સફર
સફર

1 min

51
માત કેરી આંગળી ઝાલી,
નિસર્યું બાળ સફરે બહાર.
છોડી આંગળી કરતું દોડાદોડ,
એવે જ ટાણે નભે થયો ગડગડાટ.
ઝબૂકી વીજળી આકાશે,
બાળ માત ને પૂછતું,
શેનો થયો પ્રકાશ?
જવાબ દેતી માવડી,
દિકરા,તુજ ફોટો પાડે ભગવાન.