આજનાં આધુનિક મા બાપ
આજનાં આધુનિક મા બાપ
સૂચન - આ રચનાનો હેતુ કોઈની લાગણી ને ઠેસ પહોંચાડવાનો નથી. માં બાપ તેમના બાળક માટે જે કરે છે એ અવર્ણવિય છે. બાળકો હંમેશા તેમના આભારી રહશે. પણ આ અત્યાર ની કંઇ એવી વાતો પર છે જે અત્યાર નાં આધુનિક યુગ માં બનતી હોય છે. મારો કે મારી રચના નો હેતુ વાચક ને ઠેસ પહોંચાડવાનું નથી પણ મે જે અનુભવયુ છે તેના પર સમગ્ર લેખ છે...... જો મે આ રચનાથી તમારી લાગણી દુભાવી હોય તો માફ કરશો..
તો વાત કરું આજનાં આધુનિક મા-બાપની જેમને પોતાના બાળક ને ચાલતા પે'લા ઉડવાનું શીખવવું છે. ખાતા પે'લા ફોટોસ માટે પોઝ આપતા શીખવવું છે. બોલતા પે'લા એને ગાતા શીખવવું છે. એ કંઇ પૂછતા શીખે એ પે'લા એને બધા સામે સટ કરીને જવાબ આપતા શીખે એવું ઈચ્છે છે. આનો મતલબ એ નથી કે તમે તમારા બાળકને ડબ્બાની બકરી બનાવો પણ શું આ બધું એના બાળપણ થી મહત્વ છે!? ઉડતા શીખવો પણ પે'લા એને ચલાવતો દો એટલે કે તમારી સપનામાં એની કાલ્પનિક શક્તિ છે એની જગ્યાએ એની ખરી શક્તિ ને ઓળખો.
અત્યારે માં બાપ એકડો, બગડો ને તગડો ને બદલે વન , ટુ ,થ્રી પર વધારે ધ્યાન આપ છે પછી ભલે ને એ એના બાળક ને છયાશી ને છપ્પન માં ભૂલો થતી. અત્યારે તેઓ કક્કા નું મહત્વ ઘટાડી ને એ,બી, સી, ડી માં બાળક ને એવા ગોટે ચડાવે કે જ્યારે બાળક કંઇ કામ થી પોતાના વતન જાય કે કોઈ અંતરિયાળ ગામ માં જાય જ્યાં નેટવર્ક નો "ન" એ ન પકડાય ત્યાં તેને સાચો રસ્તો શોધવા ન તો અત્યાર નાં દેવતા એવા ગૂગલ નો સાથ મળે કે ન તો એને રસ્તે મારેલા રસ્તા નિર્દેશક કંઇ સાથ આપી શકે. વાત અહી કોઈ ભણતરના માધ્યમ ની પસંદગીની નથી. એ પણ એટલી જ જરૂરી છે જેટલી આપડી માતૃભાષા ને બીજી બધી ભાષા.વાત અહી કૈંક માતૃભાષા ને પણ મહત્વ આપવાની છે.અત્યારે એવો સમય છે જાતે બાળક ઘર નાં આંગણા ની માટી માં રમે એ એના માબાપ નેં નાં પોસાય જોકે હાલ નાં સમય માં ઘર આગળ માટી હોવી એ બઉ મોટી વાત છે.પણ જો એ બાળક રમે તો આ શું ગંદુ કામ કરે છે એમ કહી પાછવાળી લેવામાં તેઓ વિશ્વ યુદ્ધ 3 જીત્યા નો આનંદ મેળવે.......અને આગળ જો એ જ બાળક ને ત્વચા ને લગતા રોગ થાય ત્યારે મોંઘી દાટ દવા લેવડાવે...પણ માટી માંથી મફત માં જે પોષણ મળે એ ન લેવાદે.....ખરી મજા તો હવે શરૂ થાય જ્યારે બાળક ને સ્કૂલ મોકલવાનો થાય એના પે'લા એના ગર નાં સભ્યો એને વન, ટુ,થ્રી,ને એ,બી,સી....નો એવો પાઠ ભણાવે કે બાળક ઊંઘ માંથી ઉઠાડી ને પૂછવામાં આવે તો સટાસટ એકી શ્વાસે બોલી નાખે ..........પછી એમના માતાપિતા ને પૂછવામાં આવે કે અંગ્રેજી માધ્યમ માં મૂકવાનો છે કે ગુજરાતી માધ્યમમાં તો કહે કે ગુજરાતી માધ્યમમાં પણ એને તો એ માધ્યમ ને લાગતું કક્કોને એકડા તો શિખવ્યાજ નહિ એટલે એનો બાળક નો સ્કૂલ માં કલર થાય. વાત અહી કોઈ માધ્યમ કે એમની કોઈ ભાષા ની નથી.વાત અહી એના બાળક ના મન ને ગુંચવવાની છે માંડ માંડ એ બાળક વન, ટુ,થ્રી,ને એ,બી,સી બોલતા શીખ્યું હોય ને ત્યાં સ્કૂલમાં કક્કોને
