વિચાર
વિચાર
1 min
104
શિયાળો એટલે રંગબેરંગી ફૂલો,
ઉનાળો એટલે સૂકો ભઠ્ઠ,
એવો વિચાર.
થોભો, વિચાર બદલો.
ગ્રીષ્મ નો વૈભવ તો વસંત ને પાછળ રાખે એવો.
લાંબી લાંબી કાળી કાળી
ડામરથી તપતી સડકો ને,
શોભાવનાર, છાંયો આપનાર,
ગુલમહોર, સોનામહોર અને ગરમાળો,
એ ગ્રીષ્મનો વૈભવ.
ઘડીક રોકાઈ આ વૃક્ષ ને છાંયે આરામ ફરમાવવાની તક લેજો.
એ.સી.ની ઠંડક ને ભૂલી જશો.
