Hina Soni

Others

3.5  

Hina Soni

Others

અસત્ય

અસત્ય

3 mins
3.3K


 ખોટું ને સમજવા માટે આપણે પહેલા તેના વિરોધી શબ્દ સાચું સમજવું જોઈએ ...

 સાચું એટલે શું ?

:-આપણે વ્યક્તિ પાસે જે જવાબની અપેક્ષા રાખીએ તે સાચું છે...

:-કે પછી આપણે ધારેલી કે આપણે આશા રાખેલી વાત અને વાક્યો જો આ વ્યક્તિ બોલે તો જે વ્યક્તિ સાચો છે...અને જો એ આપણી ધારણા મુજબ નો જવાબ ન આપે તો એમ સમજી લેવાનું કે તે ખોટું બોલે છે ?

સાચું હમેશા એ નથી હોતો જે આપણે સાંભળવા ઈચ્છતા હોઈએ .... અને એમાં મીઠાશ જ હોય પણ ક્યારેક સાચું કડવું પણ હોઈ શકે છે, સત્ય આંખે નથી દેખાતો અને ઘણીવાર સાંભળેલું પણ સાચું નથી હોતો તેથી શું આપણે અસત્યની ધારણા બાંધી લેવી 

અને શું આપણે પણ હર હંમેશા દરેક વ્યક્તિના મન પ્રમાણે જવાબો આપીએ છીએ ?

ના ! બિલકુલ જ નહીં.

તેથી સર્વ પ્રથમ ખોટુ ને સમજવા માટે પહેલા સાચું ને સમજવું જરૂરી બને છે ..બહુ ગૂંથાયેલી વાત લાગશે પણ સાચું અને ખોટું સમજવા માટે બંને ની વ્યાખ્યા સમજવી જરૂરી બને છે... વિચાર્યા અને જાણ્યા વગર કોઈ દિવસ સાચું અને ખોટું ને જજ નહીં કરો કેમ કે જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે તેવી જ રીતે વ્યક્તિ પણ બદલાતો હોય છે દરેક વ્યક્તિને એકસરખી પરિસ્થિતિ હોતી નથી દરેક વ્યક્તિ સાથે તેમની પરિસ્થિતિ અને હાલાત બંને અલગ હતા હોય છે અને તે પ્રમાણે જ તે વ્યક્તિને પોતાને અભિવ્યક્તિ રાખવી પડે છે વ્યક્તિ બદલાય છે .....

આપણે ઘણીવાર જોયું છે કે અદાલતોમાં ન્યાય માટે કોણ સાચું છે કે ખોટું તેના પર દલીલો થાય છે દરેક જણ ગીતા કુરાન અને બાઇબલ જેવા ગ્રંથો ઉપર હાથ રાખીને પોતે સત્ય બોલે છે એવો દાવો કરે છે છતાં પણ સત્ય એની વાતમાં તો નહીં માત્ર જ હોય છે .. શા માટે આમ થાય છે કદાચ એનું કારણ વ્યક્તિના હાલત અને પરિસ્થિતિ છે જે તેમને ખોટું બોલવા માટે મજબૂર કરે છે .

જો આ મજબૂરીમાં બોલાયેલું ખોટું જો કોઈની ભલાઈ માટે બોલાતું હોય તો તેને ગીતા બાઈબલ કુરાન પણ સ્વીકારે છે, અને ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહેલું જ છે સો અસત્ય હું માફ કરું છું જો એ એકની ભલાઈ માટે બોલાતું હોય.

    સાચાનો રસ્તો અઘરો છે, જ્યારે ખોટું કરવા માટેનો રસ્તો બહુજ સરળ છે. સત્ રસ્તો અઘરો હોવા છતાં જીવનમાં પરમ આત્મ શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે જ્યારે અસત્ નો રસ્તો જીવનભર દુઃખ અને અશાંતિનો, આત્મગ્લાનિ અનુભવ કરાવે છે.. હંમેશા ઈશ્વર આપણા માટે બે રસ્તા રાખે છે..

