STORYMIRROR

Ritvi Buch

Children Stories Drama Fantasy

3  

Ritvi Buch

Children Stories Drama Fantasy

અસલમાં બંધ કોણ ?

અસલમાં બંધ કોણ ?

3 mins
298

ખુશીવન નામના વનમાં હાથીરામ અને એમનો દીકરો ગજરાજ રહેતા હતાં. ગજરાજ ને પોતાના પ્રાણી હોવાથી બહું શરમ આવતી. એને માનવ ની જેમ યંત્ર, સાધન, વિમાન ની આશા હતી. હાથીરામ બહુ સમજાવતા, પણ ગજરાજ ના માનતો. 

રવિવારનો દિવસ હતો, હાથીરામ પોતાના રાબેતા મુજબ, ચા ની રકાબી લઈને સમાચાર વાંચતા હતાં. સમાચાર માં એક બે લેખ વાંચી, ગયા પોતાના દીકરા ને ઉઠાડવા.

"ગજરાજ, ઊઠી જા હવે, આઠ વાગી ગયા છે." બૂમ જેવી પાડી કે ગજરાજ દોડતો આવ્યો અને જીદ કરવા લાગ્યો, "પપ્પા આજે મને ફરવા લઈ જાવ, કેટલા દિવસ થઈ ગયા, આજે મારે માનવ સંગ્રલાય માં જવું છે. અમારા જયવાઘ સાહેબ કહેતાં હતાં કે નવા, અલગ પ્રકાર ના માનવ આવ્યા છે, જેના માથા એક લંચોરસ યંત્ર માં ફસાયેલા છે, એ ઉપર ના જોવે."

હાથીરામ ને અચરજ થાયો, કે આ પોતાને વિદ્વાન બતાવણર માનવ, આવા યંત્ર માં કાઈ રીતે ખોવાય, અને આવી નવાઈ પામતા, કહ્યું ગજરાજ ને તૈયાર થઈ જાવા માટે. 

હાથીરામ અને ગજરાજ નીકળ્યા માનવ સંગ્રલાય તરફ, ચાલતા ચાલતા, રસ્તા ની મજા લેતા... વચ્ચે ગજરાજ ને ભુક લાગતા થોડા કેળા ખાધા. આગળ જતાં જ એક માનવ ની મોટર આવી અને હાથીરામ ગબરાણા. મન માં વિચાર્યું કે, આ માનવ ચોક્કસ એમને હામી પહોંચાડશે પણ આશ્ચર્ય ની વાત હતી કે મોટર એમજ દોડી ગઈ.

ચાલતા ચાલતા, હાથીરામ એ ગજરાજ ને સમજાવ્યું, "કે આગળ એક શહેર આવાનું છે, અહીંયા - ત્યાં જતો નહી, નેતો માનવો પકડીને લઈ જશે અને બંધ કરી દેશે." ચાલતા ચાલતા, આગળ ગયા તો જોયું કે ચારે બાજુ સુમકારો. 

હાથીરામ આશ્ચર્ય પામતા, ચકલી બેન ને ફોન કર્યો જે આ શહેર માં રહેતા હતાં. ચકલી બેન ને પૂછ્યું કે આવો શાંત દિવસ કેમ છે, કાઈ ખતરો છે આપણા ખુશીવન સ્થાન પર? ચકલી બેન ને પણ આ વાત નો આઘાત લાગ્યો જ હતો. એક માણસ જતો દેખાણો, તો પોલીસ એ મારીને અંદર મોકલ્યો. 

ગજરાજ ને યાદ આવ્યું અને બોલ્યો, "રાજુ વાંદરા ને આમજ લઈ ગયા હતાં, પણ આ તો માણસ છે, તો એને શું કરવા પોલીસ મારે છે ? આપણા શિયાળ પોલીસ કાકા તો મારતા નથી". હાથીરામ ગબરણા અને આગળ શાંતિ થી ચાલવા લાગ્યા. 

એક બે માનવ જે દેખાય એના મોઢા પર કપડું બાંધેલું, ગજરાજ એ ફરી કહ્યું, કે આમજ સંતુ સાપ ના મોઢા પર બાંધ્યું હતું માનવ એ જ્યારે યંત્ર લાઈ આવ્યા હતાં અમારા ફોટા પાડવા.

બધી બાજુ સુમકાર, ના લોકો ને અવરજવર, ના હરીફાઈ કરતી મોટરો, બસ ખાલીપો. ગજરાજ ને માનવ સંગ્રલાય શહેર માં જ દેખાય ગયું.

પાટયા પર પડેલા માણસો, ખાલી ખાવા ઊભાં થાય. ઓરડો જેમાં બધા ને બંધ રાખેલા હતાં. ના કોઈની અવર જવર, ના ઝગમગાટ. 

અને બધા પોતાના યંત્ર માં ગુસેલા. 

હાથીરામ એ ગજરાજ ને એજ જોતા સમજાવ્યું, કે પ્રાણી હોવાનો લાભ કેટલો છે આપણે, આપણે વન માં રહી, બધી ઋતુ માણીયે,

મોર મામા નો નૃત્ય વરસાદ માં જોઈએ, સિંહ દાદા ની રક્ષા માં રહિએ, અને માનવ ના શહેર માં ના કોઈ એક બીજા સામું જોએ છે, ના સામું હસે છે. 

ગજરાજ ને પોતાના પ્રાણી હોવા પર માન થયું. અને જે માનવ બંધ હતાં એના ઉપર દયા આવી. ગજરાજ ને પાછું લાઈ જતા કહ્યું, આ માનવો એ જે દશા આપડા વન ના પ્રાણીઓ ની કારી એજ એ ભોગવી રહ્યા છે. 

પાછા ફરી, ગજરાજ પોતાના દોસ્તારો ને મળવા ગયો અને આ ઘટના સંભળાવી. સંભાળતાજ બધા ને માન થયું, પોતાના ખુશીવન ઉપર. અને મન માં માનવ પ્રત્યે દયા જગાડી. અને નદી કાંઠે રમવા લાગ્યાં. 


Rate this content
Log in