STORYMIRROR

Arvind Maru

Others

2  

Arvind Maru

Others

ભાઈબંધી

ભાઈબંધી

2 mins
3.0K


આજે રાતનાં ઉજાગરાને કારણે સવારે જાગવામાં મોડું થયું. કોણ ડેલી ખખડાવી ગયુ હશે કોને ખબર. ઊઠીને જોયું તો ડેલી એ એક પરબીડીયુ પડ્યુ'તુ પછી મેં પરબીડિયું લઈ તેને ખોલી વાંચવાનું શરૂ કર્યુ.

પ્રિય મિત્ર અરવિંદ તું આનંદમાં હશે એવી આશા રાખું છું. ધણાં દિવસો વીતી ગ્યા કોઈ ફોન નહીં મેસેજ નહિ, કેમ ભુલી ગયો કે શું?

થયું એવું કે હુંજ તને ફોન કરું પણ તારો નંબરજ ડીલિટ થય ગયો'તો. એટલે આ પત્ર લખું છું. ઘણાં સમયથી મળ્યા નથી. એકાદ આંટો મારી જા તો સારું રહે. પછી મેં એ પત્રને મૂકી રોજની જેમ તૈયાર થઈ ટિફીન લઈ હું કામે ચાલ્યો ગયો.

ઘણાં દિવસો બાદ યાદ આવી ગ્યું કે રાજુએ પત્ર લખ્યો હતો તો ચાલને આજ રજા છે તો એક આંટો મારતો આવું.

એનાં ઘરે જઈને મેં ડોર બેલ વગાડ્યો. "આવો." રાજુના મમ્મિએ કીધું. "કોણ? ઓળખાણનો પડી..." માસી હું રાજુનો મિત્ર કેમ છે રાજુને? ક્યાં છે ઈ? ઘણા દિવસો બાદ મળવા આવું છું એટલે ખબર નો'તી કરી."

આ સાંભળી રાજુની મમ્મીની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. કાંઈ બોલ્યા વગર ન્યાંથી રડતા રડતા નીકળી ગયા.

મને પણ અચંબો લાગ્યો શું થયું હશે. જ્યારે હું એમની પાછળ પાછળ ઘરે ગ્યો. ત્યારે મને કીધું, "બેટા, રાજુ બહુ બીમાર પડી ગયો તો છેલ્લા છ મહીનાથી અમદાવાદમાં દવા ચાલુ હતી. લાંબી માંદગી બાદ આજે એ આપણી વચ્ચે નથી રહ્યો." આ સાંભળી મારી આંખ પણ ભીની થઈ ગઈ.

વિચાર કર્યો હું સ્વાર્થી બની કામ ધંધામાં વળગી રહ્યો. મારા મિત્રોને પણ સમય ન આપી શક્યો. બહુ પછતાવો થાય છે.

એકવાર મેં મળી લીધું હોત તો સારું થાત. એને થોડોક દીલાસો મળી જ પોતાન કાર્યમાં એટલું બધું પણ ન ગૂંચવાઈ જવું કે આપણા વ્હાલા મિત્રોને પણ ભૂલી જવાય.


Rate this content
Log in

More gujarati story from Arvind Maru