરે તેના માથા પર હાથ પસવારતા કહ્યું.

“હું પણ ખૂબ ખુશનસીબ છું જાનુ. યુ આર સો લવીંગ.” મીરાએ એક તસતસતું ચુંબન જીગરના ફોરહેડ પર આપતા પ્રતિભાવ આપ્યો.

“ઓહ માય જાન. લાગે છે આજે ઓફિસેથી હાલ્ફ લીવ લેવી પડશે મારે. તારા આ ચુંબનનો જવાબ તો આપવો જ પડશે ને?” જીગરે કહ્યું.

“હવે જાઓ જાઓ અને ફ્રેશ થઈ જાઓ. તમારા માટે નાસ્તામાં સરપ્રાઇઝ છે.”

“ઓ.કે. આ ગયો અને આ પાછો આવ્યો.” કહેતા જીગર બાથરૂમમાં જતો રહ્યો.

પાછળથી મીરાએ જીગરનો ફોન ચેક કર્યો તો પેલું એકાઉન્ટ કે જે એક્ટિવ હતું તે ઇનએક્ટિવ થઈ ગયું હતું. મીરાને થોડો શક ગયો જીગર પર, પણ તે વાતને સાઇડમાં રાખી તે નાસ્તાની તૈયારીમાં લાગી ગઈ.

“હીઅર ઇઝ યોર ફેવરિટ ગરમાગરમ ગાંઠિયા અને મસાલેદાર ગ્રીન ટી.”

“વાઉ આજે તો ગાંઠિયા? પણ મજા ત્યારે આવશે જ્યારે તું મને ખવડાવે.”

“ઓ.કે. બેબી. લો મારા હાથે તમને જમાડું.” કહેતા મીરા હસી અને જીગરને ગાંઠિયાનો એક ટુકડો ખવડાવ્યો.

“ચલ બાય જાનુ. હું નીકળું છું.“

“ઓ.કે. બાય. ધ્યાન રાખજો અને ઓફિસમાં બહુ ચા અને મસાલા ન ખાજો.”

“હાસ્તો જાનુ.”

આખો દિવસ મીરા પેલા ફેસબુક આઇ.ડી. વિષે વિચારતી રહી. તે ગડમથલમાં હતી કે જીગરને પૂછવું કે નહીં?

“રાત્રે જીગર આવ્યા બાદ ત્રણેય જણાએ જમી લીધું અને જીગર ઉષ્માને લઇને બહાર ચક્કર મારવા જતો રહ્યો અને ત્યાં સુધીમાં મીરાએ બધું કામ આટોપી લીધું.

“જાનુ આજે તો બહુ થાકી ગયો છું. ચલ જલ્દી સૂઈ જઈએ.”

“હા, હું પણ આજે ઘરની સફાઇથી થાકી ગઈ છું અને ઉપરથી આ તમારી સોનપરી... મને પણ બહુ જ ઊંઘ આવે છે.” કહેતા મીરા પણ બેડ પર આડી પડી અને બંનેની વચ્ચે નાની ઉષ્મા રમતી હતી. થોડીવાર જીગરે ઉષ્માના માથા પર વ્હાલથી હાથ પસવાર્યો. હાથ પસવારતા તેનું ધ્યાન મીરા પર ગયું.

“કેટલી માસુમ છે મારી વાઇફ... પણ હું ખૂબ નફ્ફટ છું. તેની પીઠ પાછળ તેને દગો કરી રહ્યો છું. ક્યારેક તેને મારી આ ફેક આઇ.ડી. વિષે ખબર પડી જશે તો તે માસુમ અને કુમળા માનસ પર મારી શું છાપ પડશે?” તેવા વિચારે જીગરને ક્યારે ઉંઘ આવી ગઈ તેની તેને પણ ખબર ન પડી. ગઈકાલે રાત્રીના ચાર વાગ્યા સુધી ઓનલાઇન રહેવાથી જીગર થાકને કારણે સૂઈ ગયો.

