અંત એ જ આરંભ
અંત એ જ આરંભ
આજે શાળાનો છેલ્લો દિવસ..
ઘણી બધી લાગણીઓ અને સ્મૃતિઓ સાથે આજે વિદાય લીધી. એક વિદ્યાર્થી તરીકે નહિ પણ એક શિક્ષક તરીકે. મારી દ્વષ્ટિથી જોઈએ તો એક શિક્ષક અને વિદ્યાર્થીની લાગણીઓ વચ્ચે કંઈ વધારે અંતર નથી. અંતર છે તો બસ ઉંમરનું.. એક વિદ્યાર્થી તરીકે શાળા છોડતાં જેટલું દુઃખ થાય એટલું જ દુઃખ આજે એક શિક્ષક તરીકે શાળા છોડતાં થયું. જે જીવનમાં કયારે પણ ન અનુભવ્યું હોય તેવું એક શિક્ષક બનીને અનુભવ્યું.
લાગણીની સાથે આદર એક અલગ જ અનુભવ રહયો, પણ પરિવર્તન જ સંસારનો નિયમ છે એવું સમજીને કોઈને પણ જાણ કર્યા વગર આજે શાળામાંથી કાયમ માટે વિદાય લીધી. કોઈને જાણ ન કરવાનું કારણ મારું સાહસ ન થયુ ને!
જે વિદ્યાર્થીઓએ મને આટલો બધો પ્રેમ અને આદર આપ્યો હોય અને જતાં જતાં હું એમના ખિલખિલાટ કરતા મુખ ઉપર ઉદાસી આપી જઉં તો કદાચ એક શિક્ષક તરીકે હું નિષ્ફળ નીવડું. મારા ગુરૂજનો એવા મારા શિક્ષક મિત્રોને પણ જાણ કરવાનું સાહસ ના ખેડ્યું. કદાચ હવે આવી હૂંફ અને પ્રેમ નહિ મળે એ વિચારે જ મને થરથરાવી મુકી! ભૂલ-ચૂકની માફી પણ મનોમન માંગીને પગ ઉપાડયા એક નવા ઉજ્જવળ ભવિષ્યની તરફ!
