SRISHTIBEN JOSHI

Others

3  

SRISHTIBEN JOSHI

Others

આરોગ્યની ચાવી

આરોગ્યની ચાવી

1 min
252


બે મિત્રો હતા. એકનું નામ નૈતિક હતું. અને બીજાનું નામ શૈલેશ હતું. બંને પાક્કા મિત્રો હતા. બંને સાથે જ રમતા અને સાથે જ ભણતા. એક વખત શૈલેશ બિમાર પડ્યો એટલે ઘણાં દિવસ સુધી શાળાએ ના આવી શક્યો. શૈલેશ શાળાએ ના આવ્યો એટલે નૈતિકને તેની ચિંતા થઈ. તે શૈલેષની ખબર કાઢવા તેના ઘરે ગયો. તો જોયું શૈલેશ ખુબ બિમાર હતો. તેને તાવ આવેલો હતો. નૈતિકે શૈલેશના ઘરની સ્થિતિ જોઈ. તેનું ઘર ખુબ ગંદુ અને અસ્તવ્યસ્ત હતું. કોઈ જગ્યાએ સ્વછતા હતી જ નહિ. ઘરમાં સંડાસ પણ ન હતું.

આ બધું જોઈને નૈતિક સમજી ગયો કે શૈલેશ બિમાર કેમ પડે છે. તેણે શૈલેશને સીખ આપવાનું નક્કી કર્યું. તે શૈલેશને સમજાવીને આરામ કરવા પોતાના ઘરે લઇ ગયો. નૈતીકનું ઘર એકદમ સ્વચ્છ અને સુઘડ હતું. બધી જ વસ્તુ પોતાની જગ્યાએ ગોઠવાયેલી હતી. ઘરમાં જ સંડાસ હતું, અને બધા તેનો ઉપયોગ કરતાં હતા. કોઈ જગાએ ગંદકી જોવા જ ના મળે.

આવા સ્વચ્છ વાતાવરણમાં રહેવાથી શૈલેશની બિમારી દૂર થઈ ગઈ. તે સાજો થઈ ગયો. વળી તેણે સ્વચ્છતાનું મહત્વ પણ સમજાઈ ગયું. બસ ત્યારથી શૈલેશ પણ પોતાના ઘરમાં સ્વચ્છતા રાખવા લાગ્યો. એ પછી શૈલેશ કોઈ દિવસ બીમાર પડ્યો નહિ.

ગંદકી ત્યાં માંદગી, સ્વચ્છતા ત્યાં પ્રભુતા.


Rate this content
Log in