બે-ત્રણ દિવસ જીગર ચેટ કરી ન શક્યો. વળી એક દિવસ મીરા વહેલી સૂઈ ગઈ અને જીગર આમતેમ વ્હોટ્સ એપના મેસેજ ચેક કરી રહ્યો હતો ત્યાં તેને ડેઝી સાથે વાત કરવાની ઈચ્છા થઈ આવી અને તેણે પોતાનુ ફેક એફ.બી. એકાઉન્ટ ઓપન કર્યુ.

“ઓહ માય ગોડ. આજે તો ડેઝી ઓનલાઇન છે પણ નહીં. હવે?”

આવા વિચારમાં હતો ત્યાં મેસેજ ફ્લેશ થયો.

“હાઇ મિસ્ટર, થેન્ક્સ ફોર એડ મી એઝ અ ફ્રેન્ડ.” રશ્મી પટેલ.

“વાઉ સો લક્કી આઇ એમ.” જીગરે વિચાર્યુ અને રિપ્લાય આપવા તેના હાથ થનગનવા લાગ્યા.

રશ્મી પટેલ અને જીગર(નિરંજન શાહ) બંને થોડી વારમાં જ વલ્ગર ચેટ સુધી પહોંચી ગયા. બંને વચ્ચે ગુપ્ત ફોટાઓની આપ-લે થવા લાગી. નિરંજન(જીગર) તો સાતમાં આસમાને વિહરવા લાગ્યો, પણ આ શું થોડી વારમાં જ આખા દિવસના થાકને કારણે તે ઊંઘી ગયો, પણ પેલું આઇ.ડી. એક્ટિવ રહી ગયું.

“આ જીગરને પણ એવી ટેવ પડી છે ને કે રાતના મોબાઇલ ક્યાં હોય તેનું તેને પણ ભાન રહેતું નથી. કોઈ દિવસ આ તેની સોનપરી ફોન પર બાથરૂમ કરી લેશે ત્યારે તેને ખબર પડશે.” મીરા બબડતી તેનો ફોન ઉંચકી અને ચાર્જમાં મૂકવા ગઈ ત્યાં તેને થોડા દિવસ પહેલા બનેલી ઘટના યાદ આવતા તેણે જીગરનો ફોન ચેક કર્યો અને રશ્મી અને નિરંજનની ચેટ તેની સામે આવી ગઈ. આજે તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી ન શકી અને રડી પડી.

જેમ તેમ કરીને તેણે પોતાને કન્ટ્રોલ કરી અને રેગ્યુલર કામ કરવા લાગી.

સવારે છ વાગ્યે જીગર ઊઠ્યો ત્યાં તેને પોતાનો ફોન યાદ આવી ગયો. તેણે ફટાકથી ઊભા થઈ જોયુ તો ફોન ચાર્જમાં હતો.

“મરી ગયા... આજે જો મીરા ચેટ જોઈ ગઈ હશે તો?” બોલતાં ફોનમાંથી પોતાનું ફેક એકાઉન્ટ લોગ આઉટ કરી તે મીરાને નીચે મળવા ગયો.

“હેલ્લો લવલી ડાર્લીંગ.” કહેતા જીગર મીરાને પાછળથી વળગી પડ્યો.

આજે મીરાએ કાંઈ ખાસ પ્રતિભાવ ન આપ્યો અને જીદ્દ કરીને જીગરને સૂઈ જવા મોકલી દીધો.

“મરી ગયા આજે. આજે નક્કી મીરાને બધી ખબર પડી ગઈ લાગે છે. હવે શું કરવું? એક કામ થઈ શકે આજે સામેથી કબૂલ કરી લઉં તો? અરે... ના બાબા ના... ક્યાંક તેને ખબર કાંઈ નહીં હોય તો લેવા ના દેવા પડી જશે.” એમ વિચારી તે સૂઈ ગયો. તેને ઉંઘ તો ન આવી પણ આમતેમ પડખા ફરતો રહ્યો.

