“
એકતા એવી પણ ન હોવી જોઈએ જ્યાં દ્રૌપદી રડે, કકળે અને હાથ જોડે. સો કૌરવ અને ભિષ્મ પિતામહ, ગુરુ દ્રોણની હાજરીમાં એક અબળાના વસ્ત્રો ને આબરું લુંટાય. પાંચ પાંડવોના શરમથી મસ્તક નમી જાય. એ એકતાએ તો મહાભારત સર્જી દીધું.
એકતા શું છે એ તો મારો વહાલો કૃષ્ણ સમજાવી ગયો. નવસો નવ્વાણું તારને જોડી એક અખંડ વસ્ત્ર ઓઢાડી ગયો એની પરમ સખીને..એ લાજ બચાવનારો હજી હયાત છે..સૌના મનના વિશ્વાસમાં... ક્યાંક એનો ડર રાખજો
”