સર્જન
સર્જન
1 min
12
ઈશ્વરે કર્યું સર્જન નરનું,
ઈશ્વરે કર્યું સર્જન નારીનું,
આપ્યાં નર ને બાવડાં મજબૂત,
આપ્યું નારી ને દિલ ઋજુ,
મજબૂત બાવડાંવાળો નર નારી પર ભારી,
સહનશીલતાની હદ વટાવી નારીએ,
પહોંચી ઈશ્વર સમીપ.
કૃપા કરો પ્રભુ મુજ અબળા પર,
બચાવો નરની દાદાગીરીથી,
પ્રભુ પીગળ્યા નારી કેરી વાણીથી.
બનાવ્યાં સમુંદર અશ્રુ કેરાં નારીની પાંપણે,
અશ્રુની ભરતીમાં ડૂબ્યો નર,
ને ભારી પડી નારી મજબૂત નર પર.