એકડા ચાલતા હોય.....શરૂઆતમાં ભલ ભલા ગૂંચવાઈ જાય. પાછું એમને શાળા ના કામ પર વિશ્વાસ ન આવે એટલે એ પાંચ વર્ષ ના બાળક ને ટ્યુશન નામના ભવન થી પરિચિત કરાવે. બિચારું થકી ને આવ્યું હોય ફ્ટફટ જમાડી ત્યાં મૂકી આવે.ત્યાંથી આવે એટલે એના શાળા ને ટ્યુશન નાં લેશન માં વ્યસ્ત કરી દે. આટલું તો પાછું ઈચ્છું પડે એટલે એનું નામ બીજી ત્રણ-ચાર જગ્યા એ નોધાવી આવે જેમકે ..... ... અને જાણે શું શું!!!.........આ બધા માં માંડ બિચારું અનુકૂળ થાય ત્યાં પરીક્ષા આવે એટલે એના બધા કાર્યક્ર્મ બંધ ... ન રમવાનું, ન ફરવાનું,નાં કોઈ ક્લાસ ત્યાં માત્ર ભણવાનું....અને પછી શું પરિણામ આવ્યા પછી તો શું કરવું છેક ભણવાનું પતે નહિ ત્યાં સુધી બિચારું હરીફાઈમાંથી આગળ જ ન આવે...અહી હરીફાઈ ખરાબ છે એ કરવાનો મારો હેતુ નથી પણ હરીફાઈ માં એના કરતા એના ઘરનાને વધારે રસ હોય. આ બધા માં એ બાળક ની સ્થિતિ કૂવા ના દેડકા જેવી થઈ જાય. એને બસ એ જ એની દુનિયા લાગે. જ્યારે વાસ્તવમાં દુનિયા બઉ મોટી ને અલગ જ હોય... અત્યાર નાં માં બાપ માત્ર એમના બાળક ને સફળતા ની ઉજવણી કરવાનું શીખવે છે.પણ એ નિષ્ફળતા નું શું જે તમને કેટલો બધો અનુભવ આપે છે. આમ પણ એક વાર્તા છે જેમાં એક સુખી વ્યક્તિ તેનું ઘર,જમીન,સંપતિ, હોદો, નોકરી, બેંક બેલેન્સ બધું ખોઈ બેસે છે. અને તે તેના બાળકો, તેની ધર્મ પત્ની ને ને મારી પોતે પણ આત્મહત્યા કરી લે છે. જેમ ખૂબ રિસર્ચ કરવામાં આવે છે અને તરણ મળે છે કે આ વ્યકિત નું મગજ માત્ર સફતાને જ માની શકે છે. મુશ્કેલીના સમય ને કેવી રીતે બચવું ને તેનો સામનો કરવો એ શીખવ્યું જ નથ. એનું મગજ એની નિષ્ફળતા સ્વીકારવા તૈયાર જ નહતું.તેથી નિષ્ણાતો એ જણાવ્યું બાળક ને નાનપણ માં માત્ર સફતા માણવાનું ટેવ ન પાડો. તેને નિષ્ફતાના નો સામનો કરતા પણ શીખવો જેથી તે તેમાં મહેનત કરી ને આગળ વધી શકે. આજ ના આધુનિક યુગ માં ઘરના બધાને પોહચી વળવા માટે કમાવાની ફરજ પડી છે.
પણ ઘરનું વાતાવરણ પણ બાળક ના ઉછેર માં મોટો ભાગ ભજવે છે એ વાત કેમ ભૂલાય.જૂની રીતે કહેવામાં આવતી વાર્તા નું સ્થાન અત્યારે ગૂગલ એ લીધું છે. જેમાં એ રસ વગર ની વાતો જે એના માનસ પટલ પર કંઇ સારી અસર કરતા નથી... બાળક માટે બધું કરવા તૈયાર માં બાપ તેને બધી સગવડ આપવામાં એક યંત્ર બનાવી છે....ને કદાચ એ જ એના બાળક ને એની આંતરિક શક્તિ ની ઓળખ કરતા રોકે છે. જેથી એ બાળક બસ હરીફાઈ માજ રહી જાય છે ને કઈ કરી શક્યો નથી...આંતરિક શક્તિ જે ઓળખવામાં આવતી જ નથી....માં બાપ પોતાના સંતાન ન ઉછેર માં કઈ j ઉણપ આવવા દેતા નથી. તે એમના માટે બધું કરી બતાવે છે.......... પણ આ વાત મે જે મારી આજુ બાજુ જોયું ને સમજું એના પર આધારિત છે...આમાં કંઈ પણ ખોટું હોય તો હું માફી માંગુ છું.પણ ક્યાક ઊંડે આ હકીકત પણ છે...ફતો જો આ લેખ થી કોઈ ની લાગણી દુભાઈ હોય તો મને માફ કરશો..........અને આવી કોઈ ભૂલ હું ભવિષ્ય માં નાં કરું એની પણ કાળજી રાખીશ.......નમસ્કાર.