લાચારી એવી મહેરબાન છે મુજ પર...કે સામે જ છે શામળિયો ને દ્રાર એના બંધ છે... બંધ આંખે તો રોજ એને મળતી હોવ...ભલે, આજ તો દરિયામાં ઊભી છું ને એ પણ ખાલીખમ છે... શિતલ માલાણી જામનગર
મનના વિકાર ન શમે ત્યાં સુધી રામરાજ્ય નહીં આવે.... તો આજ મનોવૃતિનું જ દહન કરીએ... રાવણનું જાતે જ દહન થશે... શિતલ માલાણી ૨૫-૧૦-૨૦૨૦
કેસરના તાંતણા જેટલા વધુ બારીક એટલા જ કિંમતી... સંબંધોમાં પણ આવું જ છે..થોડો હોય પણ ભાવભીનો હોવો જોઈએ..
એકતા એવી પણ ન હોવી જોઈએ જ્યાં દ્રૌપદી રડે, કકળે અને હાથ જોડે. સો કૌરવ અને ભિષ્મ પિતામહ, ગુરુ દ્રોણની હાજરીમાં એક અબળાના વસ્ત્રો ને આબરું લુંટાય. પાંચ પાંડવોના શરમથી મસ્તક નમી જાય. એ એકતાએ તો મહાભારત સર્જી દીધું. એકતા શું છે એ તો મારો વહાલો કૃષ્ણ સમજાવી ગયો. નવસો નવ્વાણું તારને જોડી એક અખંડ વસ્ત્ર ઓઢાડી ગયો એની પરમ સખીને..એ લાજ બચાવનારો હજી હયાત છે..સૌના મનના વિશ્વાસમાં... ક્યાંક એનો ડર રાખજો
જીવનમાં સીતાને માન આપજો પણ સીતા ન બનજો.. કારણ, હવે ઘરે ઘરે રાવણ છે... જ્ઞાની હોવા છતા અજ્ઞાની જે જાણે છે કે સજા શું છે.. નિર્લજ્જતાની