STORYMIRROR

Kalpana Raghu Shah

Others

3  

Kalpana Raghu Shah

Others

પ્રકૃતિની હોડ

પ્રકૃતિની હોડ

1 min
13.4K


વા ફરે વાદળ ફરે
કાળી ડિબાંગ રાત,
આકાશ બન્યું ચાળણી,
છે મેઘલી રાત!
 
સરગમની સરવાણી
છેડે ઝાડ,પાન ને ડાળી,
વાયુના સુસવાટા સંગે,
ભીંજાય સૃષ્ટિ સારી.
 
વાદળના ગડગડાટમાં,
ધ્રૂજે ધરા-મહાલય!
ભેંકાર નિશામાં ચાેંકી જાય,
જગના સૌ સૂનાર!
 
પ્રકૃતિની આ હોડમાં
કોણ કોને હંફાવે?
ગગન રડે,મેઘ ગાજે,
થાય તૃપ્ત ધરતી મા.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