આઠ વાગ્યે મીરા તેને એક જ વખત ઉઠાડી નીચે તેના કામમાં લાગી ગઈ. થોડી વાર જીગર બેડમાં પડ્યો રહ્યો એ વિચારે કે મીરા તેને જગાવવા ફરી આવશે, પણ મીરાનાં મનમાં તો પેલી ચેટ જ ઘૂમરાતી હતી એટલે તે ફરી આવવાની ઈચ્છા હોવા છતાં તેના પગ ઉપડ્યાં નહીં.

જીગરને ઓફિસ જવામાં મોડું થતું હોવાથી તે મીરાની રાહ જોયા વિના બાથરૂમમાં જતો રહ્યો. પાછળથી મીરા ચુપકેથી રૂમમાં આવી અને જોયું તો પેલુ એકાઉન્ટ ઇનએક્ટિવ થઈ ગયું હતું. આજે મીરાનો શક યકીનમાં બદલી ગયો.

જીગર બાથરૂમમાંથી બહાર નીકળ્યો અને ત્યાંનું દૃશ્ય જોઈ દંગ બની ગયો. મીરાના હાથમાં તેનો ફોન હતો અને તેની આંખમાં આંસુ.

જીગર બધું બરદાસ્ત કરે તેમ હતો, પણ તેનાથી મીરાનાં આંસુ જીરવાતાં ન હતાં. તેણે મીરાને ગળે વળગાડી લીધી.

“આઇ એમ સોરી જાનુ. મને માફ કરી દે પ્લીઝ. હવેથી હું ભૂલ નહીં કરું. મને શું થઈ ગયું કે ખાલી મજાક મસ્તીમાં આવું એકાઉન્ટ બનાવી નાખ્યું.”

“મારામાં શું ખામી છે જીગર? મેં તને ક્યારેય પ્રેમ આપવામાં ખામી રાખી છે? મારા પ્રેમમાં તને કાંઈ અધૂરપ લાગે છે?”

“ના જાનુ, તું આમ ન બોલ. તારામાં કાંઈ ખામી નથી. હું જ નફ્ફટ છું તે તારા સામે વિશ્વાસઘાત કરી બેઠો. સોરી પ્લીઝ મને માફ કરી દે. હવેથી આવી ભૂલ ક્યારેય નહીં કરું.”

મીરા માટે જીગરને માફ કરવો અશક્ય હતું, પણ તે મનોમન જીગરને ખૂબ ચાહતી હતી અને તેને એ પણ ખ્યાલ હતો કે જીગરનો તેના પ્રત્યેનો પ્રેમ ખોટો કે કાંઈ દેખાવરૂપ ન હતો.

બે ત્રણ દિવસ મીરા તેનાથી નારાજ રહી, પણ પછી જીગરે તેને તેના પ્રેમમાં રંગી દીધી અને ફરી બંને વચ્ચે બધું નોર્મલ થઈ ગયું. જીગરે મનોમન વિચારી પણ લીધું કે હવે ક્યારેય તે પોતાનું ફેક એકાઉન્ટ રીઓપન નહીં કરે, પણ બહુ વધુ સમય સુધી તે પોતાના મનને કાબૂમાં રાખી ન શક્યો. મીરા માઇન્ડ ફ્રેશ માટે તેના પિયર ગઈ હતી ત્યાં એક દિવસ જીગરે પોતાની જુની આદત મુજબ વલ્ગર ચેટ શરૂ કરી દીધી.

“મીરુ મને માફ કરજે. હું તારી સાથે દગ્ગો નહીં કરતો, પણ આ બધું જસ્ટ ટાઇમ પાસ છે મારા માટે.” આવા વિચારે તેણે ફરી ચેટ કન્ટિન્યૂ કરી દીધી. મીરા પાછી આવી ગઈ ત્યારે પણ તેની આ આદત છૂટી નહીં પણ હા, હવે તે ખૂબ સાવચેત બની ગયો હતો. ઉંઘ આવતી હોય ત્યારે તે આવી ચેટ કરવા માટે એકાઉન્ટ ઓપન કરતો જ નહીં.

