અમારો પણ એક જમાનો હતો
અમારો પણ એક જમાનો હતો
સતત પ્રગતિ કરતાં અને પરિવર્તન સંસાર નો નિયમ છે,આવું કહેતા યુવા વર્ગ નો એક આખો ક્લાસ બેઠો હતો ૦૭ માં ધોરણ નાં વિદ્યાર્થી નો વિદાય સમારોહ કાર્યક્રમ હતો.એવામાં એક સાહેબ બોલ્યા ૧૯ મી સદી મસલ્સ પાવર ની હતી, ૨૦ મી સદી મની પાવર ની હતી, હવે ૨૧ મી સદી માઈન્ડ પાવર ની છે, એટલા શબ્દો બોલ્યા ત્યાં પાછળ બેઠેલા નમૂનાઓ બોલ્યા. આ તો પ્રેમ ની સદી છે.
આ શબ્દ હવામાં ગુંજવા લાગ્યા ને ત્યાં બેઠેલ પરાગ રડવા લાગ્યો, ગળે ડૂમો બાજી ગયો એટલામાં એક દોસ્ત બાજુમાં આવી બોલ્યો ભાઈ આમ રડવાનું નાં હોઈ ૦૮ મૂ આપડે કરવાનું,તું શું અમ ઢીલો થઇને બેઠો આપડે ક્યાં વિદાય લેવાની, હજુ પાછુ ૦૭ મૂ અહીજ રીપીટ કરવાનું મોજ કર હું ને તું પાછા સાથે,આમ હું બોલ્યો .
એ લબાડ, શું બોલે તું ? પરાગ બોલ્યો
કેમ શું બોલે તું દુ:ખી છે માટે અસ્વાસન આપુ છુ આ લબાડ વેડા કરે માટે.
"હું એટલા માટે દુ:ખી નથી કે આજે વિદાય સમારોહ છે." પરાગ બોલ્યો
તરતજ આતુરતા પૂર્વક મેં પૂછ્યું "તો ?"
મારા નવાબી મિત્રનો નવાબી જવાબ આવ્યો એતો તારી ભાભી મારાથી એક ક્લાસ આગળ જતી રહી હવે અમે કેમના મળીશું માટે દુઃખી છું. .
એ પનોતી ભાભી વાલીના, હલકા, એને ખબર પણ નૈ હોઈ કે હલકા તું એના ક્લાસ માં પણ છે .એ આજ બોલ્યો હવે નો બોલતો ,
"કેમ?સત્ય કડવું જ લાગે પણ સંભાળવું તો પડે જ" હું બોલ્યો
એકદમ ગુસ્સા સાથે બોલ્યો કે એ આપડી જ છે અમથી થોડી એ દરવાજામાં મારી સાથે અથડાય તે પણ જોયુજ તું, આતો તારે અમારું થવા નથી દેવું એટલા માટે તું મારી પત્તર ઠોકે છે મને તો શરુથી ખબર છે તું શ્રેયા સામે જ જોતો હોઈ તોય અમે કઈ નથી કેતા ભાભી માનીએ છીએ એને.એટલું કડક ભાષણ આપી અમારા શ્રીમાન દોસ્ત જતા રહ્યા .
પણ એના એક વાક્યથી દિલને વિચાર આવવા લાગ્યો ત્યારે તો ખબર પણ નહોતી કે દિલને પણ વિચાર આવતા હશે, આવી ગઝલો કે કાવ્યો લખતા હશે, એને જ સ્ત્રી મિત્ર કહેવાતી હશે, એનો ઇજહાર કરવો પડશે, એને એ સ્વીકારવો પડશે, ત્યારે મારે ગુલાબ આપવું પડશે, આ બધા માટે એક દિવસ ની રાહ જોવી પડશે. એજ સમયે ઘણાં બધા દિવસો આવશે, આ બધું સમજવા માટે પણ એક યોગ્ય ઉમર ની જરૂર પડશે, ત્યારે જે થશે એને પ્રેમ કહેવાશે, જો એ પ્રેમ આગળ વધે તો અમારા લગ્ન પણ થશે. આવી કશી જ ખબર ન હતી છતાં, મનમાં ગભરાહટ થવા લાગી પરાગની વાત સાંભળીને, તરતજ મારી નજર શ્રેયાંને શોધવા લાગી, જો આજની ભાષામાં કહુ તો એક નાજુક પ્રેમની કુપળ દિલમાં ઉગવા લાગી, એ પણ ખુબ નાની ઉમરમાં જયારે ખબર પણ ન હતી કે એને શુ કહેવાય.તો પેલી શ્રેયાને બિચારીને ક્યાંથી ખબર હોય કે મેં એને મારા મિત્રોમાં ભાભી જાહેર કરી દીધી છે. આવોજ કઈ પ્રેમ અમારે અમારા જમાનામાં થતો હતો, પણ કમનસીબી ખરી કે અમે ગામડાના માણસો એટલે બોવ ખબર ન પડે પણ એને દિલથી માની લેતા ધરમ પત્નીનાં સ્વરૂપમાં. છે એવી સીધી વાત છે અમને તો આવોજ ઠોકી બેસારેલો પ્રેમ થયો હતો ,
પણ આ ૧૫ વર્ષની ઉમર માં ચોરી છુપી એના ઘર સુધી એને જોવા જવાની મજા કંઈ અલગ હતી, દરેક વખત મારા સાઇકલની ચેન એના જ ઘર આગળ તૂટે એને અમે અમારો ગોલ્ડન દિવસ ઘોષિત કરતાં અને આવા દિવસો તો અઢળક આવતા,એ જીંદગી જીવવાની મજાજ કંઈ અલગ હતી ૧૧ થી ૫ નો સ્કુલ નો ટાઇમ બાકી બચે એ અમારો સમય અખા ગામમાં સાઇકલ લઈને ફરવાનું, એક રૂપિયો હોઈ ખીસામાં એની મીઠી સોપારી લઇ ગલોફે ચડાવી,સાઇકલની ઘોડી એક્શનમાં ઉતારવાનીને મોજથી શ્રેયાને જોવા એના ઘર પાસે આંટા મારવાના, જયારે એ જોવા ન મળે ત્યારે એમ થતું કે આ સાલો રવિવાર ન આવતો હોય તો કેવું સારું,હું અને મારો ખાસ મિત્ર પરાગ અખો દિવસ અમે સાથે રહેવા વાળા મિત્રો,જ્યાં સુધી સુરજ ન ઢળે અમે બન્ને અલગ ન થઈએ.આવા ઘણાં કિસ્સા ઘટેલા જે સારી રીતે યાદ છે , પણ કહી નથી શકતો.જરૂર થી આવી વાતો થી હાસ્ય ઉત્પન થાય પણ એ સમયે અમે એની બાબતમાં ગંભીર ખરા. જયારે શાળા એ જઈયે ત્યારે બીજા મિત્રો ઘણી વખત કહેતા પણ,ભાઈ આજે તો ભાભી મારા ઘર પાસે આવેલા શુ લાગતા હતાં.
શું વાત કરે છે તે ત્યાં આવેલી ?
હા
કેમ? ક્યારે આવી તી, તારે મને બોલાવી જવાય ને શું તુય પણ, નિસાસો નાખતા હું બોલી ઉઠ્યો
અરે પણ મારા બાપુજી બહાર જ હતાં હું કેમ આવું. તે મારી બાજુ વળી અંકિતા પાસે નોટ લેવા આવીતી, ભાઈ કાલે તો એણે લાલ ડ્રેસ પેહેર્યો હતો બોવ મસ્ત લગતા હતાં.
એમાં થોડું કંઈ ઘટે એ પસંદ કોની ખબર ને, એની પાછળ તો સાઇકલનાં પંખા તોડી કાઢ્યા નૈ પરાગ ? પરાગ ભાઈ માથું હલાવી બોલ્યા તો એમાં થોડું કંઈ ઘટવા દિયે.પણ હું તને શું કવસું કે આપડા ક્લાસમાં બધાને ખબર પાડવા લાગી છે હો અપડે એની શેરીમાં બોવ આંટા મારીએ છીએ. હા પરાગ તારી વાત સાચી છે . કાલે પેલા સાંતુબા મારા પાપા ને કહેવા આવેલ કે તમારો છોકરો બોવ ફાસ સાઇકલ ચલાવે છે આવી ફરિયાદ પણ આવે છે આપડે કૈંક કરવું પડશે ....
આ વાતો ને હું અને પરાગ આજ રોજ યાદ કરતાં હતાં જયારે આ વાત ને ૮ વર્ષ વીતી ગયા છે . પણ એ ચહેરો હજુ યાદ છે .
મારા જેટલીજ ઉંચાઈ હતી મારી કેટલી હતી એ યાદ નથી ગોળ ને એકદમ ગોરો ચહેરો, ડાબા ગાલ પર હોઠ પાસે એક નાનું તિલ હતું . ભરાવદાર હોઠ,સહેજ કરતાં મોટી આંખ, અછો પાતળો ને જીણો અવાજ, ને એના કાન સુધી પહોંચે એટલા બોય કટ વાળ, શરીરનો બાંધો એકદમ ભરાવદાર ને મીડીયમ હતો જયારે એ બ્લેક ડ્રેસમાં આવે અદભૂત નજરો સર્જાતો, એના રૂપના શું વખાણ કરું એના હાસ્ય આગળ નદીનો ખખડાટ પણ પાછો પડે, એના ઝાંજરની ઘૂઘરી છુમ છુમ થતી હોઈ, એના વાળની એક લટ એના હોઠને ચુમતી હોઈ, એવામાં જેમ મોસમ એનો રુખ બદલે એમ એ અમને જોઈ આંખોની કરવટ લેતી હોઈ સાહેબ કસમથી બે ઘડી દિલ ત્યા જ થંભી જતું , ધબકારા ચુકી જવાય જયારે એ સામે આવે એ મારી રૂપલી સાહેબ જેના પ્રેમમાં ભાગીદાર થવા આખી દુનિયા તરસે. આવી અમારી માસુમ કહાની સાહેબ કેમ ભૂલાય આ દિવસો જે પાછા કદી નથી આવવાના. માટે જે ૮ વર્ષ પેલા પરાગ રડતો હતો એ સાચું હતું આજે સમજાયું.એજ બન્ને મિત્રો ત્યારે વિદાય સમારોહ માં હતાં એ આજે પોતાની ઓફિસ માં બેસી એ દિવસ ગયાનો અફસોસ કરી રહ્યાં હતાં ને આંખો નાં ખૂણામાં ભેજ આવી ગયો હતો એને રૂમાલ થી સાફ કરતાં કરતાં એક ગમગીન વાતાવરણ માં ગુમસુ બેસી રહે છે . એની એ યાદો ને સાથ.
