Akshar Soni

Others

2  

Akshar Soni

Others

ડોશીમાની ખુમારી

ડોશીમાની ખુમારી

1 min
2.9K


બપોરનો સમય થઈ ગયો હતો માથે સૂર્ય સોળે કળાએ ખીલ્યો હતો. આ જગતના સૌ પોત પોતાના આધાર શોધી રહ્યા હોય છે. હું પણ મારો ઘરનો આધાર લેવા માટે શાળાએથી છૂટીને જતો હતો. હું અને મારી સાઈકલ એકાંત રસ્તા પર આવી ગઈ. અમે બંને એકબીજા સાથે વાતો કરતાં-કરતાં એકલા ચાલ્યા જતા હતા. આગળ આજુ બાજુ બધે વૃક્ષો હતા. ત્યાં એક વૃક્ષ નીચે ડોશીમાં બેઠા હતા, વૃક્ષ નીચે ત્રણ કચરા ની કોથળીઓ પણ પડી હતી. ડોશીમાની માથે ધોળા વાળ આવી ગયા હતા, તેમની સાડી પણ ફાટલી હતી. આ બધું હોવા છતાં તેમના મુખ પર આ બધાની કોઇ અસર દેખાતી ન હતી.

બીજી બાજુ ના રસ્તા પર એક જુવાન છોકરી બાઈક પર ચાલી જતી હતી, તેનામાં પશ્ચિમી સંસ્કૃતિના ઉભરા છલકાતા હતા. આ ડોશીમાં બધું જોતાં જોતાં જમીન પર ધૂળમાં હાથ ફેરવતા હતા અને જાણે પેલી યુવતીને કહેતા હોય કે ઓ રંગીલી મોજીલી છોકરી તારી પાસે ભલે આ જગતની સુખ સાયબીઓ હોય પરંતુ એ બધું મારી પાસે ન હોવા છતાં મારી પાસે આ આખી પૃથ્વી છે.


Rate this content
Log in