આમ ને આમ છએક મહિના વીતી ગયા. વીકમાં ત્રણથી ચાર દિવસ આમ રંગીન ચેટ કરતો અને પોતાની મનની વાસનાનોને સંતોષતો.

“જીગર ઉઠ તો, ઓ જીગર ઉઠ.” રાત્રે ત્રણ વાગ્યે મીરાએ તેને હચમચાવતા કહ્યું.

“શું થયું જાનુ?” જીગરે આંખ ચોળતાં પૂછ્યું અને જોયું તો આજે પોતાનો ફોન મીરાના હાથમાં હતો.

“મરી ગયા આજે ફરી...” મનમાં તે બબડ્યો.

“હું જાઉં છું મારા પિયર ઉષ્માને લઈને. પછી તું એકલો રે’જે અને તારી આ રંગીન ચેટ કરતો રહેજે.”

“ના મીરુ ના, પ્લી...ઝ તું આમ ન બોલ. મને કાંઈક થાય છે. સોરી યાર હવે આવું ક્યારેય નહીં કરું. પ્રોમિસ... મેં તને અંધારામાં રાખી ફરી આવી ચેટ કરવાની શરૂઆત કરી.”

“આજે મને મરવાનું મન થયું હતું. તું ઉઠે ત્યારે તને ખબર પડત કે શું થઈ ગયું પણ મને ઉષ્માની યાદ આવી, બાકી આજે તું મને ખોઈ બેસવાનો હતો.” દડદડ કરતા આંસુઓ સાથે મીરા રડવા લાગી અને તેનો શ્વાસ ઉંચો થઈ ગયો.”

“પ્લીઝ મીરુ હું તને જ પ્રેમ કરુ છું. આ બધું તો જસ્ટ ટાઇમપાસ છે. મનમાં કાંઈ ફીલીંગ્સ નથી આવતી મને આવી ચેટ વખતે.”

“પ્લીઝ લીવ મી અલોન જીગર.”

“મને માફ કરી દે પ્લીઝ.” કહેતો જીગર રડતી મીરાને ચુંબન કરવ ગયો ત્યાં મીરાએ તેને દૂર ફંગોળી દીધો.

“પ્લીઝ લીવ મી અલોન.” મીરા બૂમ પાડી ઉઠી.

“ઓ.કે. પણ તને મારી કસમ છે. તું કાંઈ ખોટું પગલું ભરી ન લેજે. તારા વિના મારું કોઈ નહીં. હું તારા વિના નહીં રહીં શકું. પ્લીઝ ભગવાન ખાતર પ્લીઝ જાનુ.”

“જોઈશ હું. પણ અત્યારે મને એકલી છોડી દે.”

મીરા કામે લાગી ગઈ પણ તેનું રડવાનુ બંધ થતું ન હતું.

“જાનુ હું જાઉં છું. પ્લીઝ કાંઈ ખોટુ પગલું ન ભરતી, તને મારી કસમ છે.”

મીરાએ માત્ર હકારમાં માથું ધૂણાવ્યું અને બેડરૂમમાં જતી રહી અને સૂતેલી ઉષ્માની પાસે જઈ તેને વળગી પડી. હજુ તેનું રડવાનું બંધ થતું ન હતું.

“જાનુ પ્લીઝ હવે મને માફ કરી દે. હું તારા અને ઉષ્માની કસમ ખાઈને કહું છું કે ક્યારેય આવી ચેટ નહીં કરું.” જીગરે મીરા અને નાનકડી ઉષ્માના માથે હાથ મૂકતાં કહ્યું.

“નાઉ સ્માઇલ પ્લીઝ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ જાનુ.”

મીરાએ હળવું સ્મિત આપ્યું.

