VIJAY THAKOR

Others

3  

VIJAY THAKOR

Others

અપશુકનિયાળ રાજા

અપશુકનિયાળ રાજા

3 mins
518


ઘણા વરસો પહેલાની આ વાત છે. ત્યારે રજવાડા ચલતા હતા. આવા એક નગરમાં એક રાજા રાજ કરતો હતો. રાજા ખુબ ઉદાર, દયાળુ અને પ્રજાવત્સલ હતો. પણ તેને એક જ દુખ હતું. તેના ઘરે શેર માટીની ખોટ હતી. તેને કોઈ સંતાન ન હતું. આ વાતનું રાજાને ખુબ જ દુખ હતું.

એક વખતની વાત છે. રાજા અને પ્રધાન વહેલી સવારે નગરચર્યા કરવા માટે નગરમાં નીકળ્યા હતા. એ વખતે એક ખેડૂત હળ લઈને ખેતરમાં અનાજની વાવણી કરવા જઈ રહ્યો હતો.

પણ આ રાજાને આવતા જોઈ તે પાછો વળી ગયો. આ જોઈને રાજાએ પ્રધાનને પૂછ્યું પેલો ખેડૂત આપણને જોઇને પાછો કેમ વળી ગયો ? ત્યારે પ્રધાને પેલા ખેડૂતને બુમ પાડી ઉભો રાખ્યો. પ્રધાન ખેડૂતની પાસે ગયો અને બોલ્યો, ‘ભાઈ તું અમને જોઇને પાછો કેમ વળી ગયો ? ત્યારે ખેડૂતે જવાબ આપ્યો. ‘પ્રધાનજી હું ખેતરમાં નવા વરસની ખેતીનું વાવેતર કરવા માટે જઈ રહ્યો છું. પણ મને મહારાજ સમા મળ્યા. મહારજ વાંઝીયા છે. એટલે મને અપશુકન થયા. હવે જો હું વાવેતર કરવા જાઉં તો વરસ સારું ન આવે. એટલે હું પાછો વળી ગયો.

પ્રધાન રાજા પાસે પાછા આવ્યા. અને ખેડૂત કેમ પાછો વળી ગયો હતો તેની કારણ કહ્યું. આ સાંભળી રાજા ખુબ જ દુખી થયા. રાજા અને પ્રધાન ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં સામેથી એક બાઈ આવતી હતી. તે વાંસમાંથી બનાવેલા સુપડા વેચવા સામે ગામ જતી હતી. તેને જોયું તો સામેથી રાજા અને પ્રધાન આવતા હતા. એટલે તે પણ પછી વળી ગઈ. રાજાના ફરીથી નવાઈ લાગી. તેમેને પ્રધાનને કહ્યું, ‘પેલી બાઈ આપણને જોઇને પછી કેમ વળી ગઈ ?’

પ્રધાનજી ફરી પેલી બાઈ પાસે ગયા અને પૂછ્યું, ‘બાઈ તું અમને જોઇને પાછી કેમ વળી ગઈ. ત્યારે તે બાઈએ કહ્યું, ‘પ્રધાનજી હું આ સુપડા વેચને ઘરનું ગુજરાન ચાલવું છું. હું સામે ગામ સુપડા વેચવા જતી હતી. પણ મહારાજ સામે મળ્યા. મહારજ વાંઝીયા છે. એટલે મને અપશુકન થયા. હવે જો હું સામે ગામ વેચવા જાઉં તો મારું એકપણ સૂપડું વેચાય નહિ. અને મારે ઘરે સાંજે ચૂલો સળગે નહિ.

પ્રધાનજી બાઈની વાત સાંભળી રાજા પાસે પાછા આવ્યા. અને આખી વાત રાજાને કરી. રાજા આખી વાત સમજી ગયા. તે ઉદાસ થઇ ગયા. પછી રાજા અને પ્રધાન નગરમાં પાછા આવ્યા. થોડીવાર પછી દરબાર ભરાયો. રજા પણ સભામાં આવ્યા. પણ રાજા ખુબ જ ઉદાસ હતા. તેમને ઉદાસ જોઈ રાજના પુરોહિતે પૂછ્યું મહારાજ આપ ઉદાસ કેમ છો ? ત્યારે રાજાએ પોતાના મનની વાત કરી. ‘હું વાંઝિયો છું એટલે કોઈ મારા શુકન પણ લેતું નથી. એટલે હું દુખી છું.’ ત્યારે રાજપુરોહિતે કહ્યું, ‘મહારાજ આપ ચિંતા ન કરો. આપણા શાસ્ત્રોમાં પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેષ્થી યજ્ઞનો ઉલ્લેખ છે તે કરવાથી ચોક્કસ પુત્રપ્રાપ્તિ થાય છે.

એ પછી રાજાએ રાજ્યમાં પુત્ર કામેશ્થી યજ્ઞ કરાવ્યો. આ નગરને જમાડ્યું. ગરીબોને દાન અને બ્રાહ્મણોને દક્ષિણા આપી. અને એક વરસ પછી રાજાને ઘેર દેવ જેવા દીકરાનો જન થયો. રાજાની સાથે આખું નગર રાજી રાજી થઇ ગયું. આખું નગર મહારાજ અને નવા કુંવર માટે ભેટ સૌગાદ લઈને દરબારમાં આવ્યા. આ જોઈ રજા અને રાણી ખુબ જ ખુશ થયા.


Rate this content
Log in