Jayesh Patadia

Others

4.0  

Jayesh Patadia

Others

દોસ્તીમાં બ્રેકઅપ

દોસ્તીમાં બ્રેકઅપ

4 mins
350


વસ્તુ હોય કે વ્યક્તિ એટલું બધું મહત્વ ના આપો કે એ તમારી આદત બની જાય.

મિત્રો પહેલા તો હું તમને મારી ઓળખાણ આપી દઉ.

મારું નામ પ્રતિક છે.. હું સોશીયલ મીડિયા ખૂબ જ ઉપયોગ કરું છું. સોશીયલ મીડીયાના પ્લેટફોર્મમાં ઘણી બધી એપ્લિકેશન છે પરંતુ આજે મારે વાત કરવી છે, ફેસબુક વિશે.

હા મિત્રો આજે આપણે બધા આ એપ્લિકેશનનો ઉપયોગ કરી નવા નવા મિત્રો બનાવીએ છીએ અને હા તેમાં કંઈ ખોટું પણ નથી.. મિત્રો હવે હું તમને મારા મિત્ર વિશે વાત શરૂ કરૂ છું.

આજે અમારી આ મિત્રતા ને એક વર્ષ થવા આવ્યું છે.હું ફેસબુક માં ઓનલાઇન થયો મારા ફ્રેન્ડ ના સજેસન લીસ્ટ માં સુરભીનું નામ હતું.

હું માત્ર તેને નામથી જ ઓળખતો હતો. મે તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી દીધી.. સુરભી એ મારી રિકેવેસ્ટ ને અકેસપટ કરી લીધી. હવે મે તેની સાથે વાત કરવાનું નક્કી કરી મેસેજ મોકલ્યો.

તેણે પણ મને સામે જવાબ આપ્યો. બસ અહીંયા થી અમારે વાત ચાલુ થઈ ગઈ. .હું તેના વિશે જાણવા ઉત્સુક હતો. મે તેના વિશે જણાવા માટે કીધુ ? તેણે મને તેની પસંદ ના પસંદ વિશે વાત કરી.. તેણે મને જણાવ્યું કે હું સીએનું ભણી રહી છું.

તેને પણ મારા વિશે પૂછ્યું તમે શું કરો છો ? મે પણ જવાબ આપ્યો હું બીઝનેસ કરું છું. તેને ફરી પાછું પૂછ્યું શેનો બીઝનેસ છે ? મે જવાબ આપ્યો ફાઈનાન્સયલ એડવાઈઝર છું.મે કહ્યુ મારે શેર માર્કેટ, એસ આઈ પી, મ્યુચ્યુઅલ ફંડ નો બીઝનેસ છે. તેને મને કહ્યું શેર માર્કેટમાં મને રસ છે પરંતુ તેના વિશે હું ખાસ જાણતી નથી, મે પણ તેને કહ્યું તેમાં કઈ નથી હું તને શિખવાડી દઈશ.. તેણે મારો આભાર માન્યો.

બસ હવે તો અમરો વાતનો સિલસિલો ચાલુ થયો ગયો હતો, તેણે મને પૂછ્યું તમે મને કઈ રીતે ઓળખો છો ? મે કહ્યુ હું તારી બહેન માનસી પણ મારી ફ્રેન્ડ છે.

એકવાર વાતવાત માં મારા બેસ્ટ ફ્રેન્ડ વિશે વાત થઈ મારો બેસ્ટ ફ્રેન્ડ (વિકી) તેણે મને કહ્યું હા તમારા બેસ્ટ ફ્રેન્ડ (વિકી) વિશે સાંભળેલ છે પરંતુ ખાસ કઈ ઓળખતી નથી. હવે તો મને લાગ્યુ જાણે અમારી મિત્રતા નો કઈ નવો જ રંગ ખીલી ઉઠ્યો છે. હા હવે તો અમે રોજ વાતો કરતા જાણે તે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ હતી. હું મારી બધી જ વાત તેની સાથે શેર કરવા લાગ્યો તો.. હા હવે અમે બંને વોટ્સએપ માં વાત કરતા હતા.

પરંતુ એક દિવસ બન્યું એમ કે મારા મોબાઇલ ખરાબ થઈ જવાથી હું તેને મેસેજ ના કરી શક્યો.. હવે હું મારી તે ફ્રેન્ડ ને ખુબ યાદ કરું છું.પણ તેને મેસેજ નથી કરી શકતો.