“નાઉ વન ડીપ કીસ પ્લીઝ.”

“ઉમ્મ્મ્મ્મ્માઅહાઆઅહ”

“યે હુઈ ના બાત જાનુ. હવે ટેન્શન ન લેતી.”

મીરાએ હળવું સ્મિત વેર્યુ અને જીગર ઓફિસ જવા નીકળી ગયો.

હવે જીગરે ચેટ અને એ બધું સાવ બંધ કરી દીધું હતું. બંને હેપ્પીલી એકબીજા સાથે ખુશ હતા. આ બધું બન્યા પછી મીરા અને જીગર વધુ એકબીજાની નજીક આવી ગયાં હતાં. મીરાએ પણ મનથી જીગરને માફ કરી દીધો હતો, પણ આ ખુશી બહુ વધુ સમય ન ટકી.

છ મહિના બાદ વળી જીગર પકડાઈ ગયો. આ વખતે પહેલા કરતા પણ મીરા વધુ ડિપ્રેશનમાં હતી કારણ કે જીગરે પોતાની તો ઠીક નાની ઉષ્મા કે જે તેનો જીવ હતી તેની કસમ તોડી આવુ જ્ઘન્ય કૃત્ય આદર્યુ હતું.

“શું થયું જાનુ? આજે કેમ મને મોર્નીંગ કીસ ન મળી?” જીગરે નીચે આવતા તેને પૂછ્યું.

“જીગર કોઈ ચર્ચા નહીં પ્લીઝ. તું સૂઈ જા. અત્યારે કાંઈ ચર્ચા કરવી નહીં. હજુ બહુ વહેલું છે.” મીરાએ બનાવટી હાસ્ય સાથે કહ્યું.

“ના મારે ચર્ચા કરવી છે. આજે અને અત્યારે જ. પ્લીઝ તું આમ મૌન ન બન. તારું મૌન મારા માટે સહન કરવું ખૂબ અઘરું છે. શું થયુ તને એ તો કે મને. મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ.”

“ના યાર. પ્લીઝ ચર્ચા રહેવા દે અને આરામ કર તું. થાક લાગશે તો તું નાહક મારા પર ગુસ્સે થઈશ.”

“ના. પ્લીઝ અહી આવ.” કહેતા જીગરે તેને હોલમાં સોફા પર બેસાડી અને પોતે તેની ગોદમાં માથું રાખી સૂતો.

“જાનુ એક વાત કહું? પ્લીઝ, આજે તું તારી આંખમાંથી એક પણ આંસુ ન પાડજે, જે સજા દેવી હોય તે મને આપજે પણ તું દુઃખી ન થજે પ્લીઝ. હું જાણું છું કે તને મારી વલ્ગર ચેટની ખબર પડી ગઈ છે છતાં તું મને કાંઈ કહેતી નથી પણ જાનુ આજે જે કહું છું તે હું દિલથી કહું છું. તું ખૂબ ભોળી છે. મેં અવારનવાર તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તને અંધારામાં રાખી મેં ઘણાં એવા કામ કર્યા છે જે હું કહી પણ શકતો નથી. પણ સાચું કહું મારું શરીર આજ સુધી મેં કોઈને આપ્યું નથી. એ તારા માટે જ રીઝર્વ રાખ્યુ છે મેં. હા, મેં આવી ખરાબ અને વલ્ગર ચેટ કરવાનું ચાલુ જ રાખ્યું છે પણ આ વખતે છેલ્લી વાર મને માફ કરી દે. હવે આજે હું તને દિલથી ખાત્રી આપુ છું કે આ કામ ક્યારેય નહીં થાય..” બોલતા આજે પહેલી વાર જીગર દિલથી રડી પડ્યો.

