Devang Bhundia

Others

2  

Devang Bhundia

Others

અંતિમ પત્ર

અંતિમ પત્ર

8 mins
7.8K


“હું તને ક્યારેય પરણી શકું એમ નથી  બ્રિજેશ. તુ મારા પ્રેમને લાયક નથી. તુ સારો વ્યકતિ છો એમાં ના નહી પણ હું તને નહી પરણું. હું તો કોઈ એવા વ્યકતિને પરણવા માંગુ છું જે હમેશા મને ખુશ રાખે મારે તો વર્લ્ડટૂર કરવી છે. મોટી મોટી ગાડીમાં ફરવું છે મોટા બંગલામાં રહેવું છે. હું તો એવા વ્યકતિ ને પરણીશ જે મને હમેશા રાણીની જેમ રાખે. ના કે તારી જેમ જે બીજા કોઈ પાસેથી બાઇક ઉધાર લાવીને ફરતો હોય. તારામાં ત્રેવડ છે કે તુ તારૂં પોતાનું સ્કૂટર પણ લઈ શકે!આવ્યો છે મને પરણવા.”

નિશા તેના વર્ષો જુના દોસ્તના પ્રેમને ઠુકરાવતા થોડા કર્કશ અને ગુસ્સેભર્યા અવાજમાં બોલી અને બ્રિજેશ વધુ કંઈ બોલે એની પહેલા એના ગાલ પર સણસણતો એક તમાચો મારી ભરબજાર વચ્ચે એને એક્લો મુકી ને ચાલી ગઈ.

બ્રિજેશ પણ વધુ કશું કર્યા વિના ત્યાથી ચાલ્યો ગયો અને ચોપાટી જઈને બેસી ગયો. બસ એ જ વિચારમાં કે હવે મારે મારી જિંદગી ટુંકાવી નાખવી છે. લગભગ કલાકએક ત્યાં પસાર કર્યા. શું કરું? પાણીમાં જમ્પલાવુ કે નહી એ બધું અને નિશાના એ જ શબ્દો એને મગજમાં ફર્યા કરતા હતા કે “હુ કદી નિશા જેવી છોકરી ને પરણવા ને લાયક નથી!” અંતે ઘણો સમય વિચાર કર્યા બાદ એ પાણીમાં કુદવા જ જતો હતો ત્યારે ત્યા એક તપસ્વી ત્યા એની પાસે આવીને ઉભા અને બોલ્યા,"પુત્ર તુ કોઈ મુસીબતમાં હો એવુ લાગે છે જરા મને જણાવીશ કે એવું કયું કારણ છે જે થી તુ અહી આત્મહત્યા નો પ્રયાસ કરે છે?”

“માફી ચાહું છું મહારાજ પણ મને બીજો કોઈ રસ્તો નથી દેખાતો. મારી અત્યારે હાલત એવી છે કે મને બીજુ કાઈ સુજતું જ નથી.”

“પુત્ર દરેક સમસ્યા નો કોઈ ને કોઈ હલ હોય જ છે પ્રાણ ત્યાગી દેવાથી સમસ્યા હલ નથી થતી પરંતુ સમસ્યા કોઈ પરીવારજન પર આવી બેસે છે અત્યારે તુ આત્મહત્યા કરીશ તો જરા વિચાર શું થશે તારા માતા પિતાનું? કાલે સવારે જ્યારે એમનું ઘડપણ આવશે ત્યારે તારે એમની લાકડી બનીને સાથે રહેવા ને બદલે તુ નહી હો તો? જરા વિચાર એ કોના સહારે જીવશે?”

“મહારાજ હું શુ કરૂં મને કશું મગજમાં નથી આવતુ.”

“આવ મારી સાથે ત્યાં મારી કુટીરમાં મને જરા ખુલ્લા દિલે વાત કર શું સમસ્યા છે મને આશા છે કે એનો કોઈ ને કોઈ હલ જરૂર નિકળશે.”

સાધુ મહારાજ ના આદેશ અનુસાર બ્રિજેશ તેમની સાથે તેમની કુટીરમાં ગયો. મહારાજે પોતાના હાથે જ પાણી પાયું અને તેની પાસે આવીને બેસી ગયા અને બોલ્યા,"હવે પુત્ર જણાવ મને શું સમસ્યા આવી પડી છે પણ હા તુ કશું બોલે એનીપહેલા એક ખાસ વાત જણાવી દઉં કે હું કોઇ પણ જાતનું દાન લેતો નથી ના કોઈ પૈસા કે ના બીજુ કશું. એટલે મને કશું જ આપવા ની જરૂર નથી.”

