આપવીતી
આપવીતી


પંચોતેર વર્ષની ઉંમરે આત્મહત્યા કરતા બાપની આપવીતી.
આજે મારી પંચોતેર વર્ષની ઉંમર છે. આખું જીવન મે મારા દિકરાઓની ભણતર પાછળ ખર્ચી નાખ્યુ એમને સારી નોકરી મળી અને બંન્ને અત્યારે સુખી છે. મે મારી બધીજ સંપતિને મારા બંન્ને દિકરાઓને સરખે ભાગે વહેંચી અને એમને નામે કરી આપી. મને લાગે છે કે મારા જીવનની આ સૌથી મોટી ભૂલ છે.
સંપતિ એમના નામે થયા પછી બંન્ને દિકરાઓએ મને અને મારી પત્નીને પણ વહેંચી દીધા. અત્યારે હું નાના દિકરા પાસે રહું છું અને મારી પત્ની મોટા દિકરા પાસે રહે છે જે ઉંમરે અમારે એકબીજાનો પડછાયો બનીને સાથે રહેવાનું હોય એ ઉંમરે અમે જીવવા છતા આજે એક છત નીચે નથી રહી શકતા. જે ઉંમરે આરામ કરવાનો હોય એ ઉંમરે આજે પણ મારા નાના દિકરાને ત્યાં મારે મારા કપડાં ધોવા પડે છે મારા વાસણ પણ જાતે કરવા પડે છે મને જમવામાં રોજ બે રો
ટલી જ આપવામાં આવે છે. કોઈક વખત હુ ઘર બહાર આટો મારવા માટે ગયો હોવું અને થોડું મોડું થાય તો મને જમવાનું પણ ન મળે મારે આખો દિવસ ભૂખ્યા સૂઈ રહેવું પડે.
ઘરમાં મારે દૂધ પીવું હોય તો મારે આજે પણ બહાર કામ કરવા જવું પડે. મારો દિકરો એની વહુ પાછળ એટલો ગાંડો થયેલો છે કે એ એક પણ શબ્દ એની વહુને બોલતો નથી. છેલ્લા બે વર્ષથી હું આ બધું સહન કરું છું મારા પગ પણ હવે કામ કરતા નથી એટલે આ નર્ક જેવી જિંદગીને હું આજે આ નદીમાં આત્મહત્યા કરી અને પૂરી કરુ છું.
મારે એક દિકરી છે જે એના સાસરે રહે છે અને આ વિશે એ કંઈ પણ જાણતી નથી. મારા મર્યા પછી મારી બધી જ સંપતિ જે મે મારા બંન્ને દિકરાઓના નામે કરી છે એ મારી દિકરીને આપી દેવી. મારા મોત પછી મારી લાશને મારા બંન્નેમાથી એક પણ દિકરાને હાથ પણ ન અડાડવા દેશો. ભગવાન આવા દિકરાઓ કોઈને પણ ન આપે.