“હેય જાનું તું રડ નહી. તને ખબર છે ને કે તને કાંઈ પણ થાય તે મારી બરદાસ્ત બહાર છે. એટલે જ આ વખતે મે તને કાંઈ કહ્યું ન હતું અને હા તને હું કહેવાની પણ ન હતી પણ ભગવાને તને ઈશારો કરી દીધો અને તુ માફી માગવા મારી પાસે આવી ગયો. આજે મેં તારો ફોન જ્યાં હતો ત્યાં જ રહેવા દીધો એટલે તને એમ જ લાગે કે મને કાંઈ ખબર પડી નથી, પણ જો ભગવાનની લીલા કે તેણે તને મારી સામે નતમસ્તક કરી દીધો.

“જાનુ આજે તું ન રડજે. આજે રડવાનો વારો મારો છે. આજે તારું એક આંસુ પણ મને બરદાસ્ત નહીં થાય. આ પૃથ્વી પર મારા જેવા લોકો કરતા તારા જેવા સત્ય અને ભગવાનમાં વિશ્વાસ ધરાવતા લોકોની ખૂબ જરૂર છે. તારે મારી સાથે ન રહેવું હોય તો મને કે હું મરી જઈશ, પણ પ્લીઝ તું દુઃખી ન થતી.”

“જાનુ એક વાત કહું તારે જો ટાઇમ પાસ જ કરવો હોય તો સારી બુક્સ વાંચતો જા. ઓનલાઇન ઘણી એવી વસ્તુ છે જે તું ટાઇમ પાસ કરી શકે છે. છેલ્લે કાંઈ નહીં તો ગેઇમ રમતો જા, પણ પ્લીઝ મહેરબાની કરીને આવા કામ ન કર. મને બહુ દુઃખ થાય છે. હું તને છોડી નથી શકતી. હું જાણું છું કે તું મને પ્રેમ કરે જ છે. તારા માટે હું કેટલુ સહન કરું છું. તને આરામ મળી રહે એટલે તારા ઓફિસના કામ પણ ઘણી વખત હું કરી આપું છું ને?”

“હા જાનુ. બસ હવે એક સ્વપ્ન માનીને ભૂલી જા આ બધું. આજે ૩૧/૧૦ તારીખ છે. આજે જ આપણી સગાઈ થઈ છે એમ સમજી નવી શરૂઆત કરીએ ચાલ આપણે.” એમ કહી તેણે પેનથી દિવાલ પર તારીખ લખી અને કહ્યું કે જો હવે ક્યારેય આવું કામ કરું તો મને છોડીને ચાલી જાજે અને મને આખા સમાજ વચ્ચે બદનામ કરજે, મારા માટે મૃત્યુ કરતાં પણ એ વધુ બદતર સજા હશે.”

“ના જાનુ હું સમજુ છું કે તું મને ખૂબ જ ચાહે છે. એટલે જ તો તને આટલી વખત માફ કર્યો અને આ વખતે પણ માફ કરું છું. પણ હવે મારો વિશ્વાસ તોડજે નહીં પ્લીઝ, નહીં તો આ વખતે હું સહન નહીં કરી શકું. મને ઘણી વખત મરવાના વિચાર આવ્યા પણ કદાચ તારા પ્રેમને કારણે જ હું કાંઈ ખોટું કામ ન કરી શકી. વિચાર કદાચ મેં કોઈ ખોટું પગલું ભરી લીધું હોત તો? ઉષ્મા મોટી થઇને તને પૂછત કે મારી મા ક્યાં છે તો તું શું જવાબ આપત?”

“ના ડીયર ના. હવે પ્લીઝ તુ આ ટૉપિક છોડી દે અને ચલ મને પ્રેમજાળમાં સમાવી લે.” કહેતા તેણે મીરાને ઉંચકી લીધી અને તેને બેડરૂમમાં લઈ ગયો. સૌ પ્રથમ તેણે મીરાની સામે જ તેનું ફેક એકાઉન્ટ ડીએક્ટિવ કરી દીધું અને બંને એકબીજામાં સમાઈ ગયા.

 


Rate this content
Log in