મારા મનમાં પણ એમ જ હતું. તે પણ તેના‌ આ ફ્રેન્ડ ને ખૂબ યાદ કરતી હશે. થોડા દિવસ પછી મેં નવો મોબાઈલ લીધો, મને મારી ફ્રેન્ડ પ્રત્યે આશા હતી કે મે ઘણા દિવસથી વાતો નથી કરી તો તેણે મારા હાલ ચાલ જાણવા વિશે મેસેજ કર્યા હશે, કેમ આટલા દિવસોથી કોઈ મેસેજ નથી ? કેમ હું ઓનલાઈન નથી આવતો ? ફ્રેન્ડથી આટલો નારાજ થઈ ગયો છો કે શું ?

આવા ઘણા મેસેજ તેને મને કર્યા હશે. પણ મારી બધી જ આશા ખોટી નિકળી, તેણે તો મને કોઈ મેસેજ નહી કરેલો.. મારી ફ્રેન્ડ ના કોઈ મેસેજ ન હોવાથી મને મનમાં થોડું દુઃખ થયું પણ મેં મન ને સમજાવવાની કોશિશ કરી હતી તે પણ કોઈ કામ માં વ્યસ્ત હશે માટે તેને મેસેજ નહિ કર્યા હોઈ. પણ 

મને તો પાછો પ્રશ્ન કર્યો આટલી બધી વ્યસ્ત કે તે તેના મિત્ર ને યાદ પણ ના કરી શકે ?

મે મારા નવા મોબાઈલ થી તેને મેસેજ મોકલ્યોઅને પૂછ્યું મેસેજ કેમ ન'તી કરતી ? 

તેણે જવાબ આપ્યો તમે ન'તા કરતા માટે.. તે આગળ વાત કરતા કહે છે કે તમે મને મેસેજ કર્યો હોઈ અને મે જવાબ ના આપ્યો હોઈ તે ક્યારે બન્યું છે ?

મે પણ જવાબ માં હા જ કહી વાત પૂરી કરી. કેમકે મને તો આદત થઇ ચૂકી હતી તેની સાથે વાત કરવાની.

મે થોડા દિવસ વાતો ચાલુ રાખી.એક દિવસ હું મારી સ્ટોરી લખવામાં વ્યસ્ત હતો, મે તેને રાતે ગુડ નાઈટ કહી મે તેને સુવા જવા કહ્યું..

મને થયું જોવ તો ખરી હવે તેના આ મિત્ર ને હવે કેટલું મહત્વ આપે છે. બીજા દિવસે મેં મારી તે મિત્રના મેસેજની રાહ જોઈ એક દિવસ થઈ ગયો તેનો કોઈ મેસેજ નથી, મે પણ તેને મેસેજ કર્યો નથી.

આજે બીજો દિવસ છે કાલ ની જેમ જ તેનો કોઈ જ મેસેજ નથી. દિવસો પર દિવસો પસાર થઈ રહ્યા છે કોઈ જ મેસેજ નથી, હા મે પણ હવે તેને મેસેજ ના કરવાનું નક્કી કર્યું છે.

મારે મારી આ વાત તેના સુધી પહોંચાડવી છે કેમ કે મે તેને મારી બેસ્ટ ફ્રેન્ડ માની પણ તેને માટે તો હું એક ફક્ત ટાઈમ પાસ ફ્રેન્ડ જ છું.

આજે મને અફસોસ એ વાત નો નથી કે મે તેને ફ્રેન્ડ બનાવી મને અફસોસ તો એ વાત નો છે કે જેને મે મારી બેસ્ટ ફ્રેન્ડ માની બધી જ વાત કરી એ ફ્રેન્ડના જીવનમાં મારી મિત્રતાનું કોઈ જ મહત્વ નથી, આજે અમે ફરીથી સ્ટ્રેન્જર બની ગયાં છીએ.

હા મારે તેની સાથે વાત કરવાની આદત બની ગઈ હતી,

હવે એ આદત ને છૂટતા સમય તો લાગશે સાહેબ..

ઓર આખિર મેં દો દોસ્ત અજાણ બનકર બીછડ ગયે,

જો એક દુસરે કે બારે મેં સબકુછ જાનતે હુએ ભી !

થેન્ક્સ સુરભી કે તું મને જિંદગી માં ઘણું-બધું શીખવી ગઈ. 

( આઈ મિસ યુ ટુ સુરભી )


Rate this content
Log in