Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Minaxi Parmar

Others


4.4  

Minaxi Parmar

Others


આ તો કોરોના વાયરસ છે કે પછી પોલીસ

આ તો કોરોના વાયરસ છે કે પછી પોલીસ

2 mins 177 2 mins 177

છેલ્લા બે મહિનાના સમાચાર પત્રો નો જો અભ્યાસ કરી એ તો મુખ્યત્વે રોજિંદા વાંચવામાં આવતા હોય છે એવા શબ્દો જેમકે, લોકડાઉન, કોરોના વાયરસ, પરપ્રાંતિ શ્રમિકો, ક્વોરંટાઈન, પોલિસ, ડોકટર્સ, નર્સ, આઈસોલેશન, સેનીટાઈજર, વગેરે. પણ આજે છાપા એ મને વિચારમાં મૂકી દીધી, અરે! અહીં લખેલ તમામ શબ્દોનો મારા મતે સર્વ સામાન્ય અર્થ તો “અલગ” થાય છે. કેવી રીતે? લોક્ડાઉન જે સોશિયલ ડિસ્ટંસિંગ નું પાલન કરાવે એટલે એક ઘરમાં રહેતા લોકો સિવાય ના કોઇપણ વ્યક્તિ ને મળવુ નહી, જો મળો તો બે ગજ નુ અંતર રાખવુ. પરપ્રાંતિ શ્રમિકો પોતનુ માદરે વતન છોડી રોજી કમાવા આવ્યા હતા હવે આ મુશ્કેલ ઘડી મા પાછા વતન ફરે છે ટૂંક્માં આપણાથી તો “અલગ” જ થાય છે. ક્વોરંટાઈન ને આઈશોલેશન પણ આવુ જ છે જે માણસ ને માણસ થી અલગ કરે છે. અરે! આ પોલિસ, ડોકટર્સ, અને નર્સ પણ “અલગ” કરવાનું કામ કરે છે. ડોકટર્સ અને નર્સ માનવ શરીરના સંહારક કોરોના વાયરસ ને શરીર થી અલગ કરે છે જ્યારે પોલિસ એક ડગલુ અગાઉ વાયરસ અને માણસનો મેળાપ થાય નહી એ માટે કાળઝાળ ગરમી મા પણ ખડે પગે છે.

કહેવાય છે કે દરેક કાર્ય કે ઘટનાની બીજી તરફ સુંદર પરિણામ રહેલુ હોય છે. પણ પણ આ તો કોરોના વાયરસ! આખી દુનિયાને ભમતી કરી નાખી છે તેમા વળી શું સુંદર પરિણામ સંતાયેલુ છે? હા! એ સુંદર પરિણામ છે; માણસની અનલિમિટેડ ભાગદોડ લાગેલી બ્રેક, મહત્કાંક્ષાઓથી ભરેલ માણસ ને પોતનું કામ, પોતાની વ્યસતતા અને મહત્વ સિવાય અન્ય કોઇ દેખાતુ જ ન્હોતુ. અરે! આ મશીનોથી સજ્જ થયેલી માનવ જિંદગીમાં આપણી ભારતિય સંસ્કતિ રસ્તે રજળતી થઈ ગઈ હતી. વસુદેવ કુટુંબકમની ભાવનાની ઈંટ પર ઉભેલો ભારતદેશ કયારે વિભક્ત કુટુંબ બની જીવવા લાગ્યું એનો અણસાર પણઆ મશીનવંતા વિશ્વ એ ના આવવા દીધો.

પણ આજે હું તો આ કોરોના ને એટલો બધો અભાગ્યો તો નહી જ કહું. અરે એણે તો મારાં ભારતીયો વચ્ચે આત્મિયતાનો તાતણો જીવે છે એની સાબિતી આપી છે. સમાચાર પત્રમાં એક તો એવા સમાચાર હોય છે જ કે કોઇક ગરીબો માટે ભોજન બનાવે છે, કોઇ આયુર્વેદિક કે હોમિયોપેથિક દવાઓ આપે છે, અરે સરકારી ક્વોરંટાઈનમા રહેલા લોકો જે તે શાળા કે બિલ્ડીંગનું રંગરોગાનનું કામ કરે છે, કોઈ રસ્તા ને રંગોળીથી સજાવે છે, ૧૪ દિવસનાં આઈસોલેશન સમયની હસીખુશીથી પસાર કરવા લોકો પોતનું વર્ષોથી છુપાયેલું હુન્નર બતાવે છે, સંગીતનો સહારો લે છે. યોગ અને આયામ તો ખરા જ.

બસ આવું બધુ વાંચી ને મને થયું કે માણસ ખરા અર્થમાં કુટુંબ તરફ વળ્યો છે, અહહ માણસ તરફ અને તેના વ્હાલ તરફ વળ્યો છે. ઘણો મુશ્કેલીભર્યો આ સમય છે! વિશ્વાસ છે કે તે જરૂર પસર થસે પણ આ સાચાં અર્થમા માણસ ની માણસાઈ નો વ્યાપ એ શું કોરોના વાયરસ ની સારી બાબત નથી? હુ તો હા કહીશ. હા કોરોના એ ઘરનાં લોકો સાથે સામંજસ્ય કરતા શીખવ્યું, ઓછી વસ્તુમાં ચલવી લેતા શીખવ્યું, મન ને મનાવતા અને પકડી રાખતાં શીખવ્યું. આ પણ તો માનવ જીવન નુ એક અમૂલ્ય પાસુ છે. ખરેખર કોરોના વાયરસ સફળતાપૂર્વક ભટકાયેલા માનવી ને ઘરે પાછો લાવ્યો.        


Rate this content
Log in