“જી મહારાજ.”

“હા તો જણાવ.”

“મહારાજ એક છોકરી છે મારી વર્ષો જુની ફ્રેંડ છે. સ્કુલના સમયથી અમો સાથે ભણતા હતા. મારા પપ્પા અને એના પપ્પા ખાસ મિત્રો હતા જેથી અમારે ઘણી વાર એક બીજા સાથે મળવાનું થતું ધીરેધીરે સમય વીતતો ગયો અને અમે બન્ને એક બીજાની નજીક આવતા ગયા. કોલેજ પણ અમે સાથે જ જોઇન કરી અને એક બીજા સાથે જ આવ  જવાનું થતું.  ધીરેધીરે હું ક્યારે એના પ્રેમમાં પડી ગયો મને ખબર જ ના પડી. ઘણા સમયથી એને હું મારા દિલની વાત કેવા માંગતો હતો પણ હિમ્મત જ ના થતી. છેવટે આજે સવારે મેં એને પૂછી જ લીધું કે શું એ મને પરણશે? પરંતુ એણે તો મને ભરબજારમાં તમાચો મારી દીધો અને કહ્યું કે હું એને પરણવાને લાયક નથી. એ કોઈ એવા વ્યક્તિને પરણવા માંગે છે જે ખૂબ જ અમીર અને પૈસાદાર હોય. જ્યારે હું ગરીબ છું મારા પપ્પા મજુરી કરીને ઘર ચલાવે છે.”

આગળ કશું બોલે એ પહેલા જ મહારાજ બોલ્યા,"પુત્ર, મહેનત કર્યા વગર દુનિયામાં કશું મળતું નથી. લક્ષ્મીજી કદી સ્થિર બેસતા નથી. આજે છે કાલે નહી હોય! મહેનતથી જે મળે છે એ આજે મળશે પરંતુ કાલે હશે કે નહી એ કોઈ ને ખબર નથી. તને પ્રેમ નથી થયો આકર્ષણ છે તારૂં ફક્ત એના પ્રત્યે. જો તને પ્રેમ હોતને એની સાથે તો તુ કદી આત્મહત્યા નો વિચાર જ ના કરત કારણકે પ્રેમમાં કશું ગુમાવ્યા વગર કાઈ મળતું નથી. ખરો પ્રેમ કોઈને મેળવવાથી નહી પરંતુ એને ખુશ રાખવાથી સફળ થાય છે. પુત્ર હું તને ફક્ત એટલું જ કહીશ કે તુ મહેનત કર, તનતોડ મહેનત કર અને તારી અમીરી તુ જાતે જ બનાવ. થોડો સમય પુરતો ભુલી જા કે તારા જીવનમાં કોઈ છોકરી આવી હતી. ભલે થોડું અઘરૂં લાગે પણ સમય જતા એ ભુલાઈ પણ જાશે. જો તારો એના પ્રત્યેનો પ્રેમ ખરો હશેને તો એ ખુદ તારી પાસે સામેથી ચાલીને આવશે. પરંતુ હા તારી મહેનતના સમયમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડશે. એ પણ શક્ય છે કે કદાચ એના લગ્નની કંકોત્રી પણ આવે. પણ તુ હિમ્મત હાર્યા વિના તારા માટે મહેનત કરતો રે. પણ હા એક વચન બાંધી રાખજે કે ગમ્મે ત્યારે જો એ તારી પાસે આવે ને તુ એનો ખુલ્લા દીલથી સ્વિકાર કરીશ.”

બ્રિજેશને મહારાજની આ વાત બરોબર મગજમાં બેસી ગઈ. ત્યાંથી ઘરે પરત ફર્યો અને બીજે દિવસે નિશાને રૂબરુ મળ્યો ત્યારે ફક્ત એટલું જ બોલ્યો, “ભલે તે મારો પ્રેમ ઠુકરાવ્યો છે પણ કાલે સવારે તને જરૂર પડે ત્યારે મને યાદ કરજે. બીજું કોઈ આવે કે ના આવે હું જરૂર આવીશ.” અને પછી એ ત્યાંથી ચાલ્યો ગયો. સમય વિત્યો અને કોલેજનો અભ્યાસ પુરો થયો. બ્રિજેશને એક સારી કંપનીમાં નોકરી પણ લાગી ગઈ.

