STORYMIRROR

Chetna Thakor

Others

2  

Chetna Thakor

Others

વહાલી માને અર્પણ

વહાલી માને અર્પણ

1 min
13.4K


મા, તને છોડીને ગઈ’તી પિયુજીને મળવા,
મિલનની એ પળ ગઈ, યુગોમાં ઢળવા;
 
રાત્રીનાં એકાંતમાં, દિલના અજવાળે,
તું, સૂની આંખે બેઠી હશે, લાગણીને સરવાળે 
 
મોરલાનાં પગરવે, ને કોકિલાનાં કલરવે,
પવનની લહેરોમાં, મારી સ્મૃતિ સહેલાવે;
 
તારા હ્રદયના ઉંડાણમાં સ્પર્શીને જોયું છે,
વર્ષો પહેલા તેં ખોયું, તે આજે મેં ખોયું છે;
 
તું ધૈર્યની દેવી, પ્રતિક્ષાની મૂરત છે,
મારી સાલસ સહેલી, દર્શક, પ્રેરણા છે;
 
માની હું દીકરી અને દીકરીની મા છું,
તારા વિરહનાં સ્પંદનની એકલી ગવાહ છું;
 
દીકરીની વિદાય, એ માનુ સુખદ સપનું છે 
વિયોગની પળોથી આજ, ઝૂરવું અઘરું છે 
 
દુનિયાની દ્રષ્ટિએ એ કુદરતનો ક્રમ છે,
પણ માની સૃષ્ટિમાં, એ લાગણીનો બંધ છે;
 
બંધ ના તૂટે, બંધનો ના છૂટે ,
સંધ્યા નિશા ઉષા, જેમ અડકેને સરકે 
 
જીવનનો આ ક્રમ કોણે ઘડ્યો છે?
પ્રકૃતિ, પરંપરા કે ધર્મને વર્યો છે?
 
મમતામયી આંખોમાં અનેક પ્રશ્નો છે,
ચેતના સભર ઉકેલ, તમને જડ્યો છે?
 
 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Chetna Thakor