--સરળ અને અઘરું--

 સંસ્કાર ઉપરથી આપણે આપણા રસ્તાની પસંદગી કરીએ છીએ સાચાનો રસ્તો પકડ નાર પ્રતિષ્ઠા અને નામના ધરાવે છે જ્યારે ખોટાનો રસ્તા નું સ્વીકાર કરવા વાળા પોતાના કુળનો નાશ કરે છે .ઈશ્વરે દરેક વ્યક્તિને એક સમાન નથી બનાવ્યા અને એક સમાન કોઈના વ્યવહાર પણ નથી રાખ્યા. તેથી દરેકના જીવનમાં દરેક પરિસ્થિતિમાં સાચું અને ખોટાનો સામનો કરવો પડે છે અસત્યનો ઉપયોગ કરવો ખોટો નથી પણ જીવનમાં સતત ઉપયોગમાં લેવું ખોટું છે ભલાઈ કરવા માટે કોઇની રક્ષા કરવા માટે કોઈ ધર્મ ને માનવા માટે જો ખોટું બોલવું પડે તો એ અસત્યની ગણના પણ સકર્મ માં લેખાય છે.

બાકી , કહેવાય છે ને

જૂઠનો  લિબાસ ક્યાં સુધી ઓઢશે કાફીર 

લિબાસ તન ઢાંકે છે મન નહીં.....

કહેવાય છે કે જૂઠ નું લિબાસ  બહુ વસ્તુ હોય શે એ દરેક વ્યક્તિ ખરીદી શકે છે પણ સત્ય નું ઓઢણ ઓઢવું હોય તો એની ઓકાત હોવી જોઈએ કેમ કે સત્ય કડવું પણ છે અને કઠીન પણ છે જે સાધારણ વ્યક્તિ પોતાના જીવનમાં અનુસરવાનું વિચારી શકતો નથી 

તેથી જ કહેવાય છે ને...

જૂઠ તો રોજ લિબાસ બદલતા હે લેકિન સચ આજ ભી દિગંબર હે

 ખોટું બોલનાર ને વારેવારે પોતાનું બોલેલું વારવા માટે વારંવાર ખોટું બોલવું પડે છે જ્યારે સાચું સંપૂર્ણપણે નગ્ન છે અને વારેવારે જુઠ નું સાથ લઈ જીવન જીવવા લાગતો વ્યક્તિ સંસારમાં સુખ કરતા દુઃખ નું સામનો વધારે કરવો પડે છે જો વ્યક્તિ પોતાના જીવનમાં એક નગ્ન સત્ય સ્વીકારી લે તો તે ઘણી જ મુશ્કેલી ટાળી શકે છે... ભ્રષ્ટાચાર, વ્યભિચાર ,અન્યાય આવા દૂષણો દૂર થઈ શકે છે અંતે હું આટલો કહીશ કે પ્રભુ દરેક ને સદ્બુદ્ધિ આપે અને સત્યના માર્ગ તરફ વાળે ભગવાન પાસે કાંઈ પણ માંગું હોય તો પ્રાર્થના એ ભગવાન સુધી આપણી વાત પહોંચાડવાનો રસ્તો છે તો આ લેખ પણ પ્રાર્થના સાથે પૂર્ણ કરીએ અને જીવનમાં સાચી દિશા ને અને સત્ય ને આવરી લઈએ. 

        ---પ્રાર્થના---

અસત્યો માહેથી! પ્રભુ પરમ સત્યે તું લઇજા !

ઊંડા અંધારેથી !પ્રભુ પરમ તેજે તું લઇજા!

મહામૃત્યુમાંથી !અમૃત સમીપે નાથ તું લઈજા! 

હિણો હું છું !તો તુજે દર્શનના દાન દઈ જા!-


Rate this content
Log in

More gujarati story from Hina Soni