 નોકરીના થોડા સમય બાદ એને સમાચાર મળ્યા કે નિશા ના લગ્ન થઈ રહ્યા છે. એક અમીર ઘરના છોકરા સાથે જેને ઘરના કારખાના બંગલા અને મોટરકાર છે અને હનીમુન કરવા માટે એ અમેરીકા જાવાના છે. થોડુંક દુઃખ લાગ્યુ પણ જેમ તેમ કરી પોતાની જાત ને સાચવી લીધી. એ લગ્નમાં હાજર પણ રહ્યો.

અંદાજે ૬ વર્ષ નોકરી કર્યા બાદ બ્રિજેશે ઘરની નાનક્ડી દુકાન પણ ખોલી. આખો દિવસ તનતોડ મહેનત કરતો ઓછા નફે વધુ ગ્રાહક બનાવવાની નિતીથી એને ખુબ જ આગળ આવ્યો. ૨ વર્ષ દુકાન રાખ્યા બાદ સારી મુડીથી એણે ઘરનું કાપડનું કારખાનું બનાવ્યુ અને મહેનત કરતો ગયો. દીવસના ૧૮ કલાક મહેનત કરતો. ના જમવા ના ઠેકાણા ના સુવાના. ઓફીસમાં કામ કરતો કરતો ઉંઘી જાય. વર્ષ ૨૦૧૬ આવ્યું. ત્યા સુધીંમા એની પાસે ઘરના ગાડી બંગલા થઈ ગયા અને શહેરનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો.

પણ જે હોય તે સાહેબ બ્રિજેશ હજુ પણ રોજ નિશાને યાદ કરતો અને રોજ એ જ આશામાં રહેતો કે આજે એ મારી પાસે આવશે પણ એવુ થતું નહી. હા બ્રિજેશની એક ખાસ વાત એ હતી કે એ ઇન્કમટેક્ષ રેગ્યુલર ભરતો એક રૂપિયાનું પણ કાળુ નાણુ એની પાસેથી ના મળે. પછી તારીખ આવી ૮ નવેમ્બર અને સમાચાર વાયુવેગે પ્રસરાયા કે આજ રાત થી જ ૫૦૦ અને ૧૦૦૦ વાળી નોટ ચલણમાંથી બંધ થઈ ગઈ. એને તો જોકે ગભરાવા જેવું કશું હતું જ નહી એની પાસે કોઈ પણ જાતના બ્લેકમની હતા જ નહી. એ વિચારતો હતો કે નિશા નું શું થશે એના ધણી પાસે કોઈ કાળુ નાણુ હશે કે નહી. શું એ ગરીબ તો નહી થઈ જાય!

પણ થયુ એવું કે પાંચછ દિવસ વિજય પાસે ત્રણ કરોડ રૂપિયાનું બ્લેકમની છે એવા સમાચારથી આયકરવેરા વિભાગે ત્યાં રેડ પાડી અને ત્રણ નહી પણ સાત કરોડ રૂપિયા જેવી મોટી રકમ હાથ લાગી. જે બિનહીસાબી હતી વિજયને ત્યાં ઓફીસે લઈ ગયા અને આવકવેરા અધિકારીઓની પૂછતાછમાં વિજય બધું જ બોલી ગયો. ઇન્કમટેક્ષ વિભાગે તેની તમામ સંપતિ જેવી કે ઘર બંગલો ગાડી કારખાનું બધું જ જપ્ત થઈ ગયું અને રાત્રે એને રોડ પર સુવાનો વારો આવ્યો.

