મહંતજી ના તોલે કોઈ ન આવે
મહંતજી ના તોલે કોઈ ન આવે
1 min
202
હશે સઘળું સુંદર, છતાં એની તોલે ન આવે !
મહંતજી તો મહંતજી છે બધા એની તોલે ન આવે !
ઝૂકે દાસ ભાવથી અને હોઠ મલકે સ્મિતથી !
બીજી કોઈ મોંઘી મજા એની તોલે ન આવે !
લઉં શ્વાસમાં રાતદિન બસ સ્મરણ એક એના,
જીવાડે ભલે, પણ હવા એની તોલે ન આવે !
એ આવીને જો સ્મિત ફરકાવે સુંદર વદનથી !
તબીબો, હકીમો, દવા એની તોલે ન આવે !
ઘડી બે ઘડી સ્મરણ થાય એનું દિનમાં !
મને માફી આપે તો,ખુદા એની તોલે ન આવે !
નજર મેળવીને નજર ફેરવી લે છે જયારે !
જનમટીપનીયે સજા એની તોલે ન આવે !
