STORYMIRROR

Monali Soni

Others

2  

Monali Soni

Others

ચોકલેટની મિઠાશ

ચોકલેટની મિઠાશ

3 mins
14.2K


માધવ : ફોન પર હેપ્પી ચોકલેટ ડે મન (મોનુ) મોનુ : હેપ્પી ચોકલેટ ડે માધવ ..

માધવ : મન ૧૦ મિનિટમાં લો -ગાર્ડનમાં મળીએ. હું તારા માટે બહુ બધી ચોકલેટ લાવ્યો છું જલદી પહોંચી જા.. મોનુ (મલકાતી): આહા.. ઓકે માધવ હું નીકળું છું, તુ મોડો ના અાવીશ સીયુ માધવ.. માધવ : હા, હું પણ નીકળ્યો આ બાઇકની ચાવી જ લીધી..

(૧૫ મિનિટ પછી) મોનુ(ફોન કરીને ) : માધવ કેટલે રહ્યો યાર? તુ કયારે સુધરીશ! માધવ : હા બકા આ ટ્રાફિકમાં ફસાયો છું તુ ફોન મુક હવે. પાંચ મિનિટમાં મસ્ત ચોકલેટની મજા માણીશ.. મોનુ(ખૂશ થઇને) : હા જલદી આવ, મોઢામાં પાણી આવી ગયુ છે.. માધવ(સ્મિત સાથે) : હા મન આવ્યો..

(૧૦ મિનિટ પછી માધવ પહોંચ્યો) મોનુ(આતુરતાથી): કેટલી વાર કરી માધવ જલદી લાવ મારી ચોકલેટ હવે મારાથી નહિ રાહ જોવાય.. માધવ(ગભરાતા અવાજે ): સૉરી મન.. મોનુ (અધીરાઈથી) : અરે, કાંઈ વાંધો નહિ.. તુ હવે ચોકલેટ અાપીશ! કયાં છે ચોકલેટ!  માધવ(બે મિનિટ ચૂપ રહીને):મોનુ ચોકલેટ્સ અહીંથી નિકળીને લઈ આપું ..

મોનુ (ઉદાસભાવે): કેમ? તુ તો મારા માટે બહુ બધી ચોકલેટ લાવ્યો હતો ને! તો ફરી કેમ લેવાની? માધવ : હા, લાવ્યો તો હતો પણ..  મોનુ : પણ! શું? પડી ગઈ રસ્તામાં!

માધવ : ના પડી નથી, પણ તુ ચાલને અાપણે હેવમોરમાં જઈએ ત્યાં મસ્ત ચોકલેટ્સ ખાઈશુ.. મોનુ : ના તુ પેલા મને કે શું થયું એ ચોકલેટ્સનું? માધવ : કંઈ નથી થયું, મેં એ ચોકલેટ્સ કોઈને અાપી ખાવા એટલે. મોનુ (આશ્ચર્ય થી) : કોને આપી દીધી મારી ચોકલેટ્સ? માધવ : જો સારુ સાંભળ, હું ચોકલેટનું બોક્સ લઈને આવતો જ હતો ગાર્ડનમાં ત્યારેે બહાર અમુક ભૂખ્યા, અંધ અને અપંગ બાળકો બેઠા હતા. જયારે એમાનાં એક અપંગ બાળકે મારા હાથમા ચોકલેટ જોઈ ત્યારેે એની આંખોમાં ચમક અને મોઢામા પાણી આવી ગયું હતું, એ જોઇને મને થયુ આપણે તો ફરી પણ ખાઈ લઈશું.. એટલે મેં બધી ચોકલેટ્સ એ બાળકોને આપી દીધી..

મોનુ (બે મિનિટ ચૂપ રહીને થોડા કડક અવાજે): સરસ..(હાથ પકડીને) ચાલ કયાં છે એ બાળકો બતાવ તો મનેય.. માધવ (આશ્ચર્યથી): મન હું સાચું કહું છું તુ કેમ આવુ બોલે છે! (ગાર્ડનની બહાર નીકળીને) મોનુ: કયાં છે જ કોઈ બાળક બતાવતો! માધવ (ઉદાસ અવાજે):મન હું સાચું જ કહું છું, અહીંથી થોડેક આગળ એ બાળકો બેઠા છે.. મોનુ (ગંભીરતાથી): સારું ચાલ તો, ત્યાં લઈ જા મનેય.. માધવ(મોટા અવાજે) : સારું ચાલ!

(હાથ પકડીને) (બાળકો પાસે પહોચીને) મોનુ(બેગમાંથી ચોકલેટ બોક્સ કાઢીને) : (આંખોમા ચમક સાથે) લે માધવ આ ચોકલેટ્સ પણ એ બાળકોને જ આપી દે.. માધવ(આશ્ચર્યથી): મન તારી પાસે પૈસા કયાંથી આવ્યા આટલી મોંઘી ચોકલેટ લાવાના! મોનુ : મેં ચોકલેટ લાવવા બચાવ્યા હતા. દર વખતે તુ જ મારા માટે લાવે છે એટલે હું પણ તારા માટે લાવી હતી.. માધવ (સ્મિત સાથે) : મન હું લાવુ કે તુ એક જ વાત છે, આપણા સંબંધમાં ચોકલેટની મિઠાશ જળવાઈ રહેવી જોઇએ.. મોનુ : હા વાત છે મહત્વની. તો ચાલ, હવે એ બાળકોને આપી દે ચોકલેટ્સ ..

માધવ : ના હવે, મેં આપી જ ને તો કેમ? મોનુ : મને પણ એ બાળકોના કચરાથી ખરડાયેલા ચહેરા પર ચોકલેટની મીઠી ચમક જોવી ગમશે.. માધવ(મલકાતા): ચાલ, આપણે બંને એ મીઠી ચોકલેટ્સની ચમકની મજા માણીએ.. (મન માધવ ચોકલેટ્સ બાળકોને અાપીને ખુશખુશાલ થઈને હેપ્પી ચોકલેટ ડે કહીને છુટા પડયા).. 


Rate this content
Log in