આ વાતથી બ્રિજેશ સાવ અજાણ જ હતો એ રાત્રી ના સમયે ઘરે જતો હતો ત્યારે એનું ધ્યાન પડ્યું કે મંદીર પાસે કોઈ સુવા માટેની તૈયારી કરે છે. એની પાસે ઓઢવા માટે ચાદર પણ નથી અને ઠંડી પણ હતી શહેરમાં.  એટલે પોતાની પાસે પડેલી એક ઓછાડ એને આપી દઉં એમ વિચારી ને એ ગયો કે કોઈ ગરીબને ઠંડી ના લાગે અને એણે જોયુ કે જે વ્યક્તિ સુવાની તૈયારી કરે છે એ બીજું કોઈ નહી પણ નિશા જ છે. એ તો એને ભેટી પડ્યો.

“તુ અહી આવી હાલતમાં કેમ?”

નિશાએ વળતા જવાબમાં બધુ જ બોલી ગઈ કે શું થયું.

“તને યાદ છે જ્યારે મેં તારી પાસે લગ્ન નો પ્રસ્તાવ મુક્યોતો ત્યારે તુ જ બોલી હતીને મારે તો કોઈ અમીર વ્યક્તિ સાથે જ પરણવું છે! મોટા મોટા સપનાઓની આશાએ તે મને મુક્યો હતો. આજે મને જો અને તને જો નિશા, ત્યારે જો તે અમીરી કરતા પ્રેમને મહત્વ આપ્યું હોત ને તો આજે તારે આવા દિવસો જોવાના વખત ના આવત આજે. નિશા દરેક વસ્તુ મહેનતથી જ મળે છે અને એનો કોઈ શોર્ટકટ નથી હોતો. હા એક છે હાર્ડવર્ક કરતા સ્માર્ટવર્ક કરવુ વધારે સારૂં છે એમાં ના નહી, પણ મહેનત તો કરવી જ પડે. તને યાદ છે ને તે જ મને કીધું તું કે હું કોઈ બીજાના બાઇક ઉધાર લઈ ને ફરૂં છું! મારી પાસે મારૂં પોતાનું સ્કૂટર લેવાની તાકાત પણ નથી. આજે જો મારી પાસે બંગલો ગાડી બધું જ છે એ પણ મેં મારી મહેનતથી ઉભું કર્યું છે. એ પણ એવું છે કે કોઈની તાકાત નથી કે એને હલાવી શકે. તુ અત્યારે ચાલ મારી સાથે આપણે સાથે મળીને કંઈક વિચાર કરીયએ. તારા પતિને છોડાવીએ.”

અગાથ પરીશ્રમ અને વકીલોની મદદથી વિજયને જેલથી તો બચાવાયો પણ તેની પાસે હવે કશું. જ ના રહ્યું સાવ ગરીબ થઈ ગયો. પરંતુ બ્રિજેશથી આ જોવાયું નહી એણે વિજયને એનાં કારખાનામાં નોકરી આપી. રહેવા માટે ઘર આપ્યું. એક સામાન્ય માણસ માટેની પુરી સુખ સુવિધાનો મેળ કરી આપ્યો અને પગાર આપતો એ નફામાં અને ત્યા સુધીની વાત કરી કે કાલે સવારે જ્યારે નિશાને બાળક આવે ત્યારે એના  બાળકોનો અભ્યાસનો તમામ ખર્ચો પણ એ જ આપશે. નિશા તો જાણે સાવ ભાંગી પડી અને કહેવા લાગી કે એ વિજયને છુટ્ટા છેડા આપી ને બ્રિજેશને પરણવા માંગે છે. પણ બ્રીજેશ આ વાતનો ઇનકાર કરતા બોલ્યો કે એ વિજયની પત્ની છે. એણે ખરેખર તો મુસીબતના સમયંમા પતિનો સાથ આપવો જોઈએ. નિશાએ આ વાત માની અને એ વિજય સાથે રહેવા લાગી.

સમય સાથે બધું સરખું થઈ ગયું. નિશા એ સરસ મજાની બાળકીને જન્મ આપ્યો. બ્રિજેશના પણ લગ્ન થઈ ગયા. હજુ પણ બ્રિજેશ નિશા ને ખૂબ જ પ્રેમ કરે છે. એ જ્યારે નિશાને મળે ત્યારે કહે છે.

“જોયું ને મેં તને પ્રેમ કર્યો જ્યારે તે પૈસાને! મારા પ્રેમની તાકાત જોઈ? પૈસા ને પણ ખોટા બનાવી દીધા! આનું નામ ખરો પ્રેમ.”

 


Rate this content
Log in

More gujarati story from Devang Bhundia