આત્મીય જોડાણ
આત્મીય જોડાણ
માત્ર ચારદિવસ પહેલાની વાત છે મારી માએ મને ત્રણહજાર રૂપિયા આપ્યા અને કહીયું કે વેકેશનના દિવસો છે જા મજા આવે તેવા કપડા લઈ આવ. એક જોડી મોટી બેન માટે પણ લેજે. પણ માને તો પૂરો વિશ્વાસ કે આ દીકરી ચોક્કસ કપડા નહિ જ લે. છતા એને એક મનમાં આશ કે દીકરી હવે સાસરિયે બંધાયેલી છે કદાચ હવે આ વખતે લે. દીકરી તો રાજીની રેડ થઈ ચાલી. પણ મન તો પુસ્તકમાં લિન. તેને તો સોનાની થાળી કે પુસ્તક ની પસંદગીમાં તે પુસ્તક જ સ્વીકારે એવો એનો આ જીવ. આગળ ગઈ તો લાયબ્રેરી આવી. થયું કપડા થોડા હલકા લઇશ તો ચાલશે "એક પુસ્તક લઉ તો મારા મનનો મોલ વધુ ઊંડો ઉગે અને તેના સહારે કોઈ નો તો જીવન લીલોછમ થાય" દીકરી ગઈ અંદર અને શરૂ કર્યું પુસ્તકો સાથેનો આત્મીય જોડાણ. જોત જોતામાં તો 18 પુસ્તકો લેવાઈ ગયા વિચાર્યું" તનને સજાવવા કરતા મનને મહેકાવવું વધુ યોગ્ય રહેશે" આમ પોતાના હિસ્સાના નાણાં વાપરી મોટી બહેન માટે કપડાં લીધા. ઘરે આવતા થોડી ગભરાય ; મા અકળાશે; બારે પોતાના વ્હીકલથી માને બોલાવવા મીઠો હૉન તથા, મનમાં ધ્રુજારી સાથે વગાડે ને ત્યાંજ માં આવીને કહે બોલ કેટલાં પુસ્તકો લાવી ! આ લહેકા સાથે બંને એકબીજા સામે મીઠા સ્મિતથી હરખાય ...
