સ્મરણ
સ્મરણ
1 min
282
વિસરાયેલી વાતોનું આજ સ્મરણ થયું,
ઘણી જૂની વાતોનું મનમાં ભ્રમણ થયું,
યાદ આવ્યા એ બાળપણના દિવસો,
જેમાં મોટા થવાનું સપનું જોયું.
મિત્રો સાથે બંધાયેલી છે યાદો ઘણી,
યાદ કરતા જાણે અનુભૂતિ થાય આનંદ તણી,
મોટપે મને અહેસાસ કરાવ્યો કે,
મારા માટે તે તારું બાળપણ ખોયું.
નાની નાની વાતો માટેની લડાઈ ત્યારે મોટી હતી,
ખબર ના પડતો દોસ્તીનો અર્થ,
છતાં મિત્રતા ખોટી નહોતી,
સ્માર્ટ ફોન સ્વરૂપે માત્ર નોકિયાનું ડબલુંજ ત્યારે જોયું.
મમ્મી જ્યારે કાન પકડી ને ઘરમાં લાવતા,
ત્યારે રમવા માટે અમારું હદય ખૂબ રોયું,
હવે એવું લાગે છે જાણે બાળપણજ નહીં,
અમે અડધું જીવન ખોયું.
આજ એવું લાગે જાણે,
આનંદ રૂપી પાંદડું,
હદયમાં પ્રવેશી ગયું,
વિસરાયેલી વાતોનું આજ સ્મરણ થયું.