દાદાનો ડંગોરો લીધો
દાદાનો ડંગોરો લીધો
1 min
14.3K
બસ હવે અલવિદા... વિચાર્યું હતું કે નિવૃત્તિ પછીનો સમય દીકરો- વહુ અને પૌત્ર-પૌત્રી સાથે મજેથી રહીશું. પણ હવે આ રોજની વહુની ટક-ટક, દીકરાનાં મેણાં, ઉપેક્ષિત વર્તન... સહન નથી થાતું. “તું દુનિયામાં હોતને તો આપણે સાથે જ ગામડે રહેતે અને મજા કરતે. પણ તું મને મેલીને જતી રહી. હવે તો વૃદ્ધાશ્રમ જ એક આશરો...” રમણીક્લાલે દિવંગત પત્નીના ફોટાને મનભરીને જોયો અને થેલામાં મૂક્યો. ને બંગલાનો દરવાજો ખોલીને ફળીયામાંથી ચાલતા થયા. દીકરા માટે સંદેશો તો મૂક્યો હતો પણ વાંચશે?
ત્યાં જ પાછળથી એક નાનો-નાનો કોમળ સ્પર્શ અનુભવાયો. ત્રણ વર્ષની પૌત્રી દાદાનો હાથ ખેંચી રહી હતી. દાદા-દાદા બહાર જાઓ છો? મારી સાથે ઘોડો ઘોડો રમો ને...
ને રમણીકલાલે ફરી એક વાર થેલામાંના ફોટાને સ્પર્